Thursday, April 16, 2026
HomeGujaratલતીફ સામે અરજી કરવા કોઇ ત્યાર ન્હોતું, તરુણ બારોટે ગુસ્સામાં કહ્યુ ક્યા...

લતીફ સામે અરજી કરવા કોઇ ત્યાર ન્હોતું, તરુણ બારોટે ગુસ્સામાં કહ્યુ ક્યા સુધી લતીફનો ત્રાસ સહન કરશો

- Advertisement -

લતીફ ભાગ-41 : કોંગ્રેસ Congress હાઈકમાન્ડને સમજવવામાં સી ડી પટેલ CD Patel સફળ થયા હતા. સી ડી પટેલ CD Patel અને શંકરસિંહ વાઘેલા Shankarsinh Vaghela બંન્નેને દિલ્હીનું તેડુ આવતા, તેઓ દિલ્હી જવા રવાના થયા હતા, સી ડી પટેલ CD Patel તો ટેકો પાછો ખેંચી લઈ ચૂંટણી Election માં જવાની તૈયારીના મુડમાં હતા, પણ કોંગ્રેસ હાઈકમાન્ડ Congress High Command તેના માટે તૈયાર ન્હોતું, તેઓ વચલો કોઈ રસ્તો કાઢવો જોઈએ તેવા મતના હતા, કોંગ્રેસ હાઈકમાન્ડ Congress High Command અને ખાસ કરી કોંગ્રેસ પ્રમુખના રાજકિય સલાહકાર અહમદ પટેલ Ahmed Patel , સી ડી પટેલ CD Patel ના સ્વભાવથી વાકેફ હતા, તેમને ખબર હતી સી ડી પટેલ CD Patel લાંબો સમય આ સ્થિતિ સહન કરી શકશે નહીં અને સી ડી પટેલ CD Patel કોઈ અંતિમ પગલું ભરે તે પહેલા કોઈ નિર્ણય લેવાઈ જવો જોઈએ.



પ્રદેશ પ્રમુખ તરીકે પ્રબોધ રાવળની મુદત પુરી થતી હતી, ત્યાર બાદ પ્રમુખ તરીકે સી ડી પટેલ CD Patel ને મુકવાનો નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ Congress High Command તરફ લેવાયો ત્યારે અહમદ પટેલે Ahmed Patel સી ડી CD ને ફોન કરી દિલ્હી Delhi આવવાની સુચના આપી હતી, સી ડી પટેલ CD Patel અને અહમદ પટેલ Ahmed Patel ને ખુબ જ અંગત સંબંધો, અહમદ પટેલ Ahmed Patel નો દિલ્હીમાં દરબાર ભરાતો હોય તો પણ સી ડી પટેલ CD Patel અહમદ પટેલ Ahmed Patel ને તેમના હુલામણા બાબુ Babu ના નામે જ સંબોધતા હતા. અહમદ પટેલ Ahmed Patel નો ફોન આવતા પહેલા તો સી ડી પટેલે CD Patel બાબુ મારે કોઈ દિલ્હીમાં કામ નથી તેમ કહી દિલ્હી આવવાની ના પાડી દીધી.

અહમદ પટેલ Ahmed Patel ની વિનંતી પછી દિલ્હી પહોંચેલા સી ડી પટેલ CD Patel ને ખબર પડી કે તેમને પ્રદેશ પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે તેમે સ્પષ્ટ શબ્દમાં અહમદ પટેલ Ahmed Patel ને કહ્યું બાબુ Babu જો હું કોઈને પાસે ફંડ ફાળો લેવા જવાનો નથી, મને પ્રમુખ બનાવો હોય તો પહેલા બધો વિચાર કરી લેજો. અહમદ Ahmed હસવા લાગ્યા, તેમને સી ડી CD ના સ્વભાવની ખબર હતી તેમણે કહ્યું ના કોઈની પાસે તમારે પાઈ પૈસો લેવા જવાનું નથી બસ.. અને સી ડી CD પ્રમુખ થયા હતા. ત્યાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ Congress High Command સામે શંકરસિંહ Shankarsinh પોતાનો પક્ષ મુકયો હતો અને સી ડી પટેલે CD Patel પ્રમુખ તરીકે પોતાની વાત મુકી હતી, સી ડી પટેલ CD Patel કોઈ પણ કિમંતે શંકરસિંહ Shankarsinh મુખ્યમંત્રી CM હોય તેવી સરકારની તરફેણમાં ન્હોતા. લાંબી ચર્ચાઓના અંતે એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ, બાપુ Bapu ખુબ જ નારાજ હતા, પણ તે માનવા સિવાય કોઈ વિકલ્પ પણ ન્હોતો. સાંજની ફલાઈટમાં શંકરસિંહ Shankarsinh ગાંધીનગર Gandhinagar આવવા માટે નિકળ્યા હતા ત્યારે તેમના ચહેરા ઉપર ખીન્નતા હતી.



આ તરફ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના જોઈન્ટ પોલીસ કમિશનર Joint Commissioner of Police ની ચેમ્બરમાંથી ઉતાવળે પોતાની ચેમ્બર તરફ આવેલા ઈન્સપેકટર તરૂણ બારોટે Tarun Barot આવીને જોયું તો સગીર Sagir અને કોન્સટેબલ નિઝામ Constable Nizam વાત કરી રહ્યા હતા, બારોટે Barot આવતા જ નીઝામ Nizam ને કહ્યું નીઝામ Nizam સગીર Sagir ને ચા પીવડાવી કે નહીં, સગીરે Sagir ખાલી કપ તરફ ઈશારો કરતા કહ્યું હા સાહેબ હમણાં જ પીધી, તેમ છતાં બારોટે Barot નીઝામ Nizam ને કહ્યું જા યાર બે કોફી કહી દે, મારૂ માથુ ભારે થઈ ગયું છે, નીઝામે Nizam બારોટ Barot સામે જોયું તે જુનો પોલીસવાળો હતો, તે સમજી ગયો કે બારોટ Barot સાહેબ સગીર Sagir સાથે કોઈ વાત કરવા માગે છે, એટલે તે કોફી લેવા જવાના બહાને ત્યાંથી રવાના થયો. હવે ચેમ્બરમાં સગીર sagir અને બારોટ barot બંન્ને એકલા હતા.

- Advertisement -

તરૂણ બારોટે Tarun Barot ધીમા અવાજે વાતની શરૂઆત કરતા કહ્યુ જો સગીર Sagir મેં સુરોલીયા Surolia સાહેબને વાત કરી, તે તો બહુ ગુસ્સે થઈ ગયા, તેમણે કહ્યુ સગીર Sagir તો આપણો માણસ છે,. લતીફ Latif કઈ રીતે તેને ધમકી આપી શકે, સગીર Sagir ને આ સાંભળી સારૂ લાગ્યુ કે પોલીસવાળા તેને પોતાનો માણસ સમજે છે, અને આ વાકયને કારણે તેનામાંથી થોડી હિમંત પણ આવી હતી, જે બારોટ Barot તરત સગીર Sagir નો ચહેરો જોઈ સમજી ગયા હતા, વાતને પકડી લેતા જ બારોટે Barot કહ્યું સગીર Sagir … સાહેબ કહેતા હતા કે તારે એક અરજી આપી દેવી જોઈએ, અરજી સાંભળતા જ સગીર Sagir પોતાની ખુરશીમાં પાછો ખસી ગયો, તેણે કહ્યું સાહેબ લતીફ Latif સામે અરજી આપું..?.. તમને તેનો અર્થ તો સમજાય છેને.. બારોટે Barot તને હિમંત આપતા કહ્યું ચિંતા ન કરીશ, સાહેબે તારી સાથે એક પોલીસવાળો પણ મુકવનો કહ્યો છે. આ વાકય પુરૂ થાય તે પહેલા સિવિલ ડ્રેસ Civil dress માં રહેલો એક હેડ કોન્સટેબલ Head Constable ચેમ્બરમાં દાખલ થયો અને બારોટ Barot ને સલામ કરતા કહ્યું ડીસીપી DCP સાહેબે મોકલ્યો છે.



બારોટે Barot તરત સગીર Sagir ને કહ્યું જો આ તારા બોડીગાર્ડ Bodyguard માં રહેશે, તેની પાસે વેપન પણ હશે ચિંતા કરતો નહીં, સગીર Sagir ને પરસેવો થવા લાગ્યો, બારોટે Barot હેડકોન્સટેબલ Headconstable ને બહાર જવાનો ઈશારો કર્યો અને તે બહાર જતા, સગીર Sagir ને પાણીનો ગ્લાસ આપતા કહ્યું તું ખોટો ડરે છે.. અમે છીએ તારી સાથે કયાં સુધી લતીફ Latif નો ત્રાસ સહન કરશો. સગીર Sagir વિચાર કરવા લાગ્યો, થોડીવાર વિચાર કરીને કહ્યું સાહેબ મને અરજી લખતા નહીં આવડે, તરૂણ બારોટે Tarun Barot તરત પોતાના રાઈટરને બોલાવી કહ્યું સગીર Sagir ને અરજી લખી આપ અને અરજી લખાવવાની શરૂઆત થઈ હતી, અરજી લખાઈ ગયા બાદ સગીર sagir ઘરે જવા નિકળ્યો ત્યારે તેની કારની બાજુની સીટમાં રીવોલ્વર સાથે હેડ કોન્સટેબલ Headconstable પણ હતો. હવે સગીર કોઈ નેતા જેવો હતો, તેની સાથે સરકારી અંગરક્ષક પણ હતો. બીજી તરફ સેન્ટ્રલ જેલ Central Jail માં રહેલા લતીફ Latif ને સગીરના જ વિચાર આવતા હતા, ત્યારે તેની ગેંગનો એક માણસ તેને મળવા માટે સાબરમતી જેલ ઉપર આવ્યો અને તેણે ચારે તરફ નજર કરી લતીફ Latif ના હાથમાં ઘડી કરેલા કાગળ મુકયો હતો. લતીફે Latif પોતાની બેરેકમાં જઈ જયારે તે કાગળ ખોલ્યો ત્યારે ગુસ્સાથી તેની આંખો લાલ થઈ ગઈ હતી.

(ક્રમશઃ)


PART – 40 | ક્રાઇમ બ્રાન્ચ એક એવા મોકાની રાહ જોઇ રહી હતી ત્યારે શિકાર સામે ચાલી આવ્યો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular