Saturday, June 3, 2023
HomeGeneralપેપરલીકના પીડિત ઉમેદવારો માટે સંદિપ કુમારની મોટી જાહેરાત

પેપરલીકના પીડિત ઉમેદવારો માટે સંદિપ કુમારની મોટી જાહેરાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Junior Clerk Paper Leak Gujarat Live: આજે વહેલી સવારે જ જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જતા(Junior Clerk Paper Leak) પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે ઉમેદવારો અને તેમના વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને સરકારી તંત્રની નિષ્ફળતા ફિટકાર વરસી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે(GPSSB) પેપર લીક પાછળ ગુજરાત(Gujarat)બહારની ગેંગ સક્રિય હોવાનું અને એજન્સી પર ઠિકરું ફોડી પાંગળો બચાવ કર્યો હતો. ત્યારે હવે ફેર પરીક્ષા મામલે પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદિપ કુમારે મોટી જાહેરાત કરી છે.

આજરોજ વહેલી સવારે જુનિયર ક્લાર્કની પરીક્ષાને કલાકો બાકી હતા ત્યાં પેપર ફૂટી ગયાના અહેવાલ સામે આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ગુજરાત ATS તપાસ કરી રહી છે, બીજી તરફ ATS એ 15 જેટલા આરોપીની ધરપકડ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાંના 10 શખ્સો ગુજરાત બહારના રાજ્યોના અને 5 આરોપી ગુજરાતના વતની હોવાની માહિતી સુત્રો દ્વારા મળી રહી છે. સાથે જ આરોપીઓ કોઈ એજ્યુકેશન કન્સલ્ટન્ટ એકેડેમી સાથે સંકળાયેલા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદિપ કુમારે મીડિયા સમક્ષ માહિતી આપી છે કે, જુનિયર ક્લાર્કની ફરી વખત પરીક્ષા 100 દિવસમાં લેવામાં આવશે.

- Advertisement -

100 દિવસમાં ફરી પરીક્ષાના આયોજનની વાત કરતા સંદિપ કુમારે જણાવ્યું હતું કે, આગામી પરીક્ષા વખતે ઉમેદવારોને કૉલલેટરના આધારે મફત બસ સેવા મળશે અને ઉમેદવારોને ખર્ચ નહીં કરવો પડે. સાથે જે તેમણે નવી પરીક્ષાની તારીખ માટે આગામી શાળા-કોલેજની પરીક્ષાને પણ ધ્યાને રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular