નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: રાજકોટમાં એક ચોકાંવનારી ઘટના સામે આવી છે. એક પરિણીતાની જિંદગી તેના જ સાસરી પક્ષના લોકોએ નરક બનાવી દીધી છે. પૈસા કમાવવાની લાલચમાં અંધાળા બનેલા સાસુ-સસરા સાથે પરિણીતાના પતિએ પણ આ પાપના ભાગીદારી બની પિરણીતાની આબરૂ વેચી નાખી છે. પીડિતાના આક્ષેપ છે કે, તેના સાસુ-સસરા અને પતિ બળજબરીપૂર્વક તેના અશ્વલીલ વિડીયો બનાવડાવી પોર્ન સાઈટ પર મૂકતા હતા. આટલેથી ન અટકતા નરાધમોએ પીડિતાને અશ્લીલ વિડીયોના લાઈવ શો પણ પોર્ન સાઈટ ઉપર બતાવતા હતા. આ સમ્રગ ઘટનાને લઈ આજે પીડિતાએ સાસુ-સસરા અને પતિના કાળા કારોબારનો પર્દાફાશ સાયબર ક્રાઈમ સમક્ષ કરતા સાયબર ક્રાઈમની (Cyber Crime) ટીમ પણ ચોંકી ગઈ હતી. આ મામલે તાત્કાલિક પીડિતાની ફરિયાદ નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પીડિતાએ સાયબર ક્રાઈમને આપેલી ફરિયાદ મુજબ, પીડિતાને આરોપીઓ દ્વારા સેકસ્યુઅલ એક્સપ્લોઈટેશન અને સેકસ્યુલ અબ્યુસમેન્ટ કરવામાં આવતું હોવાનો હોવાનો પીડિતાએ આરોપ કર્યો છે. ફરિયાદમાં તેણે કહ્યું છે કે, પૈસા કમાવાની લાલચમાં પતિ અંગતપળોના ન્યૂડ વિડીયો ઉતારી સસરાને મોકલતો હતો અને આ વિડીયો સસરા પોર્ન સાઈટ ઉપર મુક્તા હતા. જેમા માટે સસરાએ એક ગ્રુપ પણ બનાવ્યું હતો. લોકો પાસેથી પૈસા લઈને આ અશ્વલીલ વિડીયો મોકલવામાં આવતા હતા. આ બાબતની જાણ પીડિતાએ સાસુને કરતા તેઓ ઉલટાનું સસરાનું ઉપરાણું લઈ પીડિતાને ખોટી સાબિત કરી હતી અને સસરાના કાંડની સહભાગી બની હતી. તેમજ સસરાએ પીડિતાના રૂમમાં CCTV કેમેરા પણ લગાવ્યા હતા. જ્યારે પતિ બળજબરીથી પીડિતા સાથે શારિરીક સબંધો બાંધતા તમામ દૃશ્યો CCTVમાં જોતા હતા.
પીડિતાએ આક્ષેપ કર્યા છે કે, સસરા દક્ષિણ આફ્રિકાની એક કોલગર્લ પણ લાવ્યા હતા. સસરાએ કહ્યુ કે મારો પુત્ર જેમ યુવતી સાથે સબંધ બાંધે તેવા સબંધો તને બાંધવા પડશે. પીડિતાની ઈચ્છા ન હોવા છતાં તેનો પતિ તેની જોડે બળજબરીપૂર્વક શારિરીક સબંધો બાંધતો હતો અને બિભત્સ વિડીયો બનાવી વેબ સાઈટ પર મૂકતો હતો. જેમાં 10 વખત અશ્લીલ લાઈવ શો પણ કરાવ્યા હોવાના સામે આવ્યું છે. સાથે સસરા પીડિતાને કહેતા કે તારા ન્યૂડ વિડીયો પોર્ન સાઈટ ઉપર મૂક્યા છે. જેનાથી લોકો ટોકન લેશે જે ટોકન બીટ કોઈનમાં બદલાશે અને આપણને ભારતીય ચલણમાં પૈસા મળશે. જોકે પીડિતા આ કૃત્ય કરવા માગતી ન હતી અને આ નરાધમોના ચંગુલમાંથી છૂટી પિયર જતી રહી. જ્યાં નરાધમો પિયર પણ આવી ગયા હતા તેને બળજબરીથી ઘરે લાવી તેના પર અશ્લીલ વિડીયો બનાવવા દબાણ કરતા હતા. તેમજ આ કામ નહીં કરે તો માર પણ મારતા હતા. જે બાબતથી કંટાળી મહિલાએ સાયબર ક્રાઈમમાં સમ્રગ મામલે પતિ, સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે દુષ્કર્મ અને IT એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.
આ મામલે સાયબર સેલના ACP વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રહેતી એક યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ આપી હતી કે તેનો પતિ, સસરા અને સાસુ તેને માનસિક ત્રાસ આપતા હતા. તેમજ યુવતી પાસે બળજબરી પૂર્વક પોર્ન વિડીયો બનાવડાવી તેને વેબસાઈટસ પર મૂકી પૈસા કમાવતા હતા. જેમાં એડલ્ટ વેબકેમ સર્વિસ કે જ્યાં લોકો પૈસા આપીને ન્યૂડ વિડીયો જોતા હોય છે. ત્યાં વિડીયો તેમજ લાઈવ મૂકતા હતા આ મામલે અમે પીડિતાની ફરિયાદના અધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








