Thursday, April 25, 2024
HomeGeneralગુજરાત પોલીસની મોટી સફળતાઃ ઓડિશામાં આલીશાન બંગલો અને બેન્ક એકાઉન્ટ કર્યા સીઝ,...

ગુજરાત પોલીસની મોટી સફળતાઃ ઓડિશામાં આલીશાન બંગલો અને બેન્ક એકાઉન્ટ કર્યા સીઝ, સ્મગલરની સંપત્તિ કરી જપ્ત

- Advertisement -

નવજીવન ન્ચૂઝ.સુરતઃ ઓડિશામાં રહીને ગુજરાતમાં ડ્રગ્સના ધંધાનું હેંડલિંગ કરતો ડ્રગ માફિયા અનિલ પાંદીને ગુજરાત પોલીસનો માઠો અનુભવ થયો છે. ગુજરાત પોલીસ દ્વારા ઓડિશામાં ગંજામમાં ડ્રગમાફિયા અનિલ પાંદી સામે કરાય્વાહી કરીને તેનો ઓડિશાના ગંજામમાં આવેલો આલીશાન બંગલો સીઝ કરી લીધો છે. ઓડીશા અને ગુજરાત પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં અનિલ પાંદીને મોટો ફટકો પડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એસટીએફની સાથે મળી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે ઓડિશામાં જ અન્ય એક ડ્રગ સ્મગલરની સંપત્તિ પણ જપ્ત કરી લીધો હોવાના અહેવાલો છે. આ અનિલ પાંદી 11 કેસમાં વોન્ટેડ છે. ડ્રગ્સની હેરાફેરીના કેસ પૈકીના લગભગ સાત કેસ તો માત્ર સુરતમાં છે,



- Advertisement -

અમદાવાદમાં બે, રાજકોટમાં અને જુનાગઢમાં એક એક કેસ પણ અનિલ પાંદી સામે નોંધાયેલા છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે આ અંગે પ્રકાશ પાડતા જાણકારી આપી હતી કે, અનીલ પાંદી ગુજરાત અને ઓડિશામાં ડ્રગ્સની દાણચોરી અને ખાસ કરીને ગાંજાના અનેક ગુનાઓમાં વોન્ટેડ છે. પોલીસે ઓડિશા પોલીસ સાથે વાત કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ મિલકતો પર કાર્યવાહી કરવાની ખાતરી આપી. ડ્રગ્સના ધંધામાં કરોડોની કમાણી કરનારા આવા શખ્સોને આર્થિક રીતે સાવ ભાંગી નાખી પોલીસ તેમને પાંગળા કરી નાખી કાર્યવાહી કરી રહી છે. અહીં તસવીરમાં આપ તેનો વૈભવી બંગલો જોઈ શકો છો. ઓડિશામાં 2.5 કરોડની મિલકત અને તેના બેન્ક એકાઉન્ટમાં પડેલા 26 લાખ રૂપિયા પણ પોલીસે સિઝ કરી લીધા છે.


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular