Wednesday, June 24, 2026
HomeGeneralભાવનગર: એરફોર્સ ફ્લાઈંગ ઓફિસરે પિતાના જન્મદિવસે શુભેચ્છા આપી ગળેફાંસો ખાધો

ભાવનગર: એરફોર્સ ફ્લાઈંગ ઓફિસરે પિતાના જન્મદિવસે શુભેચ્છા આપી ગળેફાંસો ખાધો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ભાવનગરના 25 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવાન એરફોર્સમાં ફ્લાયીંગ ઓફિસર ક્લાસ 1 રેન્ક ધરાવતો હતો. યુવાનની ગ્વાલિયર ખાતે ટ્રેનિંગ ચાલી રહી હતી તે દરમિયાન હોસ્ટેલમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. પરિવારનો આક્ષેપ છે કે નોકરીના પ્રેશરના કારણે આ પ્રકારનું પગલું ભર્યું છે.



ભાવનગરનો વતની જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયાએ એક વર્ષ અગાઉ ઈન્ડિયન એરફોર્સની પરીક્ષા પાસ કરીને ફ્લાઈંગ ઓફિસર બન્યો હતો. જયદત્તસિંહની બેંગ્લોર ખાતે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ગ્વાલિયર તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી. આ દરમિયાન બુધવારે સવારે ગ્વાલિયર ખાતે હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ગત 14 તારીખે પિતાના જન્મદિવસએ શુભેચ્છા આપ્યા બાદ આ પગલું ભર્યું હતું. સ્થાનિક પોલીસને જયદત્તસિંહની ડાયરીમાં હેપી બર્થ-ડે પપ્પા લખેલું મળ્યું હતું. જયદત્તસિંહને ચાર દિવસ બાદ રજા મળવાની હતી, પરંતુ તે ઘરે આવે તે પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી.

જયદત્તસિંહએ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જયદત્તસિંહ મૃતદેહને લેવા માટે પરિવાર ગ્વાલિયર પહોંચ્યા હતા. આજે જયદત્તસિંહ મૃતદેહને ભાવનગર લાવવામાં આવશે. જયદત્તસિંહના આત્મહત્યા અંગે તેમના કાકાએ જણાવ્યુ હતું કે, નોકરીના પ્રેશરના કારણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું છે. જયદત્તસિંહ ઘણીવાર પરિવારને નોકરીના ટેન્શન અંગેની વાત કરતો.

- Advertisement -

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ]



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular