Saturday, July 13, 2024
HomeGujaratDCP સુરોલિયાઍ લતીફ સામે જોયુ અને ઘડિયાળ તરફ નજર કરી તેની સાથે...

DCP સુરોલિયાઍ લતીફ સામે જોયુ અને ઘડિયાળ તરફ નજર કરી તેની સાથે લતીફ ધ્રુજી ગયો

- Advertisement -

લતીફ ભાગ-45: ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં દાખલ થયા બાદ લતીફ Latif ને પોલીસ વાનમાંથી ઉતારી સીધો DCP એ. કે. સુરોલીયા AK Surolia ની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો. લતીફ Latif ને ખબર ન્હોતી કે આ કોની ચેમ્બર છે પણ તેણે ચેમ્બરમાં દાખલ થતા પહેલા ચેમ્બરના દરવાજા ઉપર લાગેલી નેઈમ પ્લેટ ઉપર નજર કરી અને તેના પગથી માથા સુધી ધ્રુજારી છુટી ગઈ. તેને જે નામથી ડર લાગતો હતો તે જ નામ તેની સામે હતું પણ તેને વિચારવાનો સમય જ ન્હોતો. દરવાજો ખુલ્યો તેની સાથે પોલીસ વાળા તેને ચેમ્બરમાં લઈ આવ્યો, સામે ટેબલની પાછળ, ગોરા રંગનો એક અધિકારી બેઠો હતો, મોટો ચહેરો અને વજનદાર શરીર હતું. દરવાજો ખોલતા સુરોલીયા Surolia એ ગદનને તકલીફ આપ્યા વગર માત્ર નજર ઉંચી કરી જોયુ, સામે પોલીસવાળો અને લતીફ Latif હતાં. સુરોલીયા Surolia ની નજર દિવાલ ઉપર ટીંગાઈ રહેલી ઘડિયાળ તરફ ગઈ, પોણા આઠ થવા આવ્યા હતાં. જાણે તે મનોમન કહેતા હોય કે તારી તો હું લાંબા સમયથી રાહ જોતો હતો. સુરોલિયાએ લતીફ Latif સામે જોયુ, લતીફે Latif પોતાની નજર નીચી કરી નાખી, કારણ સુરોલીયા Surolia ની આંખમાં જોઈ શકવાની તેની ક્ષમતા ન્હોતી. 2 નંબરનો ધંધો કરનાર પોલીસની તે પણ પ્રમાણિક પોલીસની કુંડળી જાણતા હોય છે, એટલે લતીફ Latif ને વધુ ડર લાગી રહ્યો હતો.સુરોલીયા Surolia ની નજર ફરતા પોલીસ વાળો સમજી ગયો, તે લતીફ Latif ને ટેબલની પાસે લઈ આવ્યો અને નીચે બેસવાનો આદેશ આપ્યો. લતીફ Latif નીચે બેસતા પોલીસ વાળા ચેમ્બરની બહાર ગયા અને જતી વખતે ચેમ્બરનો દરવાજો આડો કરતો ગયો. લતીફ Latif નીચે બેઠો હતો, તેના બંન્ને હાથ હાથકડી Handcuffs થી બાંધેલા હતા. સુરોલીયા Surolia ના ટેબલ ઉપર એક લાકડી પડી હતી. ખુરશીમાં બેઠેલા DCP સુરોલીયા Surolia લતીફ Latif ને સારી રીતે જોઈ શકે માટે થોડી ખુરશી ટેબલથી દુર કરી અને તેમણે લતીફ Latif સામે જોયુ. લતીફ Latif ની નજર હજી નીચે જ હતી. સુરોલીયા Surolia એ લતીફ Latif ને કહ્યુ ઉપર દેખો, બહાર ઉભા રહેલા પોલીસ અધિકારીઓને આશ્ચર્ય થઈ રહ્યુ હતું કે હજી સુધી ચેમ્બરમાં લતીફ Latif ની ચીસો સંભળાઈ ન્હોતી, એકદમ શાંતિ હતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની શાંતિ કોઈ અમંગળ ઘટનાનો અણસાર આપી રહી હતી. પોણા 9 વાગ્યે સુરોલીયા Surolia ની ચેમ્બરની બેલ વાગ્યો, પોલીસ વાળો દોડતો અંદર ગયો, તેમણે ઈશારો કરી કહ્યુ લતીફ Latif ને લઈ જાવ. પોલીસવાળો લતીફ Latif ને લઈ ચેમ્બર બહાર આવ્યો ત્યારે લતીફે Latif ઉંડો શ્વાસ લીધો. એક પોલીસવાળો તેને લઈ તરૂણ બારોટ Tarun Barot ની ચેમ્બરમાં લઈ ગયો. લતીફ Latif ને બેસાડતા તેણે કહ્યુ બારોટ Barot સાહેબ DCP તમને બોલાવે છે. લતીફ Latif ઉપર નજર રાખવાની સુચના આપી બારોટ Barot ડીસીપીને મળવા માટે ગયા.

તરૂણ બારોટ Tarun Barot ની ચેમ્બરમાં લતીફ Latif ઉપર નજર રાખી રહેલા પોલીસવાળા પાસે લતીફે Latif પાણી માંગ્યુ તેને ખુબ તરત લાગી હતી. કદાચ તે જેલમાંથી નિકળ્યો ત્યાર બાદ તેણે પાણી પીધુ જ ન્હોતુ. પહેલા પોલીસ કમિશનર Commissioner of Police અને ગૃહ સચિવે Home Secretary તેની પૂછપરછ કરી ત્યાર બાદ સુરોલીયા Surolia એ પણ લાંબી પૂછપરછ કરી કસ કાઢી નાખ્યો હતો. લતીફે Latif પાણી પીધુ ત્યારે પોલીસ વાળાએ પૂછ્યુ ચાઈ પીવી છે? લતીફે Latif માથુ હલાવી ના પાડી. અડધો કલાક પછી બારોટ Barot ચેમ્બરમાં આવ્યા, ત્યાં સુધી લતીફ Latif સુનમુન બેઠો હતો. બારોટે અંદર આવતા જ લતીફ Latif સામે જોયુ અને કોન્સ્ટેબલ નીઝામ Constable Nizam ને બુમ પાડી કહ્યુ નીઝામ Nizam લતીફ Latif નો ભાઈ બહાર ઉભો હશે તેને બોલાવી લે .. થોડીવાર પછી એક માણસ ચેમ્બરમાં દાખલ થયો, તે લતીફ Latif નો મોટો ભાઈ હતો. પોતાના ભાઈની માનસિક સ્થિતિ જોઈ લતીફ Latif નો મોટો ભાઈ દુખી થયો હોય તેવો તેના ચહેરા ઉપર ભાવ હતો. તરૂણ બારોટે Tarun Barot લતીફ Latif ને ચેમ્બરમાં પડેલા બાકડાં ઉપર બેસવાની સુચના આપી એટલે લતીફ Latif ઉભો થયો અને બાકડા ઉપર બેઠો, તેની બાજુમાં તેનો ભાઈ બેઠો, પોલીસ હાજરીમાં શુ વાત કરવી તે બંન્ને માટે કદાચ સવાલ હતો. લતીફ Latif ના મોટા ભાઈએ લતીફ Latif નો હાથ પકડ્યો જાણે તે તેને સાત્વન આપતો હોય તેવુ લાગ્યુ. પછી બંન્ને વચ્ચે ધીમા અવાજે કંઈક વાત થઈ. લતીફે Latif પણ પોતાના ભાઈને કંઈક કહ્યુ.. બંન્ને વચ્ચે શું વાત થઈ કંઈ ખબર પડી નહીં, પણ હવે પોલીસને ચિતા ન્હોતી કે બંન્નેએ શું વાત કરી. જતી વખતે લતીફ Latif નો ભાઈ એક ગરમ શાલ સાથે લાવ્યો હતો. તેણે બારોટ Barot સામે જોયુ પુછયુ સાહેબ આ આપું? બારોટે Barot કહ્યુ હા ભાઈ હા હવે તો ઠંડી પણ શરૂ થઈ ગઈ છે, એટલુ બોલતા બારોટે Barot બારી બહાર જોયુ, ત્યાંથી ઠંડો પવન અંદર આવી રહ્યો હતો. લતીફ Latif નો ભાઈ ગરમ શાલ આપી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માંથી રવાના થયો.રાતના 10.30 વાગ્યા હતાં. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં પોલીસ અધિકારીઓની અવરજવર વધી ગઈ. તરૂણ બારોટ Tarun Barot પોતાની ચેમ્બરમાંથી નિકળી પોલીસ સ્ટેશન Police station ઓફિસર પાસે આવ્યા. તેમણે આવતાની સાથે જ આદેશાત્માક ભાષામાં કહ્યું સ્ટેશન ડાયરી આપો. તરત બીજો આદેશ આપ્યો, લોકઅપ રજીસ્ટ્રરમાંથી લતીફ Latif નું નામ કમી કરી મારી કસ્ટડીમાં હોવાની નોંધ કરો. જો કે લતીફ Latif ને હજી કસ્ટડીમાં મુક્યો જ ન્હોતો પણ નિયમ પ્રમાણે જેલમાંથી લાવ્યા બાદ તે ક્રાઈમ બ્રાંચ Crime Branch ના લોકઅપમાં મુક્યો હોવાની એન્ટ્રી લોકઅપ રજીસ્ટ્રરમાં થઈ ગઈ હતી. સ્ટેશન ઓફિસરે સ્ટેશન ડાયરી તરૂણ બારોટ Tarun Barot સામે મુકી. જો કે હજી ત્યાં હાજર સ્ટાફને સમજ પડતી ન્હોતી કે મામલો શુ છે. તરૂણ બારોટે Tarun Barot વાંકા વળી ટેબલ ઉપર પડેલી સ્ટેશન ડાયરીમાં નોંધ કરતા લખ્યું એક જ સ્થળે લતીફ Latif ની પૂછપરછ કરવામાં આવે તો તેના જીવનું જોખમ છે, તેથી તપાસ અને પૂછપરછ માટે અલગ અલગ સ્થળે લઈ જવા માટે રવાના થઈએ છીએ. નોંધ નીચે ઈન્સપેક્ટર તરૂણ બારોટ Tarun Barot તેવી સહી કરી ડાયરી સ્ટેશન ઓફિસરને પરત આપી, સ્ટેશન ઓફિસરે નોંધ વાંચી પણ આખી વાત તેની સમજ બહાર હતી.

- Advertisement -

થોડીવાર પછી વાહનોનો અવાજ શરૂ થયો, સ્ટેશન ઓફિસરે જોયુ તો પહેલી જીપ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના એસીપી એન. આર. પરમાર ACP N.R.Parmar ની હતી. બીજી જીપ તરૂણ બારોટ Tarun Barot ની હતી જેમાં તેમની સાથે લતીફ Latif હતો અને પાછળની સીટમાં એસઆરપી SRP જવાન હતાં અને ત્રીજી જીપમાં હથિયારથી સજ્જ જવાનો હતો. પોલીસના ત્રણેય વાહનો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માંથી નિકળ્યા ત્યારે 11.30 વાગ્યા હતાં પણ લતીફ Latif ને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ક્યાં જઈ જવામાં આવી રહ્યાં છે તેની કોઈને ખબર ન્હોતી.

(ક્રમશઃ)


PART – 44 |લતીફ લેવા ક્રાઇમ બ્રાન્ચ જેલમા આવી, લતીફ ને અંદાજ આવી ગયો હવે તે પાછો નહિ ફરે, તેણે છેલ્લી નજરે સાથીઓ સામે જોયુ

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular