જય અમીન(નવજીવન ન્યૂઝ. અરવલ્લી) :અમદાવાદ-ઉદેપુર હાઇવે નં-48 જાણે હવે ‘ડેથ હાઈવે’ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
શામળાજી નજીક અણસોલ ચેકપોસ્ટ પાસેના સર્વિસ રોડ પર બે બાઈક સામસામે ભટકાતા ભયાનક અકસ્માતની ઘટનામાં બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. ચાર યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.
અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. મૃતકોના પરિવારજનો અને સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
હોળી-ધૂળેટીના પવિત્ર તહેવાર નિમિત્તે પોતાના વતન જઈ રહેલા બે યુવકોના અકસ્માતમાં મોત નીપજતા મૃતક યુવકોના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. હોળી ધુળેટીનો રંગારંગ પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો. મૃતકમાં ભિલોડા તાલુકાના ખીલોડા ગામના અને રાજસ્થાનના બીછીંવાડાના ચાલોડા ગામના યુવકનું મોત નીપજ્યું હતું .અકસ્માતમાં ઈજાગ્રસ્ત ચાર યુવકોની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. અકસ્માતમાં મૃતક આંક વધી શકે છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








