Friday, September 22, 2023
HomeGujaratAhmedabadઅમદાવાદ-વડોદરાની સવારી થશે મોંધી, એક્સપ્રેસ વેના ટોલ ફીમાં વધારો

અમદાવાદ-વડોદરાની સવારી થશે મોંધી, એક્સપ્રેસ વેના ટોલ ફીમાં વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે (Vadodara-Ahmedabad Express Highway) પર ચાલવું હવે વધારે મોંઘુ થવા જઈ રહ્યું છે મોંઘું. મળતા સમાચાર મુજબ અમદાવાદ અને વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ (TollTax) માં રૂપિયા 5થી 70નો વધારો કરવામાં આવ્યો છે. આ ટોલ ફીમાં થયેલો વધારો આગામી તારીખ 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારના વાહનનો માટે ટોલ ટેક્સમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ટોલના ભાવમાં વધારો થતા હવેથી કાર, જીપ, વાન અને LMV (લાઈટ મોટર વ્હિકલ) પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્ષ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. અમદાવાદથી નડિયાદની સીંગલ ટ્રીપ માટે રૂ. 65 અને રીટર્ન ટ્રીપના રૂ. 95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂ. 85 અને રીટર્ન ટ્રીપ રૂ. 125 થશે. ઉલ્લખનીય છે આ ભાવ વધારાની જાહેરાત IRB કંપની દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -
આ પણ વાંચો: વડોદરા: આ PSI ફરી વિવાદમાં, જનતા ન્યાય મેળવવાના મૂડમાં, શું પોલીસ પોલીસને છાવરશે કે ન્યાય કરશે?

મહત્વની વાત છે આ ભાવ વધારા પહેલા અમદાવાદથી વડોદરાની ટોલ ટેક્સ ફી કાર, જીપ, વાન અને હળવા વાહન માટે સીંગલ ટ્રીપ રૂ. 125 અને રીટર્ન ટ્રીપ ફી રૂ.190 હતી. જોકે હવે વડોદરાથી આણંદ, નડિયાદ, ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે. જેમાં ગૂડ્સ સર્વિસ, સરકારી ટ્રાન્સપોર્ટ, ખાનગી ટ્રાન્સપોર્ટ, પ્રાઈવેટ વ્હીકલ મોટી સંખ્યામાં પસાર થતાં હોય છે. ત્યારે આ ટોલ ટેક્સ ફીમાં વધારો થતા સામાન્ય માણસ મોંધવારીનો વધુ એક ડોઝ મળશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular