Tuesday, March 17, 2026
HomeGeneralલાંચિયા અધિકારીના ઘર સુધી પહોંચ્યો તપાસનો રેલો આટલી અધધ રકમ મળી આવી

લાંચિયા અધિકારીના ઘર સુધી પહોંચ્યો તપાસનો રેલો આટલી અધધ રકમ મળી આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: Banaskantha ACB Trap: સરકારી બાબુઓ સારા પગાર ધોરણ મેળવતા છતાં પણ વધુ પૈસા કમાવવાની લાલસામાં સત્તાનો દૂરઉપયોગ કરી ગેરકાયદેસર પૈસા પડાવતા હોય છે. રાજ્યમાં સરકારી ખાતમાં ભ્રષ્ટાચારી બાબુઓનો રાફડો ફાટ્યો છે, જે સિસ્ટમને ઉધઈની જેમ કોરી ખાઈ રહ્યા છે. અનેક વખત લાંચ લેવાના કિસ્સામાં સરકારી બાબુઓને નોકરી ગુમાવવાની સાથે-સાથ જેલની હવા ખવાનો વારો આવતો હોય છે. છતાંય અધિકારીનો લાંચ પ્રત્યેનો મોહ છૂટતો નથી ત્યારે પાલનપુરમાંથી (Palanpur) કલાસ વર્ગ- 2નો અધિકારી લાંચ (Class 2 Officer Bribe) લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવે છે સરકાર તરફથી છાત્રાઓને નિભાવવા માટે ગ્રાન્ટ ફાળવામાં આવી હતી. જેમાં સરકારી ગ્રાન્ટ કરવાના તેમજ ગ્રાન્ટમાં ખામીઓ ન કાઢી ગ્રાન્ટ મંજૂર કરવા બાબતે પાલનપુર સમાજ કલ્યાણ વિભાગ કલાસ -2 ના અધિકારી અમિત નરેન્દ્ર પટેલે ફરિયાદી પાસેથી 10 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માગતો ન હતો તેણે તે બાબતને ACBને સંપર્ક કર્યો હતો. જેના પગલે ACBએ લાંચિયા અધિકારી સામે છટકું ગોઠવી 10 હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

- Advertisement -

જેમાં લાંચિયા અધિકારીની ધરપકડ કરી તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે. ACBએ તેના ઘર સુધી તપાસ લંબાવી હતી. ઘરમાં તાપસ કરતા 27 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા લાંચિયા અધિકારી સંતોષકાર જવાબ આપી શક્યો ન હતો. જેને લઈ ACBએ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથધરી છે.

આરોપી અમિત નરેન્દ્ર પટેલે 2018 GPSC પરીક્ષા પાસ કરી સીધી સમાજ કલ્યાણ વિભાગમાં કલાસ-2ની નોકરી મેળવી હતી. તેના તાબામાં બનાસકાંઠાના 52 હોસ્ટલોની દેખરેખ અને સરકારી યોજનાની અમલીકરણ કરાવાની કામગીરી હતી. વર્ષ 2022થી તે બનાસકાંઠમાં સમાજ કલ્યાણ વિભાગ ફરજ બજાવી રહ્યો હતો અને સારો એવો પગાર ધોરણ મેળવવા છતાં 10 હજાર રૂપિયા માટે દાનત બગાડી હતી. જેને લઈ આજે તેને નોકરી ગુમાવવાની સાથોસાથ જેલ સળિયા ગણાવાની નોબત આવી છે.

TAG: Banaskantha News, Palanpur ACB Trap, Palanpur Bribery Case

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular