નવજીવન ન્યૂઝ. ગોધરા: પંચમહાલ SOG પોલીસે ગોધરા બાયપાસ રોડ ગદુકપુર ચોકડી પાસેથી પસાર થતી ટ્રકના કન્ટેનરમાં કતલ કરવાના ઇરાદે ક્રૂરતાપુર્વક દયનીય હાલતમાં બાંધી લઇ જવાતા ૩૩ જેટલા ગૌવંશને બચાવી લેવાયા હતા. ગૌવંશોને પરવડી ખાતે આવેલી જીવદયા કલ્યાણ ખાતે મોકલી આપવામા આવ્યા હતા. પોલીસે આ મામલે ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં ગૌવંશની કતલ તથા ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરીની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલી સુચનાના આધારે SOGના પોલીસ ઇન્સ્પેકટર એમ. પી. પંડયાને બાતમી મળી હતી કે લુણાવાડા હાઇવે રોડ તરફથી એક ટાટા ટ્રક કન્ટેનરમાં ગૌવંશ ભરી લઇ ગોધરા તરફ આવે છે અને વડોદરા તરફ જતા હતા. આથી SOG શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. મુધવા તથા પોલીસ સ્ટાફના માણસો ગોધરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં ગદુકપુર ચોકડી પાસે વોંચમા હતા. દરમિયાન બાતમી મુજબના નંબરવાળી ટાટા ટ્રક કન્ટેનર આવતા ઉભી રખાવી કોર્ડન કરી ત્રણ ઈસમોને પકડી લીધા હતા અને કન્ટેનરમાં તપાસ કરતા ગૌવંશને ગળામાં તેમજ પગમાં ટુંકા દોરડા વડે ક્રૂરતાપુર્વક બાધી રાખ્યા હતા અને પાણી કે ઘાસચારાની વ્યવસ્થા રાખી ન હોય ગૌવંશને કતલ કરવાના ઈરાદે ભરી લઈ જતા હોય જેથી તાત્કાલીક સુરક્ષિત રીતે જીવદયા પાંજરાપોળ પરવડી ખાતે લઈ ગયા હતા. SOG પોલીસે કુલ રૂા.૧૪,૧૬,૦૧૦ લાખનો મૂદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












