Monday, August 10, 2026
HomeGujaratBhavnagarભાવનગર ડમી RC બુક કૌભાંડ કેસમાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા

ભાવનગર ડમી RC બુક કૌભાંડ કેસમાં કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરમાં (Bhavnagar) ત્રણ મહિના અગાઉ પોલીસે નકલી RC બુક બનાવાનું કૌભાંડ (Fake RC Book Scam) ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે દરોડો કરીને 281 નકલી RC બુક સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ભાવનગરના વાહનોની લે-વેચ કરાનાર એક આરોપી, ધોળકાના બે RTO એજન્ટ અને અમદાવાદના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યારે બે આરોપી દ્વારા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેની આજે સુનાવણી કરતાં ભાવનગર કોર્ટે (Bhavnagar Court) આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

શું હતો સમગ્ર મામલો

ભાવનગર પોલીસના (Bhavnagar Police) પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગોહિલને માહિતી મળી હતી કે, ભાવનગરના નારી ચોકડી અને વરતેજ વચ્ચે આવેલા પાવર હાઉસ સામે કન્ટેનરમાં શ્રીજી મોટર્સ નામની ઓફિસમાં જુના વાહનોની લે-વેચ કરતાં હિમાંશુ જગડ ડુબ્લીકેટ RC બુક બહારગામના કોઈ RTO એજન્ટ પાસે બનાવડાવીને આ નકલી RC બુકના આધારે વાહનોની લે-વેચ કરે છે. માહિતીના આધારે પરોલ ફર્લો સ્ક્વોડ અને LCBની ટીમે RTO અધિકારીને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.

- Advertisement -

દરોડા દરમિયાન પોલીસને ઓફિસમાંથી 16 નંગ ચીપ વાળી અને એક કોરી RC બુક મળી આવી હતી. આ RC બુકને RTO અધિકારી પાસે વેરીફાઈ કરાવતા 16માંથી 11 RC બુક નકલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઓફિસમાંથી હિમાંશુ જગડને ઝડપી પાડીને નકલી RC બુક અંગે પુછપરછ કરી હતી. પોલીસની પુછપરછમાં સામે આવ્યું હતું કે, ફાઈનાન્સ કંપની અને બેંક દ્વારા જે વાહનોના હપ્તા ચઢી ગયા હોય તેને સીઝ કરીને વાહનોની હરાજી કરવામાં આવતી હતી. આ હરાજીમાંથી આરોપી વાહન ખરીદી કરતાં હતા. આ વાહનોની ફાયનાન્સ કંપની દ્વારા ત્રણ મહિના બાદ FRC આપવામાં આવતી હતી. પરંતું ત્રણ મહિના રાહ ન જોવી પડે તે માટે નકલી RC બુક બનાવીને વાહનો વેચી નાખતા હતા. પોલીસ તપાસમાં અન્ય આરોપીની સંડોવણી સામે આવતા ધોળકાના અફઝલ મેમણ, યાસીન મેમણ અને અમદાવાદના ઋત્વિક મોદીની ધરપકડ કરીને 281 નંગ RC બુક, 5 મોબાઈલ, બે લેપટોપ અને એક પ્રિન્ટરનો મુદ્દામાલ જપ્ત કરીને વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

આ કૌભાડમાં સંડોવાયેલા અમદાવાદના આરોપી ઋત્વિક મોદી અને ભવનગરના આરોપી હિમાંશુ જગડે ભાવનગર કોર્ટમાં જામીન અરજી કરી હતી. ત્યારે આજે સુનાવણી દરમીયાન કોર્ટે આરોપીના જામીન નામંજૂર કર્યા હતા. સુનાવણી દરમિયાન સરકાર તરફી વકિલ એમ. આર. જોષી દ્વારા દલિલ કરવામાં આવી હતી કે, ચાર્જસીટ જોતા આરોપીએ બનાવટી RC બુક બનાવી છે. ઋત્વિક મોદી અગાઉ રાજ્યની તમામ RTO કચેરીના RC બુક પ્રીન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી સીલ્વર ટચ નામની કંપનીમાં નોકરી કરતો હતો. તેથી RC બુક કેવી રીતે બનાવી તેનાથી માહિતગાર હતો. તેની પાસે RC બુક બનાવાના ફોરમેટ હતા. સાથે જ RTO અધિકારીની ડિજીટલ સહીઓ તેની પાસે હતી. તેનો ઉપયોગ કરી કોરી RC બુકમાં અન્ય આરોપી દ્વારા આપવામાં આવતી માહિતીને RC બુક પર ડેટા પ્રીન્ટર વડે RC બુક પ્રનીટ કરીને અન્ય આરોપીને આપતો હતો. RC બુક કબ્જે કરવામાં આવી છે તે તપાસ માટે DFSL ગાંધીનગર મોકલવામાં આવી છે. જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આવા સંજોગોને ધ્યાનમાં લેતા જામીન અરજી નામંજુર કરવી જોઈએ. કોર્ટ દ્વારા બંને પક્ષની દલિલો સાંભળ્યા બાદ આરોપીઓની જામીન અરજીને નામંજુર કરવામાં આવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular