Friday, May 1, 2026
HomeGeneralઅમદાવાદમાં વરસાદના પાણી ઓસરે કે નહીં પણ તલાટીને લીલા લહેરઃ પેઢીનામામાં નામ...

અમદાવાદમાં વરસાદના પાણી ઓસરે કે નહીં પણ તલાટીને લીલા લહેરઃ પેઢીનામામાં નામ ઉમેરવા કર્યા આવા કાળા કામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ હાલમાં ધોધમાર વરસાદે તંત્રની પછી પહેલા જનતાની ઉંઘ તો હરામ કરી જ નાખી હતી ત્યાં અમદાવાદના દસક્રોઈ તાલુકા ખાતેની ચવલજ-ગોવિંદડા ગ્રુપ ગ્રામ પંચાયત કચેરીના તલાટી કમ મંત્રી અને ત્યાં કામ કરતા કોમ્પયુટર ઓપરેટરને લીલા લહેર જેવો ઘાટ છે. એક જમીનના પેઢીનામાના કામમાં રૂપિયા 7 હજારની લાંચ માગી હતી.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોટી ટીંબડી ગામ ખાતે એક વ્યક્તિના પિતાની જમીન હતી. જેના સીધી લીટીના વારસદાર તરીકે આ વ્યક્તિ તથા તેના પરિવારના અન્ય સભ્યોના નામ દાખલ કરવાના હતા. જેના માટે પેઢીનામું કરવાનું હતું. જે તે સમયે આ વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટર ચમન મગનજી ડાબીને મળ્યા અને તેમાં તેણે તલાટી કમ મંત્રી જશુબેન પ્રેમજી ચાવડાને મળી આ કામનો લાંચનો ભાવ 7000 રૂપિયા આપ્યો હતો.

- Advertisement -

વાતચિત અને વિનંતી પછી 5 હજાર રૂપિયા નક્કી થયા. જે આ વ્યક્તિ આપવા માગતા ન હોઈ તેમણે એસીબી (લાંચ રુશવત વિરોધી બ્યૂરો)નો સંપર્ક કર્યો હતો. જેથી આ વ્યક્તિની મદદે ખેડા એસીબી પીઆઈ જે આઈ પટેલ તથા એસીબી મદદનીશ નિયામક કે બી ચુડાસસમા સહિતની ટીમ આવી અને પોલીસે તેમને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપી એક છટકું ગોઠવી નાખ્યું.

લાલચમાં આંધળા બનેલા આ બંને શખ્સો એસીબીના છટકામાંથી છટકી શક્યા નહીં. એસીબીએ બંનેને લાંચ લેવાના ગુનામાં ઝડપી પાડ્યા અને તેમની સામે કાર્યવાહી શરુ કરી છે. આ ઉપરાંત ગાંધીનગર એસીબી દ્વારા જન્મ મરણ અને લગ્નના સર્ટીફીકેટ માટે લોકોને લુંટવામાં આવતા હોવાની વિગતો મળી હતી. દહેગામ નગરપાલીકાનો ક્લાર્ક રોહિત ચીમનલાલ શાહ લગ્નના સર્ટી માટે 1000થી 1500 રૂપિયા ઉઘરાવતો હતો, પૈસા ન આપે તો ધક્કા ખવડાવતો હતો. એસીબીએ તેની પણ અક્કલ ઠેકાણે લગાવી દીધી. એસીબીએ તેની સામે પણ એક છટકાનું આયોજન કરી બે સર્ટિફીકેટ કઢાવવાનું કહ્યું તો તેણે 1500 ભાવ કહ્યો. એસીબીએ લાંચ પણ આપી પણ લાલચનો આંધળો ક્લાર્ક સમજી શક્યો નહીં અને છટકામાં આબાદ ઝડપાઈ ગયો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular