નવજીનન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરમાં 299મો ગ્રામજનો ઉજવી રહ્યા છે. તેવામાં કથાકાર મોરારીબાપુએ ભાવનગર રાજ્યના સ્વર્ગસ્ત નામદાર મહારાજ ક્રુષ્ણકુમારસિંહજીને ભારતરત્નથી નવાજવા સૂચન કર્યું છે.
સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સૌ પ્રથમ પોતાનું રજવાડું આપનાર ભાવનગરના ક્રુષ્ણકુમાર સિંહજીને ભારતરત્ન આપવા માટે છેલા ઘણા સમયથી માગ કરવામાં આવી રહી છે. મીડિયા સાથેની વાતચીતમાં મોરારી બાપુએ જણાવ્યુ હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભાવનગરના મહારાજાને ભારતરત્ન આપવાની માગ લોકો દ્વારા થઈ રહી છે, ભાવનગર રાજ્યના એક નાના એવા તલગાજરડા ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે એકીકરણ માટે પોતાનું રજવાડું સૌ પ્રથમ આપી દીધું હતું, તેવા નેક દિલના ક્રુષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી નવાજવા જોઈએ.
વધુમાં જણાવતા કહ્યું કે, ભાવનગરમાં એક એરપોર્ટનું પણ નિર્માણ થાય અને આ એરપોર્ટનું નામ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામ પરથી રાખવામાં આવે આવો મારો વિચાર લોકો સમક્ષ રાખું છું. ભાવનગર રાજ્યના તલગાજરડા ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્નથી નવાજવા જોઈએ.
![]() |
![]() |
![]() |











