હઠીસિંહ ચૌહાણ(નવજીવન ન્યૂઝ. ભાવનગર): ગુજરાતમાં તાજેતરમાં પોલીસબેડામાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ગુજરાતના 22 IPS અને 84 DySPની બદલી કરવામાં આવી હતી. ગૃહ વિભાગના આદેશ અનુસાર ભારતના સૌથી યુવાન IPS સફીન હસનની બઢતી આપવામાં આવી હતી. આજે ભાવનગરમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
ભારતના સૌથી યુવાન IPS અઘિકારી સફીન હસન ભાવનગરના ASP તરીકે ફરજ બજાવતા હતા. ગુજરાત સરકારે તેમને SP તરીકે બઢતી આપી અમદાવાદમાં ટ્રાફિક DCP તરીકે મુક્યા છે. ભાવનગરમાં વિદાય આપતા પહેલા ભાવનગર રેન્જના IGP અશોક યાદવે સફીન હસનના સોલ્ડર બેઝ પર SP તરીકેની રેન્ક લગાવી હતી. આ પ્રસંગે ગૌરવની લાગણી અનુભવતા સફીન હસનના માતા-પિતા પણ ખાસ હાજર રહ્યા હતા.