આજે ગુરુવારે બપોરે 1:40 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ કર્યા બાદ અચાનક જ ક્રેશ થઇ ગઇ હતી. આ વિમાન અમદાવાદના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું. જાણવા મળ્યું છે કે આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી પણ સવાર હતા. આ પ્લાન દુર્ઘટનામાં 100 લોકોના મોતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિમાનમાં 242 મુસાફરો સવાર હતાં.
ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ સહિતની એજન્સીઓ દ્વારા બચાવી કામગીરી શરુ કરવામાં આવી છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.