Sunday, May 3, 2026
HomeGeneralઅરવલ્લી: માઝુમ કેનાલ લીકેજ થતા ગરીબ ખેડૂત પર આભ તૂટી પડ્યું, ઘઉંના...

અરવલ્લી: માઝુમ કેનાલ લીકેજ થતા ગરીબ ખેડૂત પર આભ તૂટી પડ્યું, ઘઉંના પાકનો સોથ વળ્યો, સિંચાઈ વિભાગની લાલીયાવાળી

- Advertisement -

નવજીવન.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં સિંચાઈ યોજના અંતર્ગત ડેમ માંથી પાણી વિવિધ કેનાલ મારફતે ખેડૂતોને પૂરું પાડવામાં આવે છે. જીલ્લામાંથી પસાર થતી કેનાલના નિર્માણ, સમારકામ અને સાફ સફાઈ માટે વર્ષે દહાડે લાખ્ખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો કરવા છતાં કેનાલમાં ભંગાણ સર્જાતા લાખ્ખો લીટર પાણી વેડફાટ સાથે ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો ખેતરમાં ઉભો પાક નષ્ટ થઈ જતા અનેક વાર મુશ્કેલીમાં મુકવાનો વારો આવ્યો છે. કેનાલનું સમારકામ કરતા કોન્ટ્રાકટર અને અધિકારીઓની મીલીભગતથી સિંચાઈ વિભાગમાં દર વર્ષે કરોડો રૂપિયાનું કૌભાંડ આચારવમાં આવતું હોવાની લોક ચર્ચાએ ચકચાર મચાવી છે.




કુદરતી આફતની થપાટમાંથી અરવલ્લી જીલ્લાના ખેડૂતોને હામ વળી નથી. ત્યારે માનવસર્જિત આફતથી ખેડૂતોની હાલત દયનિય બની છે. કોલીખડ-ગારૂડી રોડ પર આવેલી માઝુમ કેનાલ બંને બાજુથી લીકેજ થતા હજ્જારો લીટર પાણીનો વેડફાટ થવાની સાથે કેનાલની બાજુમાં આવેલા એક ગરીબ ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળતા ખેતરમાં વાવણી કરેલા ઘઉંના પાકનો સોથ વળી જતા ગરીબ ખેડૂત પર આભ તૂટી પડ્યું છે. ખેડૂતે તેની ખેતી નિષ્ફળ જતા સિંચાઈ વિભાગ દ્વારા સહાય ચુકવવા માટેની માગ કરી હતી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular