Saturday, April 20, 2024
HomeGeneralકુંવરજી બાવળીયા સમાજમાં રાજકારણ કરવા જતાં "અખિલ ભારતીય કોળી સમાજ" ના પ્રમુખ...

કુંવરજી બાવળીયા સમાજમાં રાજકારણ કરવા જતાં “અખિલ ભારતીય કોળી સમાજ” ના પ્રમુખ પદેથી સસ્પેંડ કરાયા

- Advertisement -




દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ, સુરત ગ્રામ્ય): ભાજપ પક્ષના માજી મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના તત્કાલિન પ્રમુખ સાથે રાજકીય અને સમાજિક સ્થળે મોટું કદ ધરાવતા કુંવરજી બાવળીયાના સમાજમાં પ્રમુખ પદ માટે ઊભા થયેલા વિવાદ બાદ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી બાદ રવિવારે મળેલી જનરલ સભામાં કુંવણજી બાવળીયાને પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખ પદને લઈને લાંબા સમયથી ચાલતા આવેલા વિવાદનો રવિવારે કામરેજ ખાતે મળેલી જનરલ સભામાં માજી મંત્રી કુંવરજી બાવળીયાને સસ્પેંડ કરવાનો ખાસ ઠરાવથી નિર્ણય લેવાતા અંત આવ્યો છે. ત્યારે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખ પદ માટે ચાલતા આવેલા વિવાદ સંદર્ભે હાલના પ્રમુખ અજિતભાઈ એન.પટેલે માહિતી આપતા જણાવ્યુ હતું કે કુંવરજી બાવળીયાને ત્રણ ટર્મ સુધી સમાજના પ્રમુખ રહ્યા બાદ 10/06/2020 ના રોજ તેમનો કાર્યકાર પૂર્ણ થતો હોવા છતાં એક વર્ષ માટે કાર્યકાર લંબાવ્યા બાદ 10/06/2021 ના રોજ કાર્યકાર પૂર્ણ થયા બાદ પ્રમુખ ન હોવા છતાં પોતાને પ્રમુખ માની મનસ્વી રીતે સંગઠનની ખોટી રીતે કામગીરી કરતાં આવેલા.



સામજના મોભિઓના જણાવ્યા અનુસાર, અજમેર ખાતે જનરલ સભા બોલાવવાની વાતે કુંવરજી બાવળીયાએ વિરોધ કરી સદર સભા દિલ્હી ખાતે બોલાવવાની ખોટી જીદ કર્યા બાદ તેઓ સતત સમાજ વિરોધી પ્રવૃતિ કરવા સાથે જ મનસ્વી રીતે દિલ્હી ખાતે બેઠક બોલાવી કેટલાક માનીતા લોકોને હાજર રાખી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલાનું ખોટું ચલાવતા આવેલા. જ્યારે તેમની સમાજ વિરોધી કામગીરી બાબતે મંડળના હોદેદારો અને સમાજના આગેવાનો દ્વારા મનાવવાની કોસીસ કરવા છતાં તેઓ માનવા તૈયાર ન હતા. આટલુ જ નહીં ત્યાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્ર્મનો પણ તેમણે વિરોધ કર્યો. ત્યારે સમાજના પ્રમુખ પદે રહીને કુંવરજી બાવળીયા ભાજપ પક્ષમાં મંત્રી સુધીનો માન મોભો મેળવ્યા બાદ પણ સમાજ વિરોધી પવૃતિ કરવાની બાબતને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના હોદ્દેદારો સાથે સમાજના આગેવાનોએ ખુબ જ ગંભીરતાથી લીધી હતી.

- Advertisement -

અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી નો 14 તારીખને શનિવારે કામરેજ ખાતે યોજાયેલા સુવર્ણ જયંતિ મહોત્સવની પત્રિકામાંથી પણ કુંવરજી બાવળીયાનું સંગઠનના પ્રમુખ તરીકે નામ દૂર કરી અજિત એન.પટેલને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બતાવ્યા હતા. ત્યારે રવિવારે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીની કામરેજ ખાતે મળેલી જનરલ સભાનો મુખ્ય એજન્ડા પણ કુંવરજી બાવળીયા બાબતે નિર્ણય લેવાનો રાખવામાં આવતા તેઓ સંગઠનના પ્રમુખ ન હોવા છતાં પોતે પ્રમુખ હોવાનું કહી સંગઠનના નામે મનસ્વી રીતે ખોટા વહીવટ અને ખોટી પવૃતિ કરવાની બાબતને ગંભીરતાથી લઈને કુંવરજી બાવળીયાને અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના પ્રમુખ પદેથી દૂર કરવાનો ખાશ ઠરાવ કરી નિર્ણય લેવાયો છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular