નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરની માધવ કોપર લી.ના ચેરમેન થોડા દિવસ પહેલા જીએસટી કૌભાંડમાં પકડવા આવેલી સરકારી ટીમને ટક્કર મારી ભાગી ગયો હતો. જેને પકડવા માટે સતત પ્રયત્નો ચાલુ હતા તે દરમિયાન એક સચોટ બાતમીને આધારે આ શખ્સને પકડવામાં ગુજરાત એટીએસ (એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ)ને સફળતા મળી છે.
જુલાઈ 2021ની વાત છે જ્યારે સ્ટેટ જીએસટી દ્વારા ગુજરાતમાં મોટા પાયે સર્ચ અને સીઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં માલ અને સેવા સપ્લાય વગર ફક્ત બીલ બનાવવાનું અને માલ તથા સેવા સપ્લાય વગર માત્ર બીલ જ બનાવીને બીલ પર ટેક્સ ક્રેડિટ લેવામાં આવતી હતી. ભાવનગરથી સ્ટેટ જીએસટીએ આ મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું જે કૌભાંડમાં માધવ કોપર લી.ના ચેરમેન નિલેસ પટેલ દ્વારા 762 કરોડનું બીલીંગ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ જીએસટી દ્વારા તેના ઘરે અને ઓફીસ પર સર્ચ અને સીઝ કરવાની કામગીરી કરી હતી. તે દરમિયાન તેણે પોતાની ધરપકડ ટાળવાના પ્રયત્નો પણ કર્યા હતા. જોકે સ્ટેટ જીએસટી દ્વારા 20 ફેબ્રુઆરી 2022એ અમદાવાદમાં તેની ધરપકડના પ્રયત્નો કરતા તે તેમની ગાડીને ટક્કર મારી ભાગી ગયો હતો. જે બાબતે એલીસબ્રીજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ નિલેશે સરકાર સાથે મોટા પ્રમાણમાં કર ચોરી કરી સરકારી અધિકારીઓની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચાડ્યાના ગુનાઓ કર્યા છે. એટીએસના મદદનીશ પોલીસ કમિશનર ભાવેશ રોજીયાને આ દરમિયાનમાં બાતમી મળી હતી અને તેના આધારે ગુજરાત એટીએસના પીઆઈ (પોલીસ ઈન્સપેક્ટર) સંજય પરમારની ટીમે નિલેશ નટુભાઈ પટેલ (રહે. પટેલ પાર્ક, એરપોર્ટ રોડ, ભાવનગર)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












