Sunday, May 31, 2026
HomeGujaratલતીફ પાકિસ્તાનમા ડરી ગયો હતો, તેણે શરણે આવવા ત્યાર હતો પણ સરકારને...

લતીફ પાકિસ્તાનમા ડરી ગયો હતો, તેણે શરણે આવવા ત્યાર હતો પણ સરકારને તેની શરત મંજુર ન્હોતી

- Advertisement -

લતીફ ભાગ-33: સામાન્ય દારૂને બાટલી વેચનાર પહેલા બુટલેગર Bootlegger થયો અને પછી ગેંગસ્ટર Gangster થયો અને ક્યારે તે ત્રાસવાદ Terrorism નો હાથો બની ગયો તેની તેને પોતાને પણ ખબર રહી નહીં. ભારત India છોડી તે પાકિસ્તાન Pakistan માં સંતાયો હતો. જ્યાં તેના બીજા સાથી રસુલપાટી Rasulpati અને શરીફખાન Sharifkhan પણ તેની સાથે હતાં પણ કોણ જાણે તેનો પાકિસ્તાન Pakistan માં કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો. તેને મનમાં ક્યાંકને ક્યાંક એવુ લાગી રહ્યું હતું કે જો તે પાકિસ્તાન Pakistan માં રહ્યો તો હવે તેના હાથે વધુ અનર્થો થશે. પોતાને ડૉન Don સમજતો લતીફ Latif સમજી ગયો હતો કે તે તો કોઈના હાથ કઠપુતળી છે. તેનો દોર તો કોઈ બીજાના હાથમાં છે. એટલે તે પોતાના દેશ ભારત India અને પોતાના શહેરમાં અમદાવાદ Ahmedabad પાછો ફરવા ઉતાવળીયો થયો હતો. ગુજરાત Gujarat ની રાજકિય સ્થિતિ બદલાઈ હતી. ચિમનભાઈ પટેલ Chimanbhai Patel નાં મૃત્યુ પછી છબીલદાસ મહેતા Chhabildas Mehta મુખ્યમંત્રી CM થયા હતાં. લતીફે Latif પાકિસ્તાન Pakistan માં બેસી ફરી કોઈના મારફતે તેમનો સંપર્ક કરી ભારત આવવાની તૈયારી દર્શાવી હતી. જો કે તેણે શરણે આવવાની જે શરતો મુકી હતી તે માનવાનો છબલીદાસ મહેતા Chhabildas Mehta એ ઈન્કાર કરી દીધો હતો.



લતીફ Latif ને ડર હતો કે જે તે ભારત આવી ગયો તો આઈપીએસ ઓફિસર IPS Officer એ. કે. સુરોલીય, પી કે ઝા, સતીષ વર્મા, એ. કે. સિંગ અને આશીષ ભાટીયા A. K. Suroliya, P K Jha, Satish Verma, A. K. Singh and Ashish Bhatia ને અડફેટે ચઢી ગયો તો તે તેને ગોળી મારી દેશે. તેથી તેની પહેલા શરત એવી હતી કે આ 5 પોલીસ અધિકારીઓ Police officers ક્યારેય તેની પૂછપરછ કરશે નહીં, તેમજ લતીફ Latif સામે અમદાવાદ Ahmedabad સહિત આખા ગુજરાત Gujarat માં ગુનાઓ નોંધાયેલા હતાં. આ દરમિયાન તેને વિવિધ એજન્સીઓમાં માર પણ પડશે અને તેનું એન્કાઉન્ટર Encounter પણ થઈ જશે તેવો ડર હતો. તેથી તેની બીજી શરત એવી હતી કે તેના તમામ કેસ એક જ એજન્સીમાં ટ્રાન્સફર કરી કોઈ એક જ એજન્સી મારફતે તેની સામેની તપાસ કરવામાં આવે. સ્વભાવે શાંત અને સૌમ્ય ગણાતા મુખ્યમંત્રી છબીલદાસ મહેતા Chief Minister Chhabildas Mehta એ સ્પષ્ટ શબ્દોમાં આવી શરત માનવાનો ઈન્કાર કરતા કહ્યું, ગુજરાત પોલીસ Gujarat Police માં તાકાત છે કે તે તને દુનિયાના પાતાળમાંથી પણ શોધી કાઢશે.

કોંગ્રેસ સરકાર Congress Government હવે લતીફ Latif અને તેની ગેંગ Gang સામે આકરા પગલાં ભરી રહી હતી પણ જે કંઈ લતીફ Latif સામે થઈ રહ્યું હતું તે તો બંધ બારણે હતું અને કેટલાંક ઉચ્ચ અધિકારીઓ અને કેટલાંક મંત્રીઓ જ જાણતા હતાં. પરંતુ પ્રજામાં તો ઉંડે સુધી તે વાત ઉતરી ગઈ હતી કે અમદાવાદ Ahmedabad માં ગુજરાત Gujarat માં કોંગ્રેસ Congress ના કારણે મુસ્લિમોનું તૃષ્ટીકરણ થયું અને હિન્દુઓને સહન કરવું પડ્યું હતું. બીજી તરફ પોલીસે તોફાન અટકાવવા માટે સાચા ખોટા જોયા વગર મુસ્લિમોને પણ જેલમાં નાખવાની શરૂઆત કરી હતી તેના કારણે મુસ્લિમોનો એક મોટો વર્ગ કોંગ્રેસ Congress થી નારાજ થઈ તેનાથી દુર જઈ રહ્યો હતો. જે વાતથી કોંગ્રેસી નેતાઓ સાવ અજાણ હતા. છબીલદાસ મહેતા Chhabildas Mehta સનીષ્ઠ રાજકારણી હોવા છતાં કોંગ્રેસ Congress ના થઈ રહેલા પતનને અટકાવી શકવામાં નિષ્ફળ ગયા હતા.



1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી Gujarat Assembly elections સામે હતી. ભાજપ BJP હવે પહેલી વખત એકલા હાથે વિધાનસભાની ચૂંટણી Assembly elections લડવા મેદાનમાં ઉતર્યુ હતું, તેમની પાસે કોઈ નક્કર વિકાસની વાત તો ન્હોતી, પણ તેમની પાસે લતીફ Latif હતો. ફરી વખત વિધાનસભાની ચૂંટણી Assembly elections માં નેતા અશોક ભટ્ટ Ashok Bhatt સહિત ભાજપી નેતાઓ લતીફ Latif ના સર્જન માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી રહ્યા હતાં. ગાળ લતીફને આપતા હતા પણ બોલ્યા વગરના શબ્દોમાં આખી મુસ્લિમ કોમને ગાળો આપવામાં આવી રહી હતી. હિન્દુ Hindu ઓ લતીફ Latif ના નામે ભયભીત હતાં. તેમને લાગી રહ્યુ હતું કે આખી પરિસ્થિતિમાં તેમનો કોઈ તારણહાર હોય તો તે ભાજપ BJP જ છે. ભાજપ BJP તેમને લતીફ Latif અને મુસ્લિમોના આતંકથી બચાવી શકે છે. પહેલી વિધાનસભાની ચૂંટણી Assembly elections હતી જેમાં ભાજપે પ્રજાના જનમાનસમાં જે ઉતાર્યુ હતું તેનો લીટમેસ ટેસ્ટ હતો.

- Advertisement -

કોંગ્રેસ Congress એટલે મુસ્લિમોની પાર્ટી અને ભાજપ BJP એટલે હિન્દુઓના તારણહાર આ ફોર્મ્યુલા કામ કરી ગઈ. વિધાનસભાની મતગણતરી શરૂ થઈ ત્યારે એક પછી એક બેઠકો ઉપર ભાજપ BJP ના ઉમેદવાર વિજેતા થવા લાગ્યા અને ભાજપનો 121 બેઠકોની જંગી બહુમતી સાથે વિજય થયો. હિન્દુ પ્રજા ખુબ ખુશ હતી, તેમને મન કોંગ્રેસ Congress ની હાર કરતા તેઓ કોંગ્રેસ Congress ની હારને મુસ્લિમોની હાર માની રહ્યા હતાં. જો કે હજી પ્રજાનું ધ્યાન હિન્દુ-મુસ્લિમો Hindu-Muslim ના મતોનું ધ્રુવીકરણ કરાવી શકનાર ભાજપના વોટર સાયન્ટિસ્ટ નરેન્દ્ર મોદી Narendra Modi તરફ ગયુ ન્હોતું. માત્ર 5 વર્ષના ગાળામાં નરેન્દ્ર મોદી Narendra Modi એ રામજન્મભુમી Ramjanma Bhoomi નો મુદ્દો ચગાવી અને લતીફ Latif વિરોધી પ્રચાર કરી કોંગ્રસેના સુપડા સાફ કરી નાખ્યા હતાં. આ તેમનો પહેલો પ્રયોગ હતો જેમાં તેમને સફળતા મળી હતી. ભાજપ BJP ની સરકાર આવી હોવાને કારણે વિશ્વ હિન્દુ પરિષદ Vishwa Hindu Parishad અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ Rashtriya Swayamsevak Sangh જેવા હિન્દુ સંગઠનો તાકાતવર બની ગયા હતા. ભાજપ વિધાનસભા BJP Assembly પક્ષની બેઠકમાં પક્ષના નેતા તરીકે કેશુભાઈ પટેલ Keshubhai Patel ની પસંદગી થતાં ભાજપ BJP ના પહેલા મુખ્યમંત્રી CM તરીકે કેશુભાઈ પટેલે Keshubhai Patel સત્તાનું સુકાન સંભાળ્યુ હતું.



લતીફ Latif ને જાહેરમાં ગાળો આપતા અનેક નેતાઓ સાથે લતીફ Latif ને વ્યક્તિગત સંબંધો હતાં. કેશુભાઈ પટેલ Keshubhai Patel મુખ્યમંત્રી થતાં ફરી પાકિસ્તાન Pakistan માં બેઠેલા લતીફ Latif ને આશા જન્મી હતી અને તેમણે પોતાના ભાજપી મિત્રોની મદદ લઈ ફરી એક વખત શરણે આવવાની તૈયારી બતાડી હતી. ગામડામાં જ ઉછરેલા અને દેશી ગણાતા કેશુભાઈ પટેલ Keshubhai Patel નું શિક્ષણ ઓછુ હતું પણ સત્તાના ગણતરનું ભાથુ મોટુ હતું. તેમણે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર લતીફ Latif ની વાત લઈ આવેલા નેતાને કહી દીધુ આજે નહીં અને ક્યારેય નહીં લતીફ Latif શરતો સાથે શરણે આવે તે વાત હરગીજ માન્ય નથી પોલીસ Police અને કાયદો પોતાનું કામ કરશે. લતીફ Latif ફરી એક વખત નિરાશ થયો હતો. બીજી તરફ ભાજપને પહેલી વખત એકલા હાથે સત્તા સંભાળવાનો મોકો મળ્યો હતો. સત્તાનો તેમને અનુભવ ન્હોતો, સાથે કેશુભાઈ પટેલ Keshubhai Patel મુખ્યમંત્રી CM થયા તેની સાથે અનેક નેતાઓ નારાજ હતાં. જેમાં શંકરસસિંહ વાઘેલા Shankarsinh Vaghela પણ એક હતા. જો કે આ મુદ્દે તેઓ જાહેરમાં કઈ બોલતા ન્હોતા, પણ અંદરથી ઉકળતા ચરૂ જેવી સ્થિતિ હતી.

(ક્રમશ:)



- Advertisement -

PART – 32 | તરુણ બારોટ પાસે પોતાની ટીમ સાથે ભાગી છુટવા સિવાય કોઇ વિકલ્પ જ ન્હોતો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular