Monday, July 6, 2026
HomeGeneralઅમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી દર્દીએ છલાંગ લગાવી જીવન ટુંકાવ્યુ

અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી દર્દીએ છલાંગ લગાવી જીવન ટુંકાવ્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલ આમ તો દર્દીઓની સારવાર કરવાનું કામ કરે છે, પણ આજે હોસ્પિટલની બિલ્ડીંગ ઉપરથી એક વ્યક્તિએ છલાંગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યાર બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે સારવાર માટે પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.


આજે યુએન મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી એક દર્દીએ પોતાનું જીવન ટૂંકાવવા માટે છલાંગ લગાવી હતી. જો કે તે દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થયું ન હતું એટલે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર સુધી પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. પ્રાથમિક માહિતી મુજબ દર્દીની ઉંમર 56 વર્ષ છે અને મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

- Advertisement -

દર્દીના આત્મહત્યાના પ્રયાસ બાદ હોસ્પીટલમાં ભાગદોડ થઈ ગઈ હતી, લોકોએ ઘટના અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા મળતી પ્રાથમિક જાણકારી મુજબ દર્દીએ પોતાની બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે. દર્દીની ઓળખ કરવામાં આવી રહી છે. ઉપરાંત દર્દી પાસેથી કોઈ અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular