Thursday, April 16, 2026
HomeGujaratજેલમા રહેલા લતીફ ને ખ્યાલ આવી ગયો કે હવે બહાર તેના નામનો...

જેલમા રહેલા લતીફ ને ખ્યાલ આવી ગયો કે હવે બહાર તેના નામનો ડર રહ્યો નથી

- Advertisement -

લતીફ ભાગ-39 : લતીફ Latif પોતાની તાકાત અને ગેંગ ઉપર હજી મુસ્તાક હતો, પણ તેને કલ્પના ન્હોતી કે તે ભારત India છોડી ભાગ્યો અને પકડાયો તેના 4 વર્ષમાં પોપટીયાવાડ Popatiyawad માં ઘણુ બદલાઈ ગયું હતું. એક જમાનો હતો જયારે મોટા પોલીસ અધિકારી Police Officer ઓ પણ પોપટીયાવાડ Popatiyawad માં જતા ડરતા હતા. દરિયાપુરના પોલીસ ઈન્સપેકટર Police Inspector of Dariapur પણ પોપટીયાવાડ Popatiyawad માં જતા પહેલા સ્ટેટ રીર્ઝવ પોલીસ ફોર્સ RPF ની કંપની બોલાવતા હતા, અને લતીફ Latif ના ગુંડાઓ દરિયાપુર પોલીસ સ્ટેશન Dariapur Police Station ઉપર બોમ્બ ફેંકી શકતા હતા, તે બધુ બદલાઈ ગયુ હતું. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી એ કે સુરોલીયા DCP of Crime Branch A K Surolia ની ટીમે જે કામગીરી કરી હતી, તેના કારણે પહેલી વખત પોપટીવાડ Popatiyawad માં પોલીસનો ખૌફ કોને કહેવાય તેની ખબર પડી હતી. પૈસા ખાતર અથવા લતીફ Latif ભાઈની આભામાં આવી ભાઈ બનવા નિકળેલા અનેક યુવાનો જેલ Jail માં ધકેલાઈ ગયા હતા. જેના કારણે હવે અમદાવાદ પોલીસ Ahmedabad Police નો અતિ સામાન્ય કોન્સટેબલ પણ રોકટોક વગર બીન્દાસ પોપટીયાવાડ Popatiyawad માં જઈ શકે તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી.



રથયાત્રા Rathyatra હવે શાંતિપુર્ણ રીતે પસાર થવા લાગી હતી, જો કે હજી બંન્ને કોમના લોકોમાં એકબીજા માટે કટુતા તો ચોક્કસ હતી, એટલે રથયાત્રા Rathyatra પ્રેમદરવાજામાંથી દરિયાપુર Dariapur માં દાખલ થાય ત્યારે કોઈ બનાવ બને નહીં તેની તકેદારી બંન્ને કોમના નેતાઓ લેવા લાગ્યા હતા. રથયાત્રા Rathyatra માં મોટી પોલીસ ફોર્સ હોવાને કારણે યાત્રા Yatra માં સામેલ ટ્રકમાં સવાર યુવાનોને જોર ચડતું અને દરિયાપુર Dariapur લીમડા ચોક જયાંથી પોપપટીયાવાડ Popatiyawad જવાનો રસ્તો છે ત્યાં ટ્રક પસાર થાય ત્યારે ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર પણ થતાં, પણ સ્થાનિક મુસ્લીમોએ તેનો રસ્તો શોધી કાઢયો હતો, પ્રેમ દરવાજાથી તંબુ ચોકી સુધીના બસ્સો મીટરના રસ્તા ઉપર મોટી સાઉન્ડ સીસ્ટમ મુકી દેવામાં આવતી હતી જેની ઉપર ઊચા અવાજે દેશ ભકિતના ગીતો મુકવાની શરૂઆત થઈ હતી. જેથી કરી ટ્રકમાં સામેલ હિન્દુ યુવાનો સુત્રોચ્ચાર કરે તો પણ તે કોઈ સાંભળી શકે નહીં. આ જ ગાળામાં રથયાત્રા Rathyatra માં એક વ્હીસલ સ્કવોડ પણ શરૂ કરવામાં આવ્યા હતા, જેમા ચાલીસ પચાસ પોલીસવાળા હતા, જેમનું કામ માત્ર સતત વ્હીસલ વગાડવાનું હતું, વ્હીસલના અવાજમાં સુત્રોચ્ચાર દબાઈ જતો હતો.

ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના પોલીસ સબઈન્સપેકટર Police Sub-Inspector તરૂણ બારોટ Tarun Barot ને આઉટ ટર્ન પ્રમોશન Promotion આપી પોલીસ ઈન્સપેકટર Police Inspector બનાવી દેવામાં આવ્યા હતા, ઘટના કઈક એવી હતી કે અમદાવાદના વેજલપુર Vejalpur of Ahmedabad વિસ્તારના પરેશ એપાર્ટમેન્ટ Paresh apartment માં ખાલીસ્તાન લીબ્રેશન Khalistan Liberation ફ્રન્ટના ત્રાસવાદીઓ Terrorists હથિયારો Weapons નો મોટો જથ્થો લાવ્યા છે, તેવી માહિતી સબઈન્સપેકટર તરૂણ બારોટ Sub-Inspector Tarun Barot ને મળી હતી. જેના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવતા આરડીએકસ RDX અને મોટા પ્રમાણમાં એ કે 47 AK 47 રાયફલો મળી આવી હતી. જો કે હથિયાર Weapons લાવનાર ત્રાસવાદી Terrorists લાલસિંગ પોલીસ Lalsing Police આવે તે પહેલા ફરાર થઈ ગયો હતો. આ જથ્થો ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકાર હતી ત્યારે પકડાયો હતો, તરૂણ બારોટ Tarun Barot ની આ કામગીરીના ભાગ રૂપે તરૂણ બારોટ Tarun Barot ને વનસ્ટેપ પ્રમોશન આપવું જોઈએ તે દરખાસ્ત થઈ હતી. જો કે તે દરખાસ્તને કેશુભાઈ પટેલ Keshubhai Patel મુખ્યમંત્રી થયા ત્યારે બહાલી મળી હતી.



અમદાવાદ Ahmedabad યથાવત થવાનો પ્રયત્ન કરી રહ્યુ હતું પણ ગાંધીનગર Gandhinagar માં હજી સ્થિતિ ડામાડોળ હતી. શંકરસિંહ મુખ્યમંત્રી Shankarsinh Chief Minister થયા પછી ગુજરાત કોંગ્રેસ Gujarat Congress માં ફેરફાર થયો અને ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકાર છોડીને નિકળેલા સી. ડી. પટેલ C. D. Patel ગુજરાત કોંગ્રેસ Gujarat Congress ના પ્રમુખ થયા હતા, તેમને શંકરસિંહ Shankarsinh ની સરકાર ચલાવવાની પદ્ધતિ જરા પણ રાસ આવતી ન્હોતી, તેમનો વ્યક્તિગત મત હતો કે શંકરસિંહ Shankarsinh ની સરકારને ટેકો આપી કોંગ્રેસે Congress ભુલ કરી છે અને તેની કિંમત કોંગ્રેસ ચુકવવી પડશે.

- Advertisement -

બીજી તરફ શંકરસિંહ Shankarsinh ના સ્વભાવ પ્રમાણે તેમને કોઈ પણ પ્રકારના નિયંત્રણો ગમતા ન્હોતો, તેમને પણ સી. ડી. પટેલ CD Patel સાથે 36 નો આંકડો હતો. શંકરસિંહ Shankarsinh ધારાસભ્ય નહીં હોવાને કારણે તેમને ધારાસભ્ય MLA તરીકે ચુટાવવાનું હતું, એટલે તેમણે પેટા ચૂંટણી માટે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી સોંલકી Radhanpur MLA Lavingji Solanki પાસે રાજીનામુ Resignation આપી ધારાસભ્યની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. શંકરસિંહ Shankarsinh ચૂંટણી હારે તે માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું હતું અને બાપુ Bapu ને હરાવવા માટે નરેન્દ્ર મોદી Narendra Modi અને પ્રવિણ તોગડિયા Pravin Togadia ખુદ રાધનપુર Radhanpur માં ડેરા તંબુ નાખી બેઠા હતા. પણ શંકરસિંહ Shankarsinh માટે પણ જીવન મરણનો પ્રસંગ હતો.



તેમણે બનાસકાંઠા Banaskantha ના ડીએસપી એ કે પંડયા DSP A K Pandya ને પોતાના વિરોધીઓને ખતમ કરવાની સુચના આપી હતી. બાપુ Bapu એ ગુજરાત Gujarat ભરમાંથી ગુંડાઓને ફોજ એક એક બુથ ઉપર મુકી દીધી હતી, બાકી હતું તો લો એન્ડ ઓર્ડર આઈજીપી ચિતરંજનસિંગ IGP Chittaranjansingh પણ રાધનપુર આવી ગયા હતા. ચૂંટણીની આગળની રાતે તેમણે ભાજપ BJP ના તમામ પોલીંગ એજન્ટોને પકડી પુરી દીધા હતા. ચૂંટણીના દિવસે ભાજપના નેતાઓને પકડી મારવામાં આવતા હતા, આ વાત બહાર જાય નહીં તે માટે રાધનપુર Radhanpur માં આવેલા પત્રકારો journalists ની પણ સારી પેઠે ધોલાઈ કરી નાખવામાં આવી હતી. એક દિવસ માટે રાધનપુર Radhanpur ગુજરાતનો નહીં પણ બિહારનો કોઈ વિસ્તાર હોય તેવો માહોલ થઈ ગયો. નરેન્દ્ર મોદી Narendra Modi , અશોક ભટ્ટ Ashok Bhatt અને પ્રવિણ તોગડીયા Pravin Togadia ને પણ બાપુ Bapu ના આતંકની કલ્પના ન્હોતી, તેઓ રીતસર ધ્રુજતા હતાં અને પત્રકારો journalists ને વિનંતી કરતા હતા તેમણે આ મુદ્દે કંઈક કરવું જોઈએ. જો કે પરિણામ આવે તે પહેલા સ્પષ્ટ થઈ ગયું શંકરસિંહ Shankarsinh ચૂંટણી Election જીતવાના છે અને તેવું જ થયું.

આ બાજુ લતીફ Latif ના મનમાં કંઈક ગડમથલ ચાલી રહી હતી, તે પોતે હજી અસ્પષ્ટ હતો, તેને લાગી રહ્યુ હતું કે હવે લોકોએ તેનાથી ડરવાનું બંધ કરી દીધુ છે.

(ક્રમશઃ)

- Advertisement -



PART – 38 | શંકરસિંહ ના ખાસ માણસને લતીફે ધમકી આપી કે હવે ત્યાર રહેજે

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular