Sunday, August 16, 2026
HomeGeneralભાભર: શાળામાં છેડતીની ફરિયાદ લેવામાં તંત્રની બેદરકારીને કારણે ગુજરાતની દિકરીનો ભોગ લેવાયો

ભાભર: શાળામાં છેડતીની ફરિયાદ લેવામાં તંત્રની બેદરકારીને કારણે ગુજરાતની દિકરીનો ભોગ લેવાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાભર: ગુજરાતમાં કહેવાય છે કે ગુજરાતની મહિલાઓ અન્ય રાજ્યોની સરખામણીએ વધુ સુરક્ષિત છે, પરંતુ જ્યારે મહિલાની કોઈ ફરિયાદ હોય ત્યારે તેની સાથે કેવો વ્યવહાર થાય છે તે ગુજરાતની સાચી મહિલા સુરક્ષાની પોલ ખુલ્લી પડે છે. ગુજરાતનાં ભાભરની એક દિકરીનો જીવ જતા કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતી ઉઘાડી પડી છે. બનાસકાંઠાની એક વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી છે જેમાં તેણે વર્ણવેલી ઘટના સરકાર, પોલીસ અને તંત્રનું નાક કાપે તેવી છે. મૃતક દિકરીએ કથિત સુસાઈડ નોટમાં તેની સાથે શાળામાં થયેલા દુર્વ્યવહાર અને બાદમાં કરેલી ફરિયાદો બાદ પણ કોઈ નિરાકરણ નહીં મળ્યાનું જણાવ્યું છે.



યુવતીએ લખેલી કથિત સુસાઈડ નોટમાં તો પોલીસ અને મામલતદારની કાર્યવાહી પણ સવાલોના ઘેરામાં આવે તેવી સ્થિતિ જણાય છે. મળતી જાણકારી મુજબ બનાસકાંઠાના ભાભરમાં આવેલી એક રાધે ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી છે. ધોરણ-11ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યાની ઘટનામાં કેટાલય સવાલો પેદા થાય તેમ છે. કારણ કે વિદ્યાર્થીનીના મૃત્યુ બાદ 10 દિવસે પોલીસે શિક્ષકની ધરપકડ કરવાની તસ્દી લીધી છે. પરિવારનો દાવો છે કે, પોલીસે ફરિયાદ પણ ત્યારે લીધી જ્યારે અમે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, બનાસકાંઠાના ભાભર ખાતે આવેલી રાધે ઈન્ટરનેશન સ્કૂલની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. આ ઘટનાને 10 દિવસ થઈ ગયા છે. વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતાં પહેલા એક લેટર લખ્યો હતો જેમાં તેણે તેની સાથે થયેલી સઘળી ઘટનાનું વર્ણન કર્યું છે. જે પત્ર મુજબ જૂન 2021માં તેની છેડતી સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી હતી. બાદમાં લાલ રંગના મોબાઈલમાં રેકોર્ડ કરેલો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપતા હતા. જેના કારણે વિદ્યાર્થિની સખત તણાવમાં હતી. પોલીસે આ ઘટના મામલે ફરિયાદ દાખલ કરી ન હતી અને સમરી ભરી દિધી હતી તેવું પણ પત્રમાં જોવા મળે છે.



મૃતક વિદ્યાર્થિનીના સગા-સબંધી વચ્ચે ચર્ચાઓ ચાલે છે કે, ભાજપ નેતાની આ સ્કૂલ હોવાથી આ મામલો દબાવવામાં આવી રહ્યો છે. આ મામલે મૃતક દીકરીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મે બધાને કીધું હતું. મામલતદારને પણ, છતાં કોઇએ કઇ ન કર્યું. સ્કૂલના ટ્રસ્ટીઓએ કોર્ટ અને પોલીસને ફોડી એટલે મારે મરવું પડ્યું’

- Advertisement -

યુવતીએ સુસાઇડ નોટમાં ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ‘રાધે માં મુ ભણવા જતી હતી. મે મેથ્સ 11 સાયન્સમાં પંસદ કરેલું. ડેમો ક્લાસમાં 4 છોકરા અને શિક્ષક અમે એકલા હોતા. નાની-નાની વાતમાં મને ટચ કરતા અને મર ડર લાગતો. એટલે હું બોલતી ના. 28-6-21ના દિવસે તેમને મારા ડ્રેસનો કોલર ફાડીને છેડછાની કરી હતી. સ્કૂલમાં 2-3 દિવસ શિક્ષક રજા પર હતો. 5-7-21ના દિવસે શિક્ષક અને ચાર છોકરાઓએ મારી સાથે ખરાબ કામ કરેલું. લાલ કવરવાળો મોબાઇલ હતો જેમાં વીડિયો છે. શિક્ષકે મને ધમકી આપી કે જો કોઇને વાત કરીશ તો વીડિયો વાયરલ કરી નાખીશ. આથી મું ડરતી હતી…..’

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ]


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular