જય અમીન (અરવલ્લી, નવજીવન ન્યૂઝ):અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે.નં 48 પર રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાનના ખજૂરી પાસે સર્પાકર ઢાળમાં વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી જતા ટેન્કરમાંથી સફેદ કલરના ગેસ જેવા કેમિકલના ફુવારા ઉડતા હાઇવે પર ભારે અફરા તફરી મચી હતી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો અકસ્માતના પગલે શામળાજી સુધી 15 કિમી ટ્રાફિકજામ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર,બીછીવાડાના ખજૂરી ગામ પાસે કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે વળાંકમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર ટેન્કર પલ્ટી ગયું હતું ટેન્કરમાંથી સફેદ ધુમાડા જેવું કેમિકલના ઉંચા ફુવારા ઉડતા હવામાં સફેદ ચાદર છવાઈ હતી વાહનચાલકો ભયના માર્યા હાઇવે પર અટકી પડ્યો હતો પોલીસ દોડી આવી વાહનવ્યવહાર બંધ કરાવતા શામળાજી સુધી 15 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો.
ખજૂરી નજીક કેમિકલ ભરેલ ટેન્કર પલ્ટી જતા
રાજસ્થાન પોલીસ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી કેમિકલ લીકેજને અટકાવી રોડ પરથી ક્રેનની મદદથી રોડ પરથી હટાવી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ હાઈવે પરના ભયના દ્રશ્યોએ લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા.ટેન્કર પલ્ટી જતા ત્રણ ચાર વાહનો એકબીજા સાથે ટક્કરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








