Saturday, May 23, 2026
HomeGeneralગોધરા કાંડના દોષિતોના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ, 4 દોષિતોની સુનાવણીની પડી...

ગોધરા કાંડના દોષિતોના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ, 4 દોષિતોની સુનાવણીની પડી તારીખ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Godhra Case Latest News: ગુજરાતના ગોધરામાં વર્ષ 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાવવાના દોષિતોને (Godhra train burning Convicts) સુપ્રીમ કોર્ટે (Supreme Court) જામીન (Grants Bail) આપી દિધા છે. આજીવન કેદની સજા કાપી રહેલા દોષિતોને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. આ તમામ દોષિતો 17થી 20 વર્ષની સજા કાપી ચૂક્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસના ચાર દોષિતોના હાલ જામીન મંજૂર કરવાનો ઈન્કાર કરી દિધો છે. મહત્વની વાત છે કે દોષિતોને નીચલી અદાલતે ફાંસીની સજા આપી હતી. પરંતુ બાદમાં હાઈકોર્ટે (High Court) રાહત આપતા ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પી.એસ. નરસિંહાની બેંચે ગોધરા કેસના દોષિતોના જામીન પર નિર્ણય કર્યો છે. જામીન મેળવનારા 8 દોષિતો આજીવન કારવાસની સજા ભોગવી રહ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે જામીનની શરતો પુરી કરાવી બાકીના લોકોને જામીન પર છોડવામાં આવે. દોષિતોના વકિલ સંજય હેગડેએ ઈદના તહેવારને ધ્યાને રાખી જામીન પર છોડવા માટે અપીલ કરી હતી.

- Advertisement -

8 દોષિતોના જામીન મંજૂર

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં આગ લગાવી 59 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. આ મામલાના દોષિતોને નીચલી કોર્ટે ફાંસીની સજા બાદમાં હાઈકોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરી હતી. આ મામલામાં સજા કાપી રહેલા 27 દોષિતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જેના પર સુનવાણી કરતા સુપ્રીમ કોર્ટે 8 દોષિતોને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ 8 દોષિતોના જામીન

સુપ્રીમ કોર્ટે અબ્દુલ સતાર ગડી, અયુબ પાટરીયા, રહમાન ઘતિયા, હનીફ બદામ, સુલેમાન ટાઈગર, ઈબ્રાહીમ સમોલ, શોએબ કલંદર અને રઉફ ઠેસલીના જામીન મંજૂર કર્યા છે જ્યારે અન્ય ચાર લોકો મહેબુબ મીઠા, સીદિક મોડીયા, અનવર બલા, શોકત બદામના નિર્ણય માટે ઓગસ્ટ મહિનાની તારીખ આપી છે.

ડબ્બો બંધ કરી સળગાવવો પથ્થરમારાની ઘટના નથી

ગુજરાત સરકરા તરફે દલીલ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે, આ મામલો માત્ર પથ્થરમારાનો નથી. દોષિતોએ સાબરમતી એક્સપ્રેસની એક ડબ્બો બંધ કરી નાખી હતી અને તેમાં 59 યાત્રિકો સવાર હતા જેના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા છે. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક લોકો જણાવે ચે કે માત્ર તેમની ભૂમિકા પથ્થરમારાની ઘટનામાં છે પણ જ્યારે તમે કોઈ ડબ્બો બંધ કરો છો, તેમાં આગ લગાવો છો અને પછી પથ્થરમારો કરો છો તો તે માત્ર પથ્થરમારાની ઘટના નથી.

- Advertisement -

આ પહેલાની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એ દોષિતોના જામીન પર વિચાર કરવામાં નહીં આવે જેમને નિચલી કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી અને હાઈકોર્ટે તેને આજીવન કેદમાં તબદીલ કરી હતી. છતાં પણ સુપ્રીમ કોર્ટે એક આરોપીની પત્નીની કેન્સર હોવાના કારણે તેના વચગાળાના જામીનના સમયમાં વધારો કર્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular