Thursday, April 16, 2026
HomeGujaratસુરોલિયાને ફોન આવ્યો નરહરિ અમીન સાહેબ બોલાવી રહ્યા છે

સુરોલિયાને ફોન આવ્યો નરહરિ અમીન સાહેબ બોલાવી રહ્યા છે

- Advertisement -

લતીફ ભાગ-25: રથયાત્રા Rathyatra ઉપર હુમલો થતાં ફરી એક વખત શહેર ભડકે સળગવા લાગ્યું જ્યાં જેમની બહુમતી હતી ત્યાં લધુમતી માર ખાતી હતી. મુસ્લિમ Muslim બહુમતીવાળા વિસ્તારમાં હિન્દુઓની કત્લેઆમ થતી હતી અને હિન્દુઓની Hindus બહુમતી હોય ત્યાં મુસ્લિમો માર્યા જતા હતાં. પોલીસ Police આખો દિવસ પાગલની જેમ અહિંયાથી ત્યાં દોડ્યા કરતી હતી. પોલીસ Police નું પ્રાથમિક કામ હતું તોફાન ડામવાનું છતાં તોફાન કાબુમાં આવતા ન્હોતા. પોલીસ Police તોફાની વિસ્તારમાં ઘુસી તોફાનીઓને પકડી લાવતી હતી પણ આરોપીઓ હજી પોલીસ સ્ટેશન Police Station પહોંચે તે પહેલા ગાંધીનગર Gandhinagar થી ફોનની ઘંટડીઓ રણકવા લાગતી હતી. આરોપીઓને છોડી દેવા પડતા હતાં. પોલીસ Police અધિકારીઓનાં મનમાં ઘણી અસ્પષ્ટતા હતી. આઈપીએસ IPS અધિકારીઓની પોસ્ટીંગ ફાઈલ મુખ્યમંત્રી CM સુધી જતી હોવાને કારણે આઈપીએસ IPS અધિકારીઓ મુખ્યમંત્રીની નારાજગી વહોરી બદલી કરાવવા માગતા ન્હોતા. પણ હવે મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ Chief Minister Chimanbhai Patel ને લાગ્યું કે પાણી માથાની ઉપરથી વહેવવા લાગ્યું છે.



લતીફ Latid ની ગેંગના માણસોએ આતંક વરસાવી દીધો હતો. ફરી જુના તોફાનની ફોર્મ્યુલા ચાલુ થઈ હતી. સ્ટેબિંગનો દોર શરૂ થઈ ગયો હતો. કરફ્યુ Curfew મુક્તિ મળે તેની સાથે વી.એસ. હોસ્પિટલ V.S.Hospital માં સો-દોઢ સો લોકો સ્ટેબિંગનો ભોગ બની આવી જતાં વી. એસ. હોસ્પિટલ V.S. Hospital ના ડોક્ટર્સ પણ ઓછા પડે તેવી સ્થિતિ નિર્માણ થતી હતી. છુરાબાજીનો ભોગ બનનાર હિન્દુ Hindu ઓ હતાં અને પોલીસ Police ગોળીબારમાં ઘવાયેલા મુસ્લિમો હતા. બંન્ને કોમો પોતાનો હિસાબ સરભર કરવા માગતી હતી. અખબારમાં 10 હિન્દુ Hindu અને 8 મુસ્લિમોના મરણના સમાચાર છપાય તો બીજા દિવસે બે મોત સરભર કરી લેવામાં આવતા હતા. જાણે માણસના મોતનો દાખલો બંન્ને કોમ માંડી રહી હતી. 1 દિવસ ડીસીપી એ. કે. સુરોલીયા DCP A. K. Surolia ને સંદેશો મળ્યો કે તાત્કાલીક નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન Deputy CM Narhari Amin ના કાર્યાલય પહોંચો. સ્વભાવે અક્કડ મીજાજી એ. કે. સુરોલીયા A. K. Surolia ના સ્વભાવમાં નેતાઓની કદમપોશી ન્હોતી, તેના કારણે તેઓ કદાચ ત્યારે તેમને નરહરિને અમીન Narhari Amin ને મળવાની સુચના આવી ત્યારે પસંદ પડ્યું નહીં હોય છતાં નરહરિ અમીન Narhari Amin ડેપ્યુટી સીએમ Deputy CM હતા અને પ્રોટોકોલ પ્રમાણે પણ તેમના આદેશ અનુસાર તેમને મળવા જવુ જ પડે તેમ હતું. સુરોલીયા Surolia આદેશ અનુસાર તે દિવસે નરહરિને અમીન Narhari Amin ને મળવા પહોંચ્યા. નરહરિ Narhari ના ચહેરા ઉપર ચિંતા અને નારાજગી હતી. કારણ કે પહેલી વખત રથયાત્રા RathYatra ને તોફાનીઓ ખેંચી ગયા હતાં અને રાજ્ય યાત્રાને રક્ષણ આપવામાં નિષ્ફળ ગયુ હતું. નરહરિ Narhari સરકારમાં ચિમનભાઈ Chimanbhai પછી સર્વેસર્વા હતાં. તેના કારણે જે કંઈ થયું અને જે કંઈ ચાલી રહ્યું હતું તેની સીધી જવાબદારી નરહરિ અમીન Narhari Amin ની હતી.

1974માં નવનિર્માણ આંદોલન થયુ હતું. અમદાવાદ Ahmedabad ની એલ.ડી. એન્જનિયરીંગ કોલજ L.D. College of Engineering ની હોસ્ટેલનાફૂડમાં 5 રૂપિયાનો માસિક વધારો થયો હતો અને વિદ્યાર્થી આંદોલનની શરૂઆત થઈ હતી. તે આંદોલન બહુ જલદી રાજ્યવ્યાપી બની ગયું. ત્યારે નરહરિ અમીન Narhari Amin વિદ્યાર્થી નેતા હતાં અને સભા-સરઘસોમાં ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડતા હતા. ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ની પ્રતિકાત્મક નનામી લઈ વિદ્યાર્થીઓ નિકળતા તેની આગેવાની પણ નરહરિ Narhari લેતા હતાં. આ આંદોલનને કારણે ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ની સરકારનું પતન થયું પણ ચિમનભાઈ Chimanbhai કાબા રાજકારણી હતાં. કદાચ ત્યારે તેમને નરહરિ Narhari ની તાકાતનો અંદાજ આવી ગયો હતો. પણ કહેવાય છે ને કે રાજકારણમાં કોઈ મિત્ર અને કાયમી દુશ્મન હોતા નથી. સમય બદલાયો હતો. વિદ્યાર્થી જીવનમાંથી રાજકારણમાં પ્રવેશેલા નરહરિ Narhari ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ના જનતા દલ ગુજરાતમાં સામેલ થયા હતા અને ચિમનભાઈ Chimanbhai ના ખાસ અને ટ્રબલ શુટર બન્યાં હતાં.



અમદાવાદ Ahmedabad ની સામાજીક પરિસ્થિતિ પણ બદલાઈ હતી. 1985માં થયેલા તોફાનો પછી ઘણી હિન્દુ Hindu પોળો ખાલી થઈ હતી. જો કે મુસ્લિમોના મકાન પણ ખાલી હતાં પણ તે મુસ્લિમો જ ખરીદતા હતાં પણ હિન્દુઓના જે મકાનો ખાલી પડ્યા હતાં તેમાં એક મુસ્લિમ Muslim મકાન ખરીદે તેની સાથે મુસ્લિમ તો ક્રુર અને માંસાહારી છે તેવી ઘર કરી ગયેલી માન્યતાને કારણે પડોશમાં મુસ્લિમ Muslim રહેવા આવે તો કોઈપણ કારણ વગર હિન્દુ Hindu ઓ પોતાના મકાનો વેચવા લાગ્યા હતાં. તેના કારણે ક્રમશ: કેટલીક હિન્દુ Hindu પોળો હવે મુસ્લિમો Muslim ની થઈ ગઈ હતી. કેટલીક પોળો તો એવી હતી કે જેમાં દેરાસર અને મંદિરો Derasar and temples હતાં પણ તે પોળમાં તેમના કોઈ પણ ભક્ત રહ્યાં ન્હોતાં. ચારે તરફ મુસ્લિ Muslim મો રહેવા આવી ગયા હતાં. જો કે હિન્દુ Hindu ઓ આ તમામ ઘટનાઓ માટે ચિમનભાઈ પટેલ Chimanbhai Patel અને કોંગ્રેસ Congress ને જવાબદાર માની રહ્યા હતાં. તેમાં પણ ફરી તોફાન થતાં હિન્દુઓ ખુબ નારાજ હતાં. હજી લતીફ Latif ગેંગનો ખોફ યથાવત હતો. ભાડુતી ગુંડાઓને લાવીને પણ ભારત બહાર બેઠેલો લતીફ Latif અમદાવાદ Ahmedabad ના તોફાનનો દોરી સંચાર ચલાવી રહ્યો હતો.

- Advertisement -

ડેપ્યુટી પોલીસ કમિશનર Deputy Commissioner of Police તરીકે ફરજ બજાવનાર એ. કે. સુરોલીયા A. K. Surolia નરહરિ અમીન Narhari Amin ની ચેમ્બરમાં પહોંચ્યા. પહેલા શહેરની સ્થિતિની પ્રાથમિક ચર્ચા કર્યા પછી નરહરિ Narhari એ પુછયું સુરોલીયા Surolia તોફાન કેમ બંધ થતાં નથી? નરહરિ Narhari ના અવાજ સત્તાવાહી હતો. સામાન્ય રીતે તેઓ પોલીસ Police અધિકારીઓને તેમની અટકના નામે જ બોલાવતા હતાં. તેમણે ક્યારેય કોઈ પોલીસ અધિકારીને સાહેબ તરીકે સંબોધન કર્યું ન્હોતુ. તેમને ખબર હતી કે તેઓ સરકાર છે અને સરકારી અમલદારો સરકારી નોકર છે એટલે સરકાર ક્યારેય નોકરોને સાહેબ કહેતી નથી.સુરોલીયા Surolia પોતાના સ્વભાવ પ્રમાણે થોડો વિચાર કર્યો. બહુ ઓછું બોલતા સુરોલીયા Surolia એ નરહરિ અમીન Narhari Amin સામે જોતા કહ્યુ, સર તોફાન 48 કલાકમાં બંધ કરાવી દઉ પણ મને સીએમ ઓફિસ CM Office થી કોઈ ફોન ના આવે તો… નરહરિ Narhari પણ ચિમનભાઈ પટેલ Chimanbhai Patel નાં શીષ્ય હતાં, તેમને સામેવાળી વ્યક્તિની તાકાતનો અંદાજ આવી જતો હતો. સુરોલીયા Surolia કઈ બાબત ઉપર ઈશારો કરવા માગે છે અને પોલીસ Police માં રાજકિય હસ્તક્ષેપ થઈ રહ્યો છે તે વાત નરહરિ Narhari સમજી ગયા હતાં. આમ તો ચિમનભાઈ Chimanbhai ના સારા નરસા કામ નરહિર Narhari ના ભાગે જ આવતા હતાં.



સુરોલીયા Surolia એક પ્રમાણિક અધિકારી હોવાની સાથે આઈપીએસ IPS પણ હતાં. તેમની વાત ટાળી શકાય તેમ ન્હોતી. તોફાન બંધ થવા જોઈએ તેવી જો રાજ્યની ઈચ્છા હોય તો સુરોલીયા Surolia ની શરત માન્યા વગર કોઈ વિકલ્પ ન્હોતો. નરહરિ Narhari એ એક ક્ષણ વિચાર કર્યો અને ઈન્ટરકોમ ફોન ઉપાડી ચિમનભાઈ પટેલ Chimanbhai Patel ને ફોન જોડ્યો અને સીધી વાત ઉપર આવતા કહ્યુ સાહેબ મારી સામે સુરોલીયા Surolia ઊભા છે, તેઓ કહે છે 48 કલાકમાં તોફાન બંધ કરાવી દઉ પણ શરત એટલી છે કે તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાં CM office થી કોઈ ફોન આવવો જોઈએ નહીં. ચિમનભાઈ Chimanbhai ને સત્તાની કિમંત ખબર હતી. 1974ના આંદોલનને કારણે સત્તા ગઈ અને તેને પાછી લેતા પુરા 18 વર્ષ જતાં રહ્યાં હતાં. હવે તેઓ કોઈ ચાન્સ લેવા માગતા ન્હોતાં. તેની સાથે ચિમનભાઈ પટેલ Chimanbhai Patelની એક ખાસીયત હતી. તેમને પસંદ નહીં પડતા અને તેમને અનુરૂપ નહીં આવતા આઈપીએસ IPS અધિકારીઓને પણ તેઓ પોસ્ટિંગમાં અન્યાય કરતાં ન્હોતા. ચિમનભાઇ Chimanbhai ને ખબર હતી કે આ અધિકારીઓ રાજ્યની કાયદો અને વ્યવસ્થા માટે કેટલા મહત્વના છે.

ચિમનભાઈ પટેલે Chimanbhai Patel નરહરિ Narhari ની વાત પુરી થતાં જ કહ્યું નરહરિ Narhari સુરોલીયા Surolia ને કહી દે 48 કલાક નહીં 72 કલાક મારો કોઈ ફોન રાજ્યના કોઈ પણ અધિકારીને આવશે નહીં પણ મારે તોફાન બંધ થવા જોઈએ. જ્યારે નરહરિ Narhari એ સુરોલીયા Surolia ને મુખ્યમંત્રીનો જવાબ સંભળાવ્યો તેની સાથે સુરોલીયા Surolia સલામ કરી ચેમ્બરની બહાર નિકળ્યા. પોતાની ઓફિસે પહોંચતા પહેલા તેમણે વાયરસેલ ઉપર પોતાની ટીમને પોતાની ઓફિસમાં હાજર રહેવાની સુચના આપી હતી. હવે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.


(ક્રમશ:)

- Advertisement -

PART – 24 | પાકિસ્તાન બેઠેલા લતીફે રથયાત્રાને લોહિયાળ બનાવવાનું આયોજન કર્યુ હતુ

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular