નવજીવન ન્યૂઝ. અમરેલી: અમરેલીના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીની દબંગાઈ સામે આવી છે. ડુંગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પર જુગારમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસ પૈસા માગતા હોવાનો હીરા સોલંકીએ આક્ષેપ કર્યો હતો. હીરા સોલંકીના દબંગાઈનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોલીસકર્મીને જાહેરમાં જ ધમકી આપીને પટ્ટા ઉતારી નાખવાની વાત કરી રહ્યા છે.
અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ હીરા સોલંકી પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસકર્મી સાથે દાદાગીરી કરતાં હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો ડુંગર પોલીસ મથકનો હોવાનો અનુમાન લાગવામાં આવી રહ્યું છે. રાજુલાના સાજણાવાવ ગામમાં જુગારની મહેફિલ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસે રેડ કરી હતી. જુગાર રમતા યુવાનો પાસેથી પોલીસે રૂપિયા માગયા હોવાનો યુવાનોએ આક્ષેપ કર્યો હતો.
આ મામલાની જાણ પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીને થતાં તેઓ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. જ્યાં પોલીસ સ્ટેશનમાં હીરા સોલંકી આક્રમક મૂડમાં દેખાયા હતા. તેમણે પોલીસ કર્મીને પટ્ટા ઉતારી લેવાની આપી ધમકી, જુગાર કેસમાં પકડાયેલા લોકોને કહ્યું હતું કે કોઈ પૈસા આપતા નહીં, ધારાસભ્ય દબંગાઈ કરતાં હોવા છતાં પણ પોલીસકર્મી સાહેબ…સાહેબ…કરતા રહ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











