નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરમાં પક્ષથી નારાજ થઈને 3 કોર્પોરેટર્સએ રાજીનામું આપી દીધું છે. ત્રણે કોર્પોરેટર્સએ નારાજગી વ્યક્ત કરતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભાજપની સત્તા હોવા છતાં ભાજપના કોર્પોરેટર્સના કામ ન થતાં હોવાના આક્ષેપ સાથે પક્ષ સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધું છે. હાલ ત્રણેય કોર્પોરેટરને મનાવવા માટે ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે.
ભાવનગરના પાલિતાણા પાલિકામાં ભાજપની સત્તા છે, ભાજપની સત્તા હોવા છતાં તેમના જ પક્ષના કોર્પોરેટર્સએ કામ ન થતાં હોવાના આક્ષેપો કર્યા છે, અજયભાઈ જોષી, રોશનબેન અબડા, કિરણબેન કુકડેજા ભાજપ પક્ષ સામે રોષે ભરાયા છે. આ ત્રણેય નગરસેવકો એક જ વોર્ડના છે. નગરપાલિકામાં 3 કોર્પોરેટર્સના રાજીનામા ધરી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જો કે રાજીનામનું કારણ અંદોરોઅંદરનું રાજકારણ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
પાલિતાણા પાલિકાના વોર્ડ નંબર-1ના ત્રણ કોર્પોરેટર્સએ રાજીનામા આપી દેતા ભાજપ સંગઠનમાં દોડધામ મચી ગઈ હતી. કોર્પોરેટર્સ એક જ વોર્ડના હોવા છતાં સંકલન ન હોવાથી કામ ન થઈ રહ્યાં હોવાના કારણે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે. હાલ નારાજ ત્રણેય કોર્પોરેટર્સએ ડેપ્યુટી કલેક્ટરને રાજીનામાં ધરી દીધા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











