Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadદિલ્હીની જેમ અમદાવાદમાં પણ 'મોદી હટાવો દેશ બચાવો'ના લાગ્યા પોસ્ટર

દિલ્હીની જેમ અમદાવાદમાં પણ ‘મોદી હટાવો દેશ બચાવો’ના લાગ્યા પોસ્ટર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ દિલ્હીમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટી (AAP) પોસ્ટર વિવાદમાં આવી હતી. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં “મોદી હટાવો દેશ બચાવો”ના બેનર્સ લાગ્યા હતા. આ મામલે દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા 100 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હોવાનો ‘આપ’નો દાવો હતો. જોકે દિલ્હી બાદ હવે આમ આદમી પાર્ટીની પોસ્ટર રાજનીતી અમદાવાદમાં પણ જોવા મળી છે. કારણ કે દિલ્હીમાં જે પ્રકારનો પોસ્ટર લગાવીને આપ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તે જ પ્રકારે અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

દિલ્હીમાં થોડા સમય પહેલા આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ વિસ્તારમાં મોદી હટાવો દેશ બચાવોના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર અંગે દિલ્હી પોલીસ દ્વારા આપના કેટલાક કાર્યકરો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે અમદાવાદના વિવિધ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આ જ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જો કે પોસ્ટર અંગે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા હજુ સુધીમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.

- Advertisement -

અમદાવાદમાં ગઈકાલે રાત્રિના સમયે આમ આદમી દ્વારા સરદારનગર, વટવા, મણિનગર સહિતના વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. આ મામલે આપ ગુજરાત દ્વારા ટ્વીટર પર એક પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં પોસ્ટર લગાવતા હોવાની તસવિરો સહિત લખાણ લખવામાં આવ્યું છે કે, અમદાવાદમાં ઠેર ઠેર લાગ્યા “મોદી હટાવો, “દેશ બચાવો” ના બેનરો. આ જ લખાણ સામે ભ્રષ્ટ ભાજપના ઈશારે દિલ્હીમાં ૧૦૦થી વધુ FIR નોંધવામાં આવેલી છે. અમદાવાદમાં લાગેલા બેનર્સે સાબિત કર્યું કે જનતા તાનાશાહી સામે ઝૂકશે નહીં. ત્યારે દિલ્હી પોલીસની જેમ ગુજરાત પોલીસ દ્વારા પોસ્ટર અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular