Friday, May 1, 2026
HomeGeneralGSTમાં વધારાના વિરોધમાં અમદાવાદનાં કાપડ વેપારીઓનું વિરોધ પ્રદર્શન, 12%ની જગ્યાએ 5% કરવાની...

GSTમાં વધારાના વિરોધમાં અમદાવાદનાં કાપડ વેપારીઓનું વિરોધ પ્રદર્શન, 12%ની જગ્યાએ 5% કરવાની માગ

- Advertisement -

નવજીવન.અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા કાપડ ઉદ્યોગમાં જીએસટી 12% કરવાના મુદ્દે સમગ્ર દેશના કાપડના વેપારીઓ સરકારની સામે વિરોધ કરી રહ્યા હે, જેના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે. બે દિવસથી અમદાવાદના કાપડના વેપારીઓ જીએસટીમાં વધારાનો વિરોધ કરી રહ્યા છે. ગઈ કાલે સાંજના સમયે અમદાવાદ કાપડ બજારના વેપારીઓએ કાપડ બજારમાં અંધારું કરીને વિરોધ કર્યો હતો જ્યારે અને મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ કર્યો હતો.



અમદાવાદ ઘીકાંટા વિસ્તારમાં આવેલા કાપડ બજારના વેપારીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખૂબ નારાજ છે. તેમણે આજે સંપૂર્ણ બંધનું એલાન કર્યું હતું જે કાપડ બજારના દરેક વેપારીએ પાળ્યું હતું. બંધ દરમિયાન મોટી સંખ્યામાં અમદાવાદનાં કાપડના વેપારીઓ કાપડ બજાર આગળ એકત્રિત થાય હતા અને બજારની બહાર એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- Advertisement -

કાપડ બજાર યુનિયનના વિજય પુરોહિતે જણાવ્યું હતું કે,” અમારી સરકાર સામે એક જ માગ છે કે કાપડ પર જે જીએસટી 12% છે તેને ઘટાડીને 5% કરવાં આવે. ગઇકાલે અમે અંઘારું કરીને વિરોધ કર્યો હતો અને આજે બંધ આપ્યું છે. જો આગામી સમયમાં અમારી માગ સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં અમારી યુનિયન જે નિર્ણય કરશે તેમાં અમારું સમર્થન રહેશે.”



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular