નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન નિષ્ઠુર બની જતાં હોય છે, તેવી એક સામાન્ય માન્યતા છે. પરંતુ પોલીસની ખાખી વર્દીની અંદર પણ એક માણસ છે, તેવો એક કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) સામે આવ્યો છે. એક યુવકને રસ્તામાં જ છાતીમાં દુખાવો (Chest Pain) શરૂ થયો તો તેણે પોલીસ ચોકીમાં રહેલા પોલીસકર્મીને આ અંગે જાણ કરી હતી. ત્યાર બાદ ફરજ પર હજાર પોલીસકર્મીએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને (108 ambulance) જાણ કરી અને એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી પ્રાથમિક સારવાર આપીને યુવકનો જીવ બચાવ્યો હતો. પોલીસની આ ઉમદા કામગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો અમદાવાદ પોલીસના (Ahmedabad Police) વખાણ પણ કરી રહ્યા છે.
પ્રાથમિક જાણકારી મુજબ, અમદાવાદના કાલુપુર સર્કલ પાસે સાંજના સમયે 35 વર્ષીય રફીક હામિદ શેખ કાલુપુરથી કામ અર્થે એકટિવા પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ સિગ્નલ પર ઉભા હતા ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. જેના પગલે તેઓ સિગ્નલ પાસે આવેલી પોલીસ ચોકીમાં છાતીમાં દુખાવો હોવાની જાણ કરી જમીન પર ઢળી પડ્યા હતા. જ્યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક જવાનો તાત્કાલિક રફીક હામિદ શેખની મદદે દોડી આવ્યા હતા અને તેમની છાતીના ભાગે CPR આપી તાત્કાલિક 108 એમ્બયુલન્સને કોલ કરી હામિદ શેખની વધુ સારવાર માટે નજીકમાં આવેલી શારદા બેન હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. હાલ હમીદ શેખની તબિયત સારી હોવાનું સામે આવ્યુ છે. ટ્રાફિક પોલીસની આ કામગીરીની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. પોલીસના સમયસૂચકતા કારણે એક યુવકનો જીવ બચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પોલીસ કર્મચારીઓને CPR ટ્રેંનિગ આપવામાં આવી હતી. જેનો હેતુ હાર્ટ અટેક દરમિયાન કેવી રીતે લોકોની મદદ કરી તેમનું જીવન બચાવી શકાય તે માટેનો છે, આ CPR ટ્રેનિંગના કારણે આજે એક વ્યકિતનો જીવ પોલીસે બચાવ્યો છે.
Tag: Ahmedabad Latest News Today, Ahmedabad Traffic Police, CPR
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








