Wednesday, June 24, 2026
HomeGeneralજુનાગઢ: ગામમાં વારંવાર લાઇટ જતાં લોકોએ વીજ કચેરીની લાઈટ બંધ કરી અધિકારીઓને...

જુનાગઢ: ગામમાં વારંવાર લાઇટ જતાં લોકોએ વીજ કચેરીની લાઈટ બંધ કરી અધિકારીઓને અહેસાસ કરાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જુનાગઢ: જુનાગઢના માંગરોળ તાલુકાના ગ્રામજનો વારંવાર લાઇટ જતાં રોષે ભરાયા હતા. હાલ ગરમી અને બફારા જેવા વાતાવરણમાં લાઇટ જવાના કારણે ગ્રામજનોની હાલત કફોડી બની હતી. ત્યારે આજે ગ્રામજનોએ કંટાળીને વીજ કંપનીના અધિકારીઓને લાઇટ ન હોવાનો અનુભવ કરાવવા માટે વીજ કચેરીની લાઈટ બંધ કરી દીધી હતી. વીજ કચેરીએ મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.



જુનાગઢના માંગરોળનાં તાલુકામાં મક્તુપુર ગામને વીજ પુરવઠો શીલ જ્યોતિગ્રામ 66 કે.વી.માંથી આપવામાં આવી રહ્યો છે, પરંતુ વારંવાર લાઇટ જવાના કારણે ગ્રામજનોએ લોએજ ગામમાં અલગથી 66 કે.વી. સબસ્ટેશન ઊભું કરીને કરીને તેમાંથી વીજ જોડાણ આપવાની માગણી કરી હતી. આ માગને દોઢેક વર્ષથી મંજુર પીએસએન થઈ છે. છેલ્લા કેટલાક સમયથી લાઇટ વારંવાર જવાથી બાળકો, મહીલાઓ અને મજુર વર્ગ મુશ્કેલીમાં મૂકયો છે. વારંવાર લાઇટ જવાના મુદ્દે પંચાયતના હોદ્દેદારોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરી છે, પરંતુ આ અંગે કોઈ નિરાકરણ લાવવાનો પ્રયાસ ન થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દિવસ અને રાત દરમિયાન અનેકવાર લાઈટ જાય છે. રાત્રે લાઇટ જવાના કારણે લોકો ઊંઘી શકતા નથી. હાલમાં ગરમી અને બફારાના વાતાવરણના વચ્ચે ગઈકાલે સવારથી રાત સુધી લાઈટ બંધ રહી હતી. જેના કારણે ગ્રામજનો વિજતંત્ર સામે રોષે ભરાયા હતા.જેથી આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થઈને વીજકચેરીએ જઈને રજૂઆત કરી હતી. રોજબરોજ લાઈટ જવાના કારણે હાલાકી ભોગવતા ગ્રામજનો રોષે ભરાતા કચેરીની લાઈટ બંધ કરી ગરમીમાં લાઈટ વગર કેવી હાલત થાય છે તેનો અધિકારીઓ અને કર્મચારીઓને અહેસાસ કરાવ્યો હતો. ગ્રામજનોના રોષને જોઈને વિજ કચેરીએ પોલીસ બોલાવવી પડી હતી. વીજ કચેરીના અધિકારીઓએ ગ્રામજનોને સમસ્યાનું નિરાકરણ લાવવાની બાહેંધરી આપી પાંચ દિવસમાં મેઈન્ટેનન્સની કામગીરી કરવા અંગે કહેતા મામલો શાંત પડ્યો હતો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular