જય અમીન (અરવલ્લી.નવજીવન ન્યૂઝ): અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરની નામાંકિત શૈક્ષણિક સંકુલ આર.જી.બારોટ કોલેજના રાજકીય દબદબો ધરાવતા ટ્રસ્ટી વિવાદમાં આવ્યા છે. કોલેજ બસના ડ્રાઇવર સાથે બોલાચાલી કરનાર વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બોલાવી લાકડી વડે માર મારવામાં આવ્યો. વિદ્યાર્થીને વધુ પડતો માર મારતા અને ગાલ પર લાફા ઝીંકી દેતા શરીરે ઈજાઓ પહોંચી હતી. કોલેજના શૈક્ષણિક સ્ટાફે સારવાર કરાવવાના બદલે તેને એક અઠવાડિયા સુધી રજા લઇ ઘરે લઇ જવાનું જણાવી દીધું હતું. ઘરે લઇ ગયા બાદ વિદ્યાર્થિની તબિયત લથડતા સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર લઇ જવા જણાવ્યું હતું. વિદ્યાર્થીની માતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ભિલોડાના રાવતાવાડા ગામનો અનુ.જનજાતિ સમાજનો વિદ્યાર્થી ભિલોડાની આર.જી.બારોટ કોલેજ કેમ્પસમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીના મિત્રએ કોલેજ બસના ડ્રાઇવર પાસે પાણી માંગતા બસ ચાલક ઉશ્કેરાઈ જતા બંને વચ્ચે બોલાચાલી થતાં ભોગ બનનાર વિદ્યાર્થી વચ્ચે પડી ઝગડો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટનાની જાણ આર.જી.બારોટ કોલેજના યુવા ટ્રસ્ટી દેવાંગ બરોટને થતાં મગજનો પારો આસમાને પહોચતા મગજ પરથી કાબૂ ગુમાવી ડ્રાઇવર સાથે બોલાચાલી કરનાર વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર બોલાવી લાકડી વડે માર મારવાનું ચાલુ કરતા અને ગાલ પર લાફા ઝીંકતા વિદ્યાર્થીને શરીરે ઈજાઓ પહોંચી હતી શૈક્ષણિક સ્ટાફે વિદ્યાર્થીના ઘરે ફોન કરી જણાવતા પરિવારજનો દોડી આવ્યા હતા એક સપ્તાહ ઘરે લઇ જવાનું જણાવતા પરિવારજનો ઘરે લઇ ગયા હતા રાત્રે વિદ્યાર્થીને દુખાવો થતાં પરિવારજનો તાબડતોડ ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર લઇ જવા જણાવતા તજવીજ હાથધરી હતી અનુ.જન જાતી સમાજના વિદ્યાર્થિને માર મારી જાતી વિષયક અપશબ્દો બોલતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છવાયો હતો
ભિલોડા પોલીસે રાવતાવાડાના હંસાબેન સુરેશભાઈ બરંડાની ફરિયાદના આધારે આર.જી.બારોટ કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ સામે BNS-2023 કલમ 115(2),એટ્રોસિટી એક્ટ અને જીપીએક્ટ કલમ-135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








