લતીફ ભાગ-40 : શંકરસિંહ Shankarsinh ચૂંટણી જીતી ગયા હતા, પણ હજી કપરા ચઢાણ બાકી હતા, ગુજરાત પ્રદેશ સી ડી પટેલ CD Patel પોતાને પસંદ કરતા નથી, તે વાત જાણતા બાપુ Bapu જાહેરમાં અને ખાનગીમાં સી ડી પટેલ CD Patel અને કોંગ્રેસ Congress અંગે બેફામ બોલવા લાગ્યા હતા, તે બધી વાત સી ડી પટેલ CD Patel સુધી પહોંચતી હતી, કોંગ્રેસ Congress ના ટેકાથી સરકાર ચાલતી હોવા છતાં, જે રીતે સરકાર ચાલી રહી હતી, તેના કારણે ચોક્કસ કોંગ્રેસ Congress ને બદનામી મળવાનો ડર હતો, ચીમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકારમાં ગૃહમંત્રી Home Minister જેવું મોટું પદ છોડવાની હિમંત કરી સરકાર છોડી દેનાર સી ડી પટેલ CD Patel ને શંકરસિંહ Shankarsinh ની કાર્ય પ્રણાલી જરા પણ પસંદ આવે તેવી ન્હોતી, તેઓ સ્પષ્ટ મત હતા કે શંકરસિંહ Shankarsinh ને સરકાર પડી જતી હોય તો ભલે પડે પણ તેમને ટેકો આપવામાં કોંગ્રેસ Congress ને નુકશાન છે.
તે જ ગાળામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ National President of Congress સીતારામ કેસરી Sitaram Kesari અમદાવાદ Ahmedabad ની એક દિવસ મુલાકાતે આવેલા, અમદાવાદ Ahmedabad ના ફુટબોલ ગ્રાઉન્ડ Football ground ઉપર એક જાહેરસભા હતી, તેમાં શંકરસિંહ વાધેલા Shankarsinh Vadhela ને પણ આમંત્રણ હતું, સભામાં જયારે બાપુ Bapu ભાષણ આપવા ઊભા થયા ત્યારે તેમણે એક વાકય કહ્યું સરકાર જતી હોય તો જુતે મારે.. બાપુ Bapu નો ઈશારો સી ડી પટેલ CD Patel સામે હતો, તે સાંજે મારે સી ડી પટેલ CD Patel ને મળવાનું થયુ હતું, તેમણે બાપુ Bapu ના આ વાકય સામે ભારે નારાજગી વ્યકત કરી હતી તેમણે મને કહ્યું સરકાર તો કાયમ મા-બાપની ભુમિકામાં હોય છે, અને કોઈ તેને જુતા મારવાની વાત કેવી રીતે કરે, સામાન્ય લારીવાળો પણ પોતાના ધંધો શરૂ કરતા પહેલા પોતાની લારીને બે વખત પગે લાગે છે અને આ માણસ (બાપુ) સરકારને જુતે મારી કહે છે. મને આ વાત જરા પણ મંજુર નથી. મેં હાઈકમાન્ડ સાથે વાત કરી છે, કોઈક નિર્ણય તો લેવો પડશે.
બીજી તરફ શંકરસિંહ Shankarsinh ના ખાસ એવા સગીરઅહમદે SagirAhmed લતીફ Latif ને પૈસા આપવાની ના તો પાડી દીધી હતી, પણ તેને મનમાં અંદરથી ફફડાટ રહેતો હતો, એક દિવસ તે કોઈ કામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch ની ઓફિસમાં આવ્યો, ઓફિસમાં દાખલ છતાં જમણા હાથે લાકડાની ગાયકવાડ સમયની સીડી CD દ્વારા પહેલા માળે પહોંચ્યો એટલે ડાબી તરફ ઈન્સપેકટર તરૂણ બારોટ Inspector Tarun Barot ની નળીયાવાળી ચેમ્બર હતી, સગીર Sagir ને જોતા તરૂણ બારોટે Tarun Barot અરે સગીર Sagir આજે અહિયા કયાંથી? તેમ કહ્યુ તરૂણ બારોટ Tarun Barot ની એખ સ્ટાઈલ હતી, ટપોરી અને ગુંડો કેટલો પણ પૈસાપાત્ર અને રાજકિય વગ ધરાવતો હોય તેને નામથી અને તુકારો આપી જ બોલાવે, સગીરે પણ કહ્યુ ના અમસ્તો જ આવ્યો હતો.
સામાન્ય વાતચીત દરમિયાન તરૂણ બારોટે Tarun Barot , સગીર Sagir ને લતીફ Latif વિશે પુછયું બારોટ Tarun Barot જાણતા હતા કે સગીર Sagir ના સંબંધો લતીફ Latif સાથે ખુબ નજીકના છે, પણ બારોટ Barot નો પ્રશ્ન સાંભળતા સગીર Sagir નો ચહેરો પડી ગયો, તે આ અંગે વાત કરવા માગતો ન્હોતો, સગીર Sagir નો ચહેરો જોઈ સમજી ગયેલા બારોટે Barot પુછયુ સગીર કંઈ ચિંતામાં છે? પછી બારોટે Barot પોતાના છાતી ઉપર હાથ મુકતા કહ્યુ સગીર Sagir ચિંતા કરતો નહીં હું બેઠો છું. આ વાકય સાંભળતા સગીરની આંખોમાં વિશ્વાસ ઝળકયો, તેણે કહ્યું બારોટ Barot સાહેબ શું વાત કરૂ, હવે તો લતીફ Latif અમારા જેવા વેપારીઓ પાસે પણ પૈસા માંગવા લાગ્યો છે. બારોટ Barot થોડા સચેત થયા, તેઓ પોતાની ખુરશીમાંથી થોડા આગળ આવ્યા અને ટેબલ ઉપર બંન્ને કોણીઓ ગોઠવી સગીર Sagir ને સાંભળવા લાગ્યા, સગીરે Sagir પહેલાથી જે કઈ બન્યું તે બધુ પ્રમાણિકપણે તરૂણ બારોટ Tarun Barot ને કહ્યું. તરૂણ બારોટ Tarun Barot કઈક વિચારવા લાગ્યા, અંદરથી ગુસ્સો પણ આવી રહ્યો હતો કે લતીફ Latif જેલ Jail માં બેસીને પણ લોકો પાસેથી પૈસા પડાવી રહ્યો છે, અને પોલીસ Police લાચાર બની બધુ જોયા જ કરે છે.
અચાનક તરૂણ બારોટ Tarun Barot પોતાની ખુરશીમાંથી ઊભા થયા, અને પોતાના કોન્સટેબલ નિઝામ Constable Nizam ને બુમ પાડી બોલાવ્યો અને કહ્યું સગીર Sagir અને મારા માટે કોફી મંગાવ, મારે સાહેબનું એક કામ છે, 5 મિનીટમાં આવ્યો, બારોટ Barot જતા કોન્સટેબલ નિઝામ Constable Nizam , જે તરૂણ બારોટ Tarun Barot નો વિશ્વાસુ હતો તે સગીર Sagir સાથે વાત કરવા લાગ્યો, તરૂણ બારોટ Tarun Barot સીધા અને ઉતાવળે ડીસીપી એ કે સુરોલીયા DCP A K Surolia ની ચેમ્બરમાં ગયા, સુરોલીયા Surolia તેમની સ્ટાઈલમાં એકદમ ધીમે પોતાની ગરદન ઊંચી કરી બારોટ Barot સામે જોયું, બારોટે Barot ડીસીપી સુરોલીયા DCP Surolia ના સગીરે જે પણ કંઈ કહ્યુ હતું, તે બધુ જ કહી દીધુ. સુરોલીયા Surolia એ પોતાની આંખો બંધ કરી, થોડીવાર સુધી ચેમ્બરમાં શાંતિ છવાઈ, પછી આંખો ખોલતા જ તેઓ પણ ઊભા થયા અને કહ્યું ચલો જોઈન્ટ પોલીસ કમિશનર Joint Commissioner of Police સે બાત કર લેતે હે, સુરોલીયા Surolia ની ચેમ્બરમાંથી બહાર નિકળી, બારોટ Barot અને સુરોલીયા Surolia પહેલા માળે આવેલી જેસીપી બી જે ગઢવી JCP BJ Gadhvi ની ચેમ્બરમાં આવ્યા.
મુળ ઈન્ડીયન આર્મીમાંથી નિવૃત્ત Retired from Indian Army થયા બાદ ઈન્ડીયન પોલીસ સર્વિસ Indian Police Service માં જોડાયેલા જોઈન્ટ કમિશનર બી જે ગઢવી JCP BJ Gadhvi એ સુરોલીયા Surolia ને જોતા તેમના પહેલા જ નામથી સંબોધતા કહ્યું અરે આવ અનુપમ, એ કે સુરોલીયા A. K. Surolia સલામ કરી જેસીપી JCP સામે બેઠા, જેસીપી ગઢવી JCP Gandhvi એ બારોટ Barot સામે જોતા તેમણે પણ જેસીપી JCP ને સલામ કરી, બંન્ને સાથે આવ્યા છે, એટલે કોઈક કામ છે તેવું સમજી ગયેલા બી જે ગઢવી BJ Gadhvi એ કહ્યું બોલો અનુપમ શું હતું, સુરોલીયા Surolia એ બારોટ Barot તરફ ઈશારો કરતા કહ્યુ સર તરૂણ Tarun કુછ બાત લેકે આયા હૈ, કયાં કરના ચાહીયે, આપ બતાઓ, ગઢવી Gadhvi નો સમગ્ર વાતથી સંપુર્ણ અજાણ હતા, એટલે બારોટે Barot ફરી સગીર Sagir ની વાત માંડીને કરી હતી, વાત પુરી થતાં ગઢવી Gadhvi એ સુરોલીયા Surolia ની સામે જોયું અને પુછયુ કયા ચાહતે હો. મગજ ઉપર એકદમ બરફ રાખીને બેઠેલા સુરોલીયા Surolia એ કહ્યું અગર સગીર Sagir સચ બોલતાએ તો ઉસકા એક અરજી લે લેના ચાહીયે, ગઢવી Gadhvi ના ચહેરા ઉપર આછુ સ્મીત આવ્યું, જો કે ચેમ્બરમાં હાજર બારોટ Barot સમજી શકયા નહીં, પણ ગઢવી Gadhvi અને સુરોલીયા Surolia વચ્ચે બોલ્યા વગર થયેલા સંવાદો તેઓ બંન્ને સમજી ગયા હતા.
તરૂણ બારોટ Tarun Barot વિચારમાં પડી ગયા, એટલે ગઢવી Gadhvi એ તેમને દેશી સ્ટાઈલમાં કહ્યુ તરૂણ Tarun સગીર Sagir ને સમજાવી તેની એક અરજી લઈ લે, અને જો તેને ડર લાગતો હોય તો તેને એક પીસીઓ PCO (પર્સનલ સીકયુરીટી ઓફિસર) આપી દે, બારોટ Barot ને હવે વાતમાં કઈક દમ લાગ્યો તે સલામ કરી પોતાની ચેમ્બર તરફ જવા રવાના થયા કારણ હવે સગીરઅહેમદ Sagir Ahmed ની અરજી લખાવવાની હતી.
(ક્રમશઃ)
PART – 39 | જેલમા રહેલા લતીફ ને ખ્યાલ આવી ગયો કે હવે બહાર તેના નામનો ડર રહ્યો નથી
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









