Thursday, April 16, 2026
HomeGujaratએક વખત હતો જેઠમલાણી લતીફ ના વકિલ હતા પણ પછી તે ભાજપમા...

એક વખત હતો જેઠમલાણી લતીફ ના વકિલ હતા પણ પછી તે ભાજપમા જોડાઇ ગયા

- Advertisement -

લતીફ ભાગ-37 : લતીફ Latif ની જીંદગીમાં હવે બધુ તેની સ્ક્રીપ્ટ પ્રમાણે ચાલી રહ્યુ હતું. ઉંદરની જેમ સંતાઈ રહેલો લતીફ Latif જેલ Jail માં આવી પાછો સિંહ થઈ ગયો હતો. તેણે જેલ Jail માં બેસીને ફરી પાછા ઉઘરાણા શરૂ કર્યા હતાં. જેલ Jail માં તેને પણ ખાસ્સો ખર્ચ થતો હતો. જેલ Jail માં તેના 82 ગુંડાઓ હતાં. લતીફ Latif તેના તમામ ગુંડાઓના ઘરે દર મહિને તેના માણસો જઈ 5 હજાર રૂપિયા આપી આવતા હતાં. આ ઉપરાંત વકિલો Advocate ના ખર્ચ ગણીએ તો 5-7 લાખ રૂપિયાની જરૂર તો રહેતી હતી. સુપ્રિમ કોર્ટ Supreme Court માં લતીફ Latif નો કેસ રામ જેઠમલાણી Ram Jethmalani જેવા મોટા દિગ્ગજ વકિલો lawyers લડતા હતાં, પણ જેલ Jail માં બેસી લતીફ Latif સુચના આપે એટલે વેપારીઓ પૈસા મોકલી આપતા હતાં. હમણાં સુધી લતીફ Latif નો આતંક માત્ર હિન્દુ Hindu ઓ પુરતો સીમિત હતો પણ હવે તેણે મુસ્લિમ બિલ્ડર્સ Muslim builders અને વેપારીઓ પાસે પણ પૈસા ઉધરાવવાની શરૂઆત કરી હતી. બધા જ ડરેલા હતા, પણ કોઈની લતીફ Latif સામે બોલવાની હિમંત ન્હોતી.



લતીફ Latif ના તમામ કેસ સાબરમતી જેલ Sabarmati Jail માં જ ચાલવાના હતાં. તેના માટે ખાસ અદાલત જેલમાં ઉભી કરવામાં આવી હતી, પણ જે દિવસે કેસની સુનાવણી હોય ત્યારે જેલ Jail ની અંદર અને બહાર માહોલ બદલાઈ જતો હતો. કેસના ફરિયાદી અને સાક્ષી જ્યારે જુબાની આપવા માટે સાબરમતી જેલ Sabarmati Jail ના દરવાજે પહોંચે તેની સાથે લતીફ Latif ના ગુંડાઓ તેમની પાસે પહોંચી જતા હતાં અને માત્ર એટલુ જ કહેતા હતા ભાઈ કે ખીલાફ ગવાહી દેંગા..બીજી કોઈ વાત નહીં. જેલ Jail ના દરવાજા સુધી એકલો આવેલો સાક્ષી અથવા ફરિયાદ આ સાંભળી ડરી જતા હતાં કારણ તેમને જુબાની આપી, તો જેલ Jail ની બહાર જ આવવાનું હતું અને તેમને અમદાવાદ Ahmedabad માં જ રહેવાનું હતું. લતીફ Latif ના ગુંડાઓ શાનમાં જે ધમકી આપતા હતા તેને અર્થ તેમને સમજાઈ જતો હતો.

જેલ Jail ની અંદરની અદાલતનો માહોલ તો આના કરતાં પણ વધુ ડરામણો હતો. સુનાવણી વખતે નિયમ પ્રમાણે લતીફ Latif સહિત તેના 82 ગુંડાઓને એક સાથે ઉભા રાખવામાં આવતા હતાં. જ્યારે સામે પક્ષે એક માત્ર જુબાની આપવા આવેલો સાક્ષી હોય. આ બધા જ ગુંડાઓની કદકાઠી અને આંખો જોઈને જ સાક્ષી ડરી જતો હતો. આ ઉપરાંત લતીફ Latif ના 4 થી 5 વકિલો પણ કોર્ટમાં હાજર રહેતા હતાં. જ્યારે સરકાર પક્ષે એકાદ સરકારી વકિલ હોય જેને તો દિવસ પુરો કરવાની ઉતાવળ હોય. સાક્ષી હિમંત રાખે તો પણ લતીફ Latif ના વકિલો Advocate ની ફોજ ઉલ્ટા સુલટા સવાલો પુછીને સાક્ષીને ગુચવી અને ડરાવી નાખતી હતી. જેના કારણે મોટા ભાગના સાક્ષીઓ પોલીસ Police ને આપેલા નિવેદન કરતા વિરૂધ્ધની જ વાત કરતા હતા અથવા તો પોલીસે તેમની પાસે બળપૂર્વક નિવેદન નોંધ્યુ હોવાનું કહેતા હતાં. આ વખતે લતીફ Latif ના ચહેરા ઉપર એક સ્મીત આવી જતું હતું.



સાક્ષી જેલ Jail ની બહાર આવે ત્યારે હાશકારો થતો હતો. લતીફ Latif ના એક વર્ષમાં જેલ Jail માં કુલ 6 કેસ ચાલ્યા તે તમામમાં સાક્ષી ફરી ગયા તેના કારણે કોર્ટે તેને નિદોર્ષ છોડી દીધો હતો. હજી તો બીજા કેસ ઉભા હતા, પણ તમામ કેસમાં આવુ જ થવાનું હતું.  તે લગભગ નક્કી જ હતું.

- Advertisement -

બીજી તરફ ભાજપ પર સંકટ ઉભુ હતું. કેશુભાઈ પટેલ Keshubhai Patel ની સરકાર પડી ગઈ અને નરેન્દ્ર મોદી Narendra Modi ને ગુજરાત છોડવું પડ્યું તેનો મોદીને રંજ હતો. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ Sardar Patel Stadium in Ahmedabad માં ભાજપ BJP નો એક સમારંભ હતો. મુખ્યમંત્રી સુરેશ મહેતા Chief Minister Suresh Mehta સહિત અનેક નેતાઓ ત્યાં આવવાના હતાં. નરેન્દ્ર મોદી Narendra Modi અને અમિત શાહે Amit Shah એક યોજના ઘડી કાઢી, જેમા શંકરસિંહ Shankarsinh ને સાથ આપનારને પાઠ ભણાવવાનો હતો. સમારંભ પુરો થયો તેની સાથે શંકરસિંહ Shankarsinh ના ખાસ ગણાતા આત્મારામ પટેલ Atmaram Patel, દત્તાજી ચીંરદાસ Dattaji Chirandas અને મધુસુદન મિસ્ત્રી Madhusudan Mistry જેવા નેતાઓ ઉપર મોદી ભક્તોએ હુમલો કરી દીધો અને વાત તો ત્યારે બગડી કે વયોવૃદ્ધ મંત્રી આત્મારામે Atmaram પહેરેલી ધોતી કાઢી તેમને રસ્તા ઉપર દોડવવામાં આવ્યા. ભાજપ BJP ની આબરૂના ફરી લીરા ઉડ્યા હતાં પણ મોદી અને શંકરસિંહ Shankarsinh હજી પોતાનો જ હિસાબ સરભર કરવાના મુડમાં હતાં. તેમને મન પાર્ટીની આબરૂની કોઈ કિમંત ન્હોતી.



આત્મારામ Atmaram ધોતી પ્રકરણમાં ફરી બાપુ BJP એ ભાજપ સામે રણશીંગુ ફુક્યું અને ભાજપ BJP માં હોવા છતાં ભાજપની સામે નિવેદન કરવા લાગ્યા હતા. સુરેશ મહેતા Suresh Mehta એ બાપુને સમજવવાનો ખુબ પ્રયાસ કર્યો પણ સુરેશ મહેતા Suresh Mehta બાપુ Bapu ની યોજના સમજી શક્યા ન્હોતા. હજી બાપુ Bapu ના મનમાં ખુદ મુખ્યમંત્રી CM થવાની તીવ્ર ઈચ્છા હતી તે મોટી થઈ રહી હતી. જો કે હજી બાપુ સંસદ સભ્ય જ હતાં છતાં ભાજપની સામે નિવેદનો ચાલુ હતાં. ભાજપની નેતાગીરી ત્રસ્ત થઈ ગઈ અને બાપુને તેમણે શીસ્તભંગની નોટીસ આપી હતી. બસ બાપુ આટલુ જ ઈચ્છતા હતાં, તે પોતાના સમર્થકો સાથે અમદાવાદ Ahmedabad ના લાલદરવાજા પાસે આવેલી ઈન્દુલાલ યાજ્ઞીકની પ્રતિમા Statue of Indulal Yagnik પાસેપહોંચ્યા અને તેમણે જાહેરમાં ભાજપે આપેલી નોટીસ Notice ફાડી અલગ ચોકો રચવાની જાહેરાત કરી દીધી. બીજી તરફ શંકરસિંહ Shankarsinh ના ખાસ ગણાતા દિલીપી પરીખ Dilip Parikh રાજભવન પહોંચ્યા અને તેમણે 45 ધારાસભ્યોને સુરેશ મહેતા Suresh Mehta ની સરકારમાં ભરોસો નથી તેવુ આવેદન પત્ર આપ્યુ હતું.

ફરી વખત ભાજપ સરકાર સામે અવિશ્વાસનો પ્રશ્ન આવ્યો. રાજ્યપાલે નિયમો પ્રમાણે સુરેશ મહેતા Suresh Mehta ને વિધાનસભા ગૃહમાં બહુમત પુરવાર કરવાનું કહ્યુ, પણ વિધાનસભામાં વિશ્વાસના મત વખતે ખુબ ધમાલ અને મારા મારી શરૂ થઈ. ત્યારે ગાંધીનગર Gandhinagar ના ડીએસપી DSP તરીકે ડી જી વણઝારા DG Vanzara હતાં. તેમણે પણ કોઈ અગમ્યકારણસર વિધાનસભામા કવરેજ કરવા આવેલા પત્રકારો Journalists ઉપર લાઠીઓ વરસાવી અને મામલો વધુ બગડ્યો. આ ધમાલ વચ્ચે કાર્યકારી અધ્યક્ષ ચંદુ ડાભી Chairman Chandu Dabhi એ સુરેશ મહેતા Suresh Mehta ની સરકાર અલ્પમતમાં હોવાની જાહેરાત કરી દેતા સુરેશ મહેતા Suresh Mehta અને ઘવાયેલા પત્રકારો સહિત નેતાઓ રાજ્યપાલ ભવન Governor Bhavan દોડી ગયા. જો કે બહુ ઓછા પત્રકારોને Journalists ખબર હતી કે તેમનો અહિંયા હાથા તરીકે ઉપયોગ થવાનો છે.

(ક્રમશ:)

- Advertisement -



PART – 35 | લતીફ ને પકડવા માટે ATS અને ક્રાઇમ બ્રાન્ચમા હોડ લાગી હતી પણ શુ થયુ

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular