Wednesday, February 18, 2026
HomeGeneralદારૂબંધીના ધજાગરા : ભિલોડા એસ.ટી.ડેપો મેનેજર પીધેલી હાલતમાં ઝડપાયો,બસ સ્ટેન્ડ દારૂની મહફિલનો...

દારૂબંધીના ધજાગરા : ભિલોડા એસ.ટી.ડેપો મેનેજર પીધેલી હાલતમાં ઝડપાયો,બસ સ્ટેન્ડ દારૂની મહફિલનો અડ્ડો…!!

- Advertisement -

જય અમીન (અરવલ્લી.નવજીવન ન્યૂઝ) :ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવતા ચકચાર મચી હતી. રાજ્યમાં અનેક વાર નશો કરેલી હાલતમાં બસ ડ્રાઇવર કંડક્ટર મળી આવતા અને નશામાં ચકચૂર બની બસ ડ્રાઇવર અકસ્માત સર્જાતા હોવાથી તંત્રએ બ્રેથ એનાલાઇઝર મશીનથી બસ ડ્રાઇવર કંડક્ટરની તપાસ કરવાનો નિયમ કર્યો હતો. જોકે આ નિયમની અમલવારી કાગળ પર રહી ગઈ છે. બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવાની અમલવારી કરવાની જેના માથે છે તે જ ડેપો મેનેજર દારૂ પીધેલી હાલતમાં પકડાઈ જતા અનેક સવાલ પેદા થયા છે.

ભિલોડા એસટી ડેપોમાં મેનેજર તરીકે ફરજ બજાવતો જિજ્ઞેશ ઋષિકેશ બૂચ (રહે,એસ.ટી.કોલોની મોતીબાગ રોડ) રવિવારે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં લથડિયાં ખાતો હોવાની જાણ પોલીસવાનને થતાં બસ સ્ટેન્ડ નજીકથી દબોચી લીધો હતો. ભિલોડા ડેપો મેનેજરની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ભિલોડા એસટી ડેપોનો મેનેજર પીધેલી હાલતમાં ઝડપાઈ જતા એસટી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ભિલોડા નગરના લોકો પણ ચોંકી ઊઠ્યા હતા ડેપો મેનેજર મોટે ભાગે નશામાં ધૂત રહેતો હોવાની એસટી કર્મીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

- Advertisement -

ભિલોડા એસટી ક્વાટર્સમાં રહેતો ડેપો મેનેજર જિજ્ઞેશ બૂચ ક્વાટર્સમાં દરરોજ સાંજે દારૂની મહેફિલ જમાવતો હોવાની અને આ દારૂની મહેફિલમાં કેટલાક એસટી કર્મીઓ પણ જામ પર જામ છલકાવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular