Wednesday, February 18, 2026
HomeGujaratSuratટિકટોક સ્ટાર કીર્તિ પટેલને સીન સપાટા કરવા ભારે પડ્યા, સુરત પોલીસે નોંધી...

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલને સીન સપાટા કરવા ભારે પડ્યા, સુરત પોલીસે નોંધી ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ Surat Kirti Patel controversy: ટિકટોક સ્ટાર (Tiktok Star) અને સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં (Controversies) રહેતી કીર્તિ પટેલ (Kirti Patel) સામે વધુ એક ફરિયાદ પોલીસ (Surat Police) ચોંપડે નોંધાઈ છે. આ પહેલી વખત નથી અગાઉ પણ કીર્તિ પટેલ સામે અલગ-અલગ ગુનાઓ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. સુરતમાં કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ચાલકને રોકીને તેની સાથે બબાલ કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને તમામ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, સુરત જીલ્લાના કામરેજ ટોલ નાકા ખાતે તારીખ 19ની મોડી રાત્રે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ સહિત અન્ય લોકોએ ગાયો ભરેલી આઇશર ટેમ્પાને રોક્યો હતો. ત્યારબાદ તેની સાથે બબાલ કરી હતી અને ગાયને કતલખાને લઇ જવામાં આવે છે તેમ કહી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગંદી ગાળો બોલી ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. સાથે જ જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી. જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) પણ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મારામારીના દૃષ્યો જોવા મળ્યા હતા.

- Advertisement -

કીર્તિ પટેલ અને તેના સાથીઓએ આઈશર ટેમ્પા ચાલક સામે રોલા પાડીને બબાલ કરતા લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા. આ દરમિયાન કોઈક વ્યક્તિએ બબાલના દૃષ્યો કેમેરામાં કેદ કર્યા હતા. આ બનાવની જાણ કામરેજ પોલીસને થતા કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને ગાયો કતલખાને જાય છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે ગાય કતલખાને ન જતી હોવાનું જાણવા મળતા પોલીસે બીજા દિવસે ગાયો ભરેલા વાહનને છોડી દેવામાં આવ્યું હતું.

સમગ્ર મામલે કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર આર.બી. ભટોળે જણાવ્યું હતું કે, જાહેરમાં બખેડો ઊભો કરી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગાળો બોલી ભયનો માહોલ ઊભા કરવા બદલ કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર, વિરમ ભરવાડ સહિત અન્ય લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular