નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: પાંચ રાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં હવે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષે તૈયારી શરૂ કરી દીધી છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત રાજ્યની મુલાકાતે આવ્યા હતા ત્યાર બાદ ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સૌ કોઈના મનમાં વાત જાગી રહી છે કે ચૂંટણી ડિસેમ્બરમાં કે તે પહેલા…?
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સુરતની મુલાકાતે છે. આનંદીબેન એક મેડિકલ કોલેજના ખાતમહુર્તના કાર્યક્રમાં ઉપસ્થિત રહેવાના છે. સુરતમાં કિરણ હોસ્પિટલ દ્વારા 150 બેઠકો સાથે મેડિકલ કોલેજ શરૂ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ મેડિકલ કોલેજનું રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે ખાતમહુર્ત કરાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી CM ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેવાના છે.
સુરત મુલાકાત દરમિયાન આનંદીબેન પટેલ 100 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું ભગવાન મહાવીર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભૂમી પૂજન કરશે અને 46 કરોડના ખર્ચે તૈયાર થયેલી ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલનું ઉદ્ઘાટન પણ કરેશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી કેન્દ્રિય મંત્રી અને નેતાઓની ગુજરાતઆમાં અવર-જવર વધી રહી છે. તે જોતાં લોકોમાં ચૂંટણી મુદ્દે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












