નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાના ખટંબા ખાતે આર્થિક મુશ્કેલીઓને કારણે યુવકે માતા અને બહેન પર ચપ્પુના ઘા કર્યા હતા. બહેન પર ચપ્પુ વડે ઉપરાછાપરી 11 ઘા મળીને કુલ 12થી વધુ ઘા મારી દીધા હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. સાથે જ ઘટનાનો દૂરથી વીડિયો ઉતારનાર વ્યક્તિની સામે અભદ્ર હરકતો પણ કરી હતી. મિત્રો આ વીડિયો અત્યંત વિચલિત કરી દેનારો છે તેથી અહીં આ વીડિયો દર્શાવાયો નથી. માતા અને પુત્રીને બાદમાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડોદરાના ખટંબામાં આવેલા ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષિય શૈની એલેક્સ અબ્રાહમ મલૈકને સંતાનોમાં બેન નામનો 24 વર્ષીય દિકરો અને તેની નાની બહેન 21 વર્ષની બેટ્ટી છે. બેન ખાનગી યુનિવર્સિટિમાં ફોરેન્સિક સાયન્સના બીજા વર્ષમાં ભણે છે અને દીકરી બેટ્ટી ખાનગી યુનિવર્સિટીમાં બી. ફાર્મના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ બંને સંતાનોના પિતા થર્ડ આય પ્રોટેક્શન નામની કંપનીમાં પેકેજિંગ મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે.
આ ઘટના મામલે ખુદ માતાએ જ પુત્ર સામે ફરિયાદ નોંધાવવી પડી છે. માતાએ ફરિયાદમાં કહ્યું છે કે, 18મી જુને સાંજે તેમનો દિકરો ઘણો ગુસ્સામાં હોય તેવું લાગતું હતું. ઘરમાં પૈસાની પણ ખેંચ હતી જેના કારણે તે માનસિક તણાવમાં આવી જતાં માતાને અચાનક ગુસ્સેથી બોલવા લાગ્યો અને ત્યારે માતાએ તેને સમજાવ્યો પરંતુ તે વધુ ગુસ્સે થઈ જતો હતો. દરમિયાન માતાએ દીકરીને ફોન કરીને ઘરે બોલાવી અને તે ઘરે આવતા બહારથી જ પોતાના ભાઈને ગુસ્સો ન કરવા સમજાવવા લાગી હતી.
બહેન પર તે તુરંત ભડક્યો અને ઘરની સામેના રોડ પર શાક સમારવાનું ચપ્પુ લઈ તેના પર ઘા કરવાનું ચાલુ કરી દીધું. દીકરીને છોડાવવા જતાં માતા પર પણ હુમલો કર્યો હતો. દીકરી બેટ્ટી ઉપર બેનએ ઉપરાછાપરી ચપ્પુના ઘા મારવાના શરૂ કરી દીધા. તેણે કુલ 12 ઘા માર્યા હોવાનું વીડિયો પરથી જાણી શકાય છે પરંતુ વીડિયોમાં આગળની અને પાછળની ઘણી ગતિવિધિઓ કટ થતી હોવાથી આ મામલો વધુ કેટલો ખેંચાયો હતો તે જાણવામાં આવી રહ્યું નથી. માતાએ ચીસો પાડી પડોશીઓને બોલાવ્યા તો પડોશીઓ આવી ગયા અને તેમણે બંનેને છોડાવ્યા અને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી વધુ વીડિયો સહિતના પુરાવાઓ એકત્ર કરવાના પ્રયાસો કરી રહી છે. સાથે જ આરોપી સામે કડક હાથે કાર્યવાહી કરવી જરૂરી પણ બની છે. આવા હિચકારા હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ છે.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.