Thursday, April 16, 2026
HomeGujaratDCP ઍ કે સુરોલિયા મદદે આવ્યા પણ તેમની જીપ્સી ઉપર બૉમ્બ...

DCP ઍ કે સુરોલિયા મદદે આવ્યા પણ તેમની જીપ્સી ઉપર બૉમ્બ ઝીંકાયો

- Advertisement -

લતીફ ભાગ-22: પોલીસ કંટ્રોલ રૂમ Police control room ની સુચના મળતા અમદાવાદ પોલીસ Ahmedabad Police ના તમામ વાહનો દરિયાપુર Dariapur તરફ દોડવા લાગ્યા પણ કંટ્રોલ રૂમને મેસેજ આપવાને અડધો કલાક પસાર થઈ ગયો હોવા છતાં કોઈ મદદ પોપટીયાવાડ Popatiyawad સુધી પહોંચી નહીં. ત્યાં ખાનભાઈઓને પકડી ઉભી રહેલા જોહરી Johri અને જાડેજા Jadeja માટે એક 1 મીનિટ ભારે પડી રહી હતી. ત્યારે મદદ આવવામાં કેમ મોડુ થઈ રહ્યું હતું તેની ખબર પડતી ન્હોતી. અમદાવાદ શહેરમાં કુલ 18 પોલીસ સ્ટેશન હતાં. કંટ્રોલરૂમના સંદેશા પ્રમાણે અમદાવાદ Ahmedabad ના તમામ પોલીસ ઈન્સપેક્ટર્સ અને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના અધિકારીઓ દરિયાપુર Dariapur સુધી તો આવ્યા હતાં, પણ તમામ વાહનો દરિયાપુર Dariapur ના મુખ્ય રસ્તા ઉપર આવેલી તંબુ ચોકી પાસે ઉભા રહી ગયા હતાં. તેઓ કંટ્રોલ રૂમને વળતો સંદેશો આપતા હતા કે તેઓ દરિયાપુર Dariapur પહોંચી ગયા છે. આટલી મોટી સંખ્યામાં પોલીસ, વાહનો અને હથિયારો હોવા છતાં કોઈ પોલીસ ઈન્સપેક્ટર PI પોપટીયાવાડ Popatiyawad તરફ જવાની હિમંત કરતા ન્હોતા. માત્ર અડધો કિલોમીટરના અંતરે ઉભા હતાં.



બીજી તરફ ડીવાયએસપી જાડેજા DYSP Jadeja કંટ્રોલ રૂમ Control Room ને સતત ફોન કરી ફોર્સ મોકલી આપો તેવો આદેશ અને વિનંતી કરી રહ્યા હતાં. કારણ હવે તેમના જીવ પણ જોખમમાં મુકાઈ ગયો હતો. કંટ્રોલ રૂમ Control Room ના અધિકારીઓ સ્થિતિને સમજી શકતા ન્હોતા. કારણ તેમણે શહેરના તમામ પોલીસ ઈન્સપેક્ટર્સને દરિયાપુર Dariapur રવાના કર્યા હતાં. ઈન્સપેકટર્સ પણ દરિયાપુર Dariapur માં હાજર હોવાનો વાયરલેસ મેસેજ આપતા હતાં તો પછી જાડેજા Jadeja કેમ એવુ કહી રહ્યા હતા કે ફોર્સ હજી આવ્યો નથી. તેના કારણે કંટ્રોલરૂમ પણ સતત તમામ પોલીસ વ્હીકલને વાંરવાંર પોપટીયાવાડ Popatiyawad ની અંદર જવાની સુચના આપી રહ્યો હતો. વાયરલેસ સેટ ઉપર ધમાસાણ ચાલી રહ્યુ હતું. ડીસીપી એ. કે. સુરોલીયા DCP AK Surolia કોઈ કામ માટે ઓફિસની બહાર નિકળ્યા અને પોતાની જીપ્સી કારમાં ગોઠવાયા તે જ વખતે તેમણે કંટ્રોલરૂમ દ્વારા પોલીસ ઈન્સપેક્ટર્સ Police Inspector ને આપવામાં આવે રહેલી સુચના પોતાની જીપ્સીના વાયરલેસ સેટ ઉપર સાંભળી. તેમને આ પ્રકારનો સંદેશો સાંભળી આશ્ચર્ય થયું. તેમણે જીપ્સીમાં રેડિયો ઓપરેટર સામે જોયુ. તેણે જવાબ આપ્યો, સર કંટ્રોલરૂમ રીપીટ મેસેજ આપી રહ્યું છે અને ઈન્સપેકટર્સને પોપટીયાવાડ Popatiyawad જવાની સુચના આપે. જોહરી Johri મેડમ ત્યાં ઘેરાઈ ગયા છે. એ. કે. સુરોલીયા AK Surolia ને આખી સ્થિતિ સમજી જવામાં વખત લાગ્યો નહીં.

એક તરફ તેમની પોતાની નમાલી પોલીસ Police ઉપર ગુસ્સો પણ આવ્યો. બીજી તરફ પોતાની જીવની બાજી લગાડનાર 3 સાથી પોલીસ અધિકારીઓને મદદ માટે પહોંચી જવુ જોઈએ તેવું તેમણે નક્કી કરી લીધું. તેમણે જીપ્સીના ડ્રાઈવરને વિલંબ કર્યા વગર કહ્યું પોપટીયાવાડ Popatiyawad લઈ જાવ અને તેમની જીપ્સી લતીફ Latif ના ઘર તરફ દોડવા લાગી. પોપટીયાવાડ Popatiyawad જવા માટે રસ્તામાં તંબુ ચોકી આવે. સુરોલીયા Surolia ની જીપ્સી તંબુ ચોકી પાસેથી પોપટીયાવાડ Popatiyawad જવા નિકળી ત્યારે તેમણે જોયું કે પોલીસ અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે બહાર હાજર હોવા છતાં અંદર જવાની હિમંત કરતા નથી, પણ આ સમય કોઈને કંઈ કહેવાનો ન્હોતો. સુરોલીયા Surolia કંઈ પણ કહેવા રોકાયા વગર પોપટીયાવાડ Popatiyawad તરફ ઘસી ગયા. ત્યારે અંદરથી ચીચીયારીઓ અને બુમો સંભળાઈ રહી હતી.



સુરોલીયા Surolia ની જીપ્સીમાં પણ એક રેડિયો ઓપરેટર અને એક ગન મેન સિવાય કોઈ ન્હોતું. છતાં તેમણે પણ હિમંત કરી હતી. દુરથી ગલીમાં પોલીસ જીપ્સી આવતી જોઈ જોહરી Johri ના જીવમાં જીવ આવ્યો આખરે મદદ તો આવી ખરી પણ માત્ર સુરોલીયા Surolia એકલા હતાં. જીપ્સીના ડ્રાઈવરે ટોળાને ડરાવવા માટે સ્પીડ વધારી અને ટોળુ થોડીક ક્ષણ માટે એક તરફ થઈ ગયું. જેવી જીપ્સી જોહરી Johri પાસે ઉભી રહી હતી સુરોલીયા Surolia એ ઝડપથી બેસી જવાની સુચના આપતા પાછળની સીટમાં જોહરી Johri, જાડેજા Jadeja અને પટેલ Patel ખાન બંધુઓના લમણે રીવોલ્વર મુકી બેસી ગયાં. ફરી ડ્રાઈવરે એક્સિલરેટર દબાવ્યું. લતીફ Latif ના માણસોને લાગ્યુ કે તેમનું નાક કપાયું, લતીફ Latif ના ઘરે આવી પોલીસ કોઈને કેવી રીતે પકડી જાય. જીપ્સી હજી ગતી પકડે તે પહેલા ઉપરના માળેથી એક હેન્ડગ્રેનેડ જીપ્સી ઉપર ઝીંકાયો. જો કે સદનસીબે તે ગ્રેનેડ જીપ્સીના પાછળના દરવાજે લાગેલા સ્પેયર વ્હીલ ઉપર પડ્યો અને ડ્રાઈવરે દરિયાપુર Dariapur તરફ બહાર નિકળવાને બદલે જીપ્સી કાલુપુર Kalupur તરફના રસ્તા મારી મુકી હતી. આ અમદાવાદ પોલીસનું પોપટીયાવાડ Popatiyawad માં થયેલુ પહેલું ઓપરેશન હતું અને તે પણ મહિલા આઈપીએસ ઓફિસર ગીથા જોહરી IPS Offier Geeta Johri દ્વારા પાર પાડવામાં આવ્યુ હતું. જોહરી Johri ની ટીમનું કામ કાબીલે તારીફ હતું. તેમ જ ડીસીપી એ. કે. સુરોલીયા DCP AK Surolia એ પણ પોતાના સાથીઓને હિમંતપુર્વક મદદ કરી હતી. લતીફ Latif ના ગઢમાં જઈ તેમાં ગાબડું પાડવાની આ અમદાવાદ પોલીસ Ahmedabad Police ની પહેલી શરૂઆત હતી.

- Advertisement -

લતિફ Latif ભાગી છુટવામાં સફળ રહ્યો હતો પણ તેનો શાર્પશુટર શરીફ Sharpshooter Sharif અને તેનો ભાઈ જાવેદ Javed પકડાઈ ગયા તે મોટી સફળતા હતી. દરિયાપુર Dariapur માંથી નિકળી શરીફખાન Sharifkhan ને સીધો શાહીબાગ પોલીસ સ્ટેશન Shahibaug Police Station લઈ જવામાં આવ્યો કારણ દરિયાપુર પોલીસ સ્ટેશન Dariapur Police Station માં તેને રાખવામાં જોખમ હતું. પોતાની બંદુક અને નિશાનામાં માહિર શરીફખાને Sharifkhan ઘણાના જીવ લીધા અને ઘણાને ડરાવ્યા હતાં. પરંતુ આજે શાહીબાગ પોલીસ સ્ટેશન Shahibaug Police Station માં એક લેડી સિંઘમ પોલીસ અધિકારી ગીથા જોહરી Lady Singham Geetha Johri તેની સામે ખુરશી નાખી તેનું ઈટ્રોગેશન કરી રહ્યા હતાં અને શરીફખાન Sharifkhan ને દિવસે તારા દેખાવા લાગ્યા હતાં.


(ક્રમશ:)

PART – 21 | સામે શરીફખાન હતો, DCP જોહરીએ પિસ્તોલ કાઢી તેના લમણા ઉપર મુકી દીધી

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular