નવજીવન ભરુચ: ઉતરાયણને હજી પાંચ દિવસની વાર છે જો કે ઉતરાયણ પહેલા જ દોરીથી ગળું કપાવવાની ત્રણ ઘટના સામે આવી છે. જો કે એક મહિલાનું દોરીથી જીવકપાઈ ગયો છે. જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. કોરોનાના સમયમાં માસ્કની સાથે વાહન પર ગળાની સુરક્ષા પણ હવે જરૂરી જણાય રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચના ઝાડેશ્વર રોડ પાસે આવેલા અરૂણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારે સાંજે તેમની 9 વર્ષની પુત્રીને લઈ વેજલપુર સાસરીમાં જવાના હતા. તે દરમિયાન એક્ટિવા ઉપર તેઓ ભોલાવ ભૃગુરૂષી બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે જ અચાનક પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવ્યો હતો. પતંગના ઘાતક દોરાથી તેમનું ગળું કપાઈ ગયું હતું. અંકિતાબેનને 108માં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જોકે સારવાર પહેલા જ તેમનું મોત નીપજયું હતું.


જીવનદીપ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખ કાનજીભાઈ પરમાર એક્ટિવા ઉપર કામ અર્થે નીકળ્યા હતા. ત્યારે પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવી જતા ગળું કપાઈ ગયું હતું. તેઓને 108 માં સિવિલ હોસ્પિતલમાં સારવાર માટે લવાયા હતા. ભરુચના ઝાડેશ્વર રોડ ઉપર પણ એક બાઇક ચાલકનું પતંગના દોરાથી ગળું કપાઈ જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ભરુચમાં 24 કલાકમાં પતંગની દોરીથી ગળું કપાવવાની 3 ઘટના સામે આવી છે. જો કે આ ત્રણ ઘટના બાદ પોલીસ તંત્રએ સામન્ય જનતા માટે વાહનો પર તાર લગાવવી દોરીથી રક્ષણ આપવાની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |











