નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ ઓન ક્રુઝ કેસમાં ક્લીનચીટ આપી છે. NCBએ મુંબઈની એક કોર્ટમાં 14 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં આર્યન ખાનનું નામ સામેલ નહોતું. આર્યન ખાન ઉપરાંત અવિન શાહુ, ગોપાલ જી આનંદ, સમીર સૈઘન, ભાસ્કર અરોરા અને માનવ સિંઘલ સામે પુરાવાના અભાવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. જો કે આર્યનની સાથે રહેલા અરબાઝ મર્ચન્ટ અને મૂનમૂન ધામેચાને ક્લીન ચિટ ન મળી, હવે તેમની સામે કેસ ચાલશે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ઓક્ટોબર 2021ની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી. ઘણી અદાલતી સુનાવણી અને 26 દિવસની લાંબી કસ્ટડી પછી બોમ્બે હાઈકોર્ટે 28 ઓક્ટોબરે તેમને જામીન આપ્યા. ઉલ્લેખનીય છે કે, 31 માર્ચે સ્પેશિયલ જજ વી.વી. પાટીલે ચાર્જશીટ દાખલ કરવા માટે એજન્સીને 60 દિવસનો સમય આપ્યો હતો. જો કે એજન્સીએ 90 દિવસનો સમય માંગ્યો હતો. બુધવારે પોતાનો આદેશ અનામત રાખતા પહેલા જસ્ટિસ પાટીલે લગભગ બે કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળી. એનસીબીએ આ કેસમાં આર્યન ખાન સહિત અન્ય 19 લોકોને આરોપી બનાવ્યા હતા. આર્યનને NCB દ્વારા 3 ઓક્ટોબરે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારમાં એક ક્રુઝ શિપમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
![]() |
![]() |
![]() |











