લતીફ ભાગ-38 : ગુજરાત વિધાનસભા Gujarat Legislative Assembly થી રાજયપાલ ભવન Governor’s House સુધી બધુ સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલી રહ્યું હતું, પણ મોટા ભાગના નેતાઓ અને પત્રકારો Journalists માની રહ્યા હતા કે સુરેશ મહેતા Suresh Mehta ની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ આવવો, વિધાનસભામાં તોફાન થવું કે પત્રકારો Journalists ઉપર લાઠીચાર્જ થવો તે અકસ્માતે થયેલી ઘટના છે. સુરેશ મહેતા Suresh Mehta એ રાજયપાલ કૃષ્ણપાલસિંહ Governor Krishnapal Singh સામે વિધાનસભામાં પોતાની બહુમતી હોવાનો દાવો યથાવત રાખી, વિધાનસભામાં જે કંઈ બન્યું તે અંગે નારાજગી વ્યકત કરી હતી. બીજી તરફ શંકરસિંહે Shankarsinh વિધાનસભાના અધ્યક્ષ ચંદુ ડાભી ભાજપ સરકાર અલ્પમતમાં આવી હોવાના નિર્ણય તરફ ધ્યાન દોર્યું હતું અને ત્રીજા પક્ષકાર તરીકે પત્રકારો Journalists એ તેમની ઉપર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યુ હતું, પણ અહીં પત્રકારોને હાથો બનાવવામાં આવી રહ્યા છે તેની જાણ તેમને ન્હોતી.
પત્રકારો Journalists રાજયપાલ ભવન RajayPal Bhavan માં ગુસ્સામાં હતા. તેમણે આવેદનપત્ર આપવા માટે એક કાગળ ઉપર સહી કરવાની શરૂઆત કરી હતી, પણ જયારે રાજયપાલ Governor સુધી આવેદનપત્ર પહોંચ્યુ તેમાં કેટલાક કાગળો બદલાઈ ગયા અને જે નવા કાગળો જોડી દેવામાં આવ્યા હતા, તેમાં પત્રકારો Journalists એવું માની રહ્યા છે કે ગુજરાત Gujarat માં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ભાજપ સરકાર BJP government નિષ્ફળ નિવડી છે તે મતલબનું લખાણ હતું. બસ રાજયપાલ કૃષ્ણપાલસિંહ Governor Krishnapal Singh ને આટલી જરૂર હતી. તેમણે તરત પત્રકારો Journalists ની વાતને માધ્યમ બનાવી ગુજરાત Gujarat માં કાયદો વ્યવસ્થા યોગ્ય નથી, તેને મુખ્ય આધાર બનાવી, ગુજરાત વિધાનસભા Gujarat Legislative Assembly ને સુક્ષુપ્ત અવસ્થામાં મુકી દીધી હતી, હવે શંકરસિંહ Shankarsinh માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.
જો કે દિલીપ પરીખ Dilip Parikh ના દાવા પ્રમાણે તેમની પાસે 45 ધારાસભ્યો MLAs હતા, પણ ખરેખર તે વાત પણ સાચી ન્હોતી, હજી 2-3 ધારાસભ્યો ઓછા પડતા હતા. જો દિલીપ પરીખ Dilip Parikh નો દાવો ખોટો પડે તે તમામ ધારાસભ્યો MLA સામે પક્ષાંતર ધારો લાગુ પડે તેમ હતો, પણ બાપુ તે ધંધામાં માહિર હતા. થોડાક લોકો સાથે ખરીદ વેચાણ શરૂ થયુ અને 45નો આંકડો પુરો થયો, તેમ છતાં સરકાર તો બની શકે તેમ ન્હોતી, શંકરસિંહે Shankarsinh કોંગ્રેસ Congress સાથે વાટાધાટો શરૂ કરી, કોંગ્રેસ Congress માટે તો કોઈ પણ ભોગે ભાજપની સરકાર BJP Government ન બને તેમાં જ રસ હતો. જે અગામી દિવસોમાં કોંગ્રેસ અને શંકરસિંહ Shankarsinh ને ભારે પડવાની હતી, પણ બંન્નેની સત્તા લાલસા હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ President of Gujarat Congress પ્રબોધ રાવળ હતા, તેમણે હાઈકમાન્ડ High Command સાથે વાત કરી શંકરસિંહ વાઘેલા Shankarsinh Vaghela સરકાર બનાવતા હોય તો ટેકો આપવા માટે મનાવી લીધા અને શંકરસિંહ વાઘેલા Shankarsinh Vaghela રાષ્ટ્રીય જનતા પાર્ટી Rashtriya Janata Party ના નેજા હેઠળ નવો પક્ષ બનાવ્યો કોંગ્રેસ Congress ના ટેકાથી પોતે મુખ્યમંત્રી CM બની ગયા હતા. મુળ ભાજપ ગોત્રના આ 3 મુખ્યમંત્રી હતા.
શંકરસિંહ Shankarsinh પણ કોંગ્રેસના રસ્તે જ આગળ વધી રહ્યા હતા, સત્તા માટે તે કોઈની પણ સાથે સંબંધ રાખતા અને સત્તા માટે કઈ પણ કરી શકતા હતા, ત્યારે શંકરસિંહ Shankarsinh ને ભેટો જુહાપુરા Juhapura સગીરઅહેમદ Sagir Ahmed સાથે થયો, તે સમયનો તે જુહાપુરાનો બિલ્ડર Builder of Juhapura અને વગદાર ગણાતો હતો. બાપુએ તેને પોતાની રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં Rashtriya Janata Party સામેલ કરી દીધો. સગીરને અમદાવાદ Ahmedabad માં સાચા ખોટા તમામ ધંધા કરનાર લોકો સાથે સારા સંબંધ હતા, જેમાં સગીરનો સંબંધ જેલ Jail માં રહેલા લતીફ Latif સાથે પણ હતો. લતીફ Latif ને જયારે પણ પૈસાની જરૂર હોય ત્યારે લતીફ Latif ના માણસો સગીર પાસે જતા અને સગીર તેમને પૈસા આપી દેતો હતો. એવું પણ કહેવાય છે કે સગીર જે પૈસા આપતો તે લતીફ Latif નું જ રોકાણ હતું અને સગીર લતીફ Latif ના પૈસા બજારમાં ફરતા રાખવાનું કામ કરતો હતો, જયારે જયારે લતીફ Latif ને પૈસાની જરૂર હોય ત્યારે તે તેમાંથી પુરી કરતો હતો, પરંતુ ઘણી વખત એવું પણ બનતુ હતું કે બજારમાં તંગી હોય ત્યારે લતીફ Latif ને કયાંથી પૈસા આપવા તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો હતો. પણ લતીફ Latif ને ના પાડી શકાય તેમ ન્હોતી.
સગીર સિવાય પણ લતીફે Latif અન્ય મુસ્લિમ બીલ્ડર Muslim Builder અને વેપારીઓ પાસે માણસો મોકલી પૈસા લેવાની શરૂઆત કરી હતી, આ મુદ્દે બધા જ નારાજ હતા, અંદર અંદર તેઓ આ અંગે ખુલીને બોલતા હતા, પણ લતીફ Latif ને ના પાડવાની તેમની હિંમત ન્હોતી. જો કે હવે સગીરઅહેમદ Sagir Ahmed નો કેસ જુદો હતો, તેને સીધો મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા Chief Minister Shankarsinh Vadhela સાથે સંબંધ હતો, તે મુખ્યમંત્રીના સમારંભમાં સ્ટેજ ઉપર પણ બેસવા લાગ્યો હતો, સગીર Sagir નો વટ પડવા લાગ્યો હતો. સગીર Sagir મુખ્યમંત્રી સાથે હોવાને કારણે જે પોલીસ અધિકારી સગીર Sagir સાથે પહેલા વાત પણ કરતા ન્હોતો, તે સામે ચાલી સગીર Sagir ને મળવા જતા હતા. આ બધી સ્થિતિમાં સગીર Sagir પણ હવે એવું લાગવા લાગ્યું હતું કે તેણે લતીફ Latif થી ડરવાની જરૂર નથી. તેને મુખ્યમંત્રી CM ઓળખે છે, તેને અમદાવાદ Ahmedabad ના પોલીસ અધિકારી Police Officer ઓ સાથે સંબંધ છે, એટલે લતીફ Latif હવે તેનું કાંઈ બગાડી શકે તેમ નથી.
સગીર Sagir ની હિંમત ખુલવા લાગી હતી, સમાજમાં તેને હવે ભાઈ તરીકે સંબોધવા લાગ્યા હતા, તે પણ પોતાની એક અલગ દુનિયા બનાવવા માગતો હતો, તેને પણ વધુ પૈસા કમાવવા હતા. એટલે હવે નિયમિત પૈસા લેવા આવતા લતીફ Latif ના માણસો સાથે રકમના મુદ્દે અથવા પૈસા નથી તેવું કારણ આપી ચકમક થવા લાગી હતી. જેલ Jail માં બેઠેલા લતીફ Latif ને પણ સગીર Sagir ની હિંમતે વિચાર કરતો મુકી દીધો હતો, આમ તો સ્વભાવે વેપારી લતીફ Latif તરત કંઈ બગાડે તેમ ન્હોતો, પહેલા તેણે સગીર Sagir ને સમજાઈ જોવાનો પ્રયત્ન કર્યો પણ સગીર Sagir માનવા લાગ્યો કે તે હમણાં ઢીલો પડયો તો પૈસા આપવાનો ક્રમ ચાલુ જ રહેશે. એટલે તેણે સ્પષ્ટ શબ્દોમાં લતીફને હવે એક પણ પૈસો મળશે નહીં તેવું કહી દીધુ હતું. જયારે જેલ Jail માં બેઠેલા લતીફ Jail ને ખબર પડી કે સગીરે પૈસાની ના પાડી દીધી છે, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો.
આ આખી ઘટનાની 2-3 બાજુ હતી, જેમાં લતીફ Latif માટે કામ કરતા તેના માણસોને પહેલા તો ખબર પડી કે સગીર Sagir હવે લતીફ Latif નું માનતો નથી, આ ઉપરાંત જેલની અંદર રહેલા તેના સાથીઓને ખબર પડે કે હવે બહારની દુનિયામાં લતીફ Latif નું વર્ચસ્વ રહ્યુ નથી, તો જેલ Jail માં તેનો મોભો ઓછો થઈ જાય અને સૌથી મહત્વની વાત જો બજારમાં આ વાત આવી જાય કે સગીરે Sagir લતીફ Latif ને પૈસા આપવાનું બંધ કરી દીધુ, તો ધીરે ધીરે બીજા પણ પૈસા આપવાનું બંધ કરી દેશે. લતીફ Latif નું પોતાનું સામ્રાજય પત્તાના મહેલની જેમ ધરાશાઈ થતું દેખાયું અને તેણે સગીરને સંદેશો મોકલ્યો તો હવે મરવા માટે તૈયાર રહેજે.
(ક્રમશ:)
PART – 37 | એક વખત હતો જેઠમલાણી લતીફ ના વકિલ હતા પણ પછી તે ભાજપમા જોડાઇ ગયા
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









