ચીનનું સ્ટીલ ઉત્પાદન ઘટી શકે છે પરિણામે આયર્ન ઓરના ભાવ પણ
2025માં ભારતની આયર્ન ઓર આયાત 7 વર્ષની ઊંચાઈએ 122 લાખ ટન
ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) : સ્ટીલ મિલોએ આયર્ન ઓરની યોજનાબદ્ધ ખરીદીનું વલણ અપનાવતા બજારમાં વેચવાલીનો ઉત્સાહ મોળો પડી ગયો છે. રોકાણકાર પેઢી બર્નસ્ટીને એવી આગાહી કરી છે કે 2026માં આયર્ન ઓરના સરેરાશ ભાવ પ્રતિ ટન 96 ડોલર રહેશે. ચીનના સ્ટીલ ઉદ્યોગ તરફથી કાચામાલની સતત માંગ અને આયાત જળવાઈ રહેતા સપ્ટેમ્બરથી ચીનમાં સરેરાશ 105 ડોલર સીએફઆર (કોસ્ટ એન્ડ ફ્રેટ) આસપાસ સ્થિરતા જળવાઈ રહી છે. અલબત્ત, મોટી તેજીનો આશાવાદ ટૂંકજીવી નીવડે તેમ છે.
રિસર્ચ પેઢી બીએમઆઈ 2026ની આગાહીમાં ખતરાની ઘંટી વગાડતા કહ્યું છે કે 2026માં આયર્ન ઓરના સરેરાશ ભાવ, 2025ના 97 ડોલરથી ઘટીને 95 ડોલર રહી શકે છે. આગેવાન આયર્ન ઓર વાયદા 2025માં સુધારો દાખવતા હતા. ડેલિયાન વાયદો 1.3 ટકા જ્યારે સિંગાપુર વાયદો 5.1 ટકા વધ્યો હતો. બર્નસ્ટીનનું એનાલિસીસ કહે છે કે 2026માં ચીનનું સ્ટીલ ઉત્પાદન ઘટી શકે છે, પરિણામે આયર્ન ઓરના ભાવ પણ.
2025માં ભારતની આયર્ન ઓર આયાત 7 વર્ષની ઊંચાઈએ પહોંચી, 122 લાખ ટન થઇ હતી. મૂળભૂત રીતે ભારતમાં ઊંચા ગ્રેડની આયર્ન ઓર ઉપલબ્ધ નથી થતી, તેથી અછત વર્તાય છે. સાથેજ જાગતિક ભાવ વાજબી હતા, સ્ટીલ ઉત્પાદકોને વાહનવ્યવહારનો ખર્ચ ભારે પડે છે, તેથી તેમને વિદેશમાં નજર દોડાવવી પડે છે. ભારત મુખ્યત્વે બ્રાઝિલ, ઓમાન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરે છે. આ આયતમાં 104 લાખ ટન આયાત, ફાઈન અને લમ્પસની હતી, જે વર્ષાનું વર્ષ બમણી થઇ ગઈ હતી. ભારતની કુલ આયાતમાં 96 ટકા એટલે કે 99 લાખ ટન જેએસડબ્લ્યુ સ્ટીલ કંપનીની હતી. 2026માં પણ આયાત 110થી 120 લાખ ટન સંભવિત છે. જો આગામી વર્ષે દેશની આયર્ન ઓર ઉત્પાદન ક્ષમતા કે ગુણવત્તા નહિ સુધારે તો આજ પ્રકારે વધતા દરે આયાત વધશે.
ચીનના મહત્તમ પોર્ટ પર આયાતી આયર્ન ઓરના મોટા ઢગલા ખડકાયા છે, ડેટા કન્સલ્ટન્સી માયસ્ટીલ કંપની કહે છે કે 8 જાન્યુઆરી સુધી સતત સાતમા સપ્તાહે સ્ટોક 1.9 ટકા વધીને વિક્રમ ઊંચાઈ 1627 લાખ ટન થયો હતો, જે અગાઉના વિક્રમ 1628 લાખ ટનની નજીક હતો. 2025માં પુરવઠા ભરાવી અને ચીનની નબળી માંગ આગાહી છતાં 2025નું વર્ષ હકારાત્મક રહ્યું હતું. સોમવારે ચીન સરકારે સ્થાનિક સ્ટીલ માંગ વધારવા માટે નવું પેકેજ જાહેર કરતા મંગળવારે બજારનો આંતરપ્રવાહ મજબૂતબ થયો હતો. ચીનના ડેલિયાન કોમોડિટી એક્સચેન્જ પર મે આયર્ન ઓર વાયદો 0.92 ટકા વધીને 822.5 યુઆન (117.92 ડોલર) પ્રતિ ટન જ્યારે સિંગાપુર ફેબ્રુઆરી વાયદો 0.68 ટકા વધીને 109.2 ડોલર મુકાયો હતો.
ટૂંકમાં કહીએ તો 2025માં વૈશ્વિક આયતમાં મોટો વધારો થવાને પગલે આયર્ન ઓરમાં અણધારી તેજી જોવા મળી હતી. જો 2026ના માંગ પુરવઠાના મજબૂત ફંડામેન્ટલ્સ જોઈએ તો ભાવ વૃદ્ધિ જળવાઈ રહેશે. અલબત્ત, રોકાણકારોએ આયર્ન ઓરની માંગ પુરવઠા સ્થિતિ પર સતત ધ્યાન રાખવાની જરૂર રહેશે. જો આમાં ક્યાંક ખાંચરો પડશે તો ભાવમાં પીછેહઠ માટે પણ તૈયારી રાખવી પડશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








