Friday, April 17, 2026
HomeGujaratઅમદાવાદઃ તે પોતાના તાજા જન્મેલા બાળકને મુકી કેમ ભાગી રહી હતી અને...

અમદાવાદઃ તે પોતાના તાજા જન્મેલા બાળકને મુકી કેમ ભાગી રહી હતી અને બાળક રડવા લાગ્યુ પછી શુ થયુ જુઓ વિડીયો

- Advertisement -

પ્રશાંત દયાળ, નવજીવન.અમદાવાદ: આમ તો પોતાને પેટનો ખાડો પુરાવા માટે આવી હતી, પણ તેને અંદાજ ન્હોતો તેની જીંદગી આવો અણધાર્યો વળાંક લેશે, પાંચ મહિના પહેલા જેને અઢણક પ્રેમ કરતી હતી તે જ પ્રેમી તેને છોડી જતો રહ્યો હતો, અને તેના પ્રેમ સ્વરૂપ તેના ગર્ભમાં ઉછેરી રહેલી જીવ કરતા વહાલા બાળકને તેણે છોડી જેવાનો નિર્ણય કર્યો હતો, પણ કુદરતને તે મંજુરી ન્હોતુ આ વાત મુળ મીઝોરમની અને હાલમાં અમદાવાદના સત્તાધાર વિસ્તારમાં રહેતી લાલોમકીવી લાલેંગલી નામની યુવતીની છે.




ઘટના કઈક આવી રીતે શરૂ થાય છે, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર વિભાગ 4માં રહેતા મનિષા બહેન શાસ રોજના ક્રમ પ્રમાણે સવારે ઘરનું કામ પુરૂ કરી દેરાસર ગયા હતા અને ત્યાંથી પરત ફર્યા ત્યારે તેમના ઉપરના માળે રહેતા રાગીબહેને તેમને બુમ પાડી પુછયુ કે કોઈ બાળક રડવાનો અવાજ આવે છે ? મનિષાબહેનને ત્યારે કોઈ નાના બાળકના રડવાની તીણી ચીસો સંભાળાઈ રહી હતી, એટલે બાળક કયાં રડે છે તે જોવા માટે ઉપરના માળની સીડી ચઢી ગયા તો તેમને ધ્રાસકો પડયો કારણ પગથીયામાં એક તાજુ જન્મેલુ બાળક રડી રહ્યુ હતું તેમણે તરત બાળક તો ઉપાડી લીધુ, પણ બાળક કોનું હશે અને બાળકને પગથીયામાં કેમ મુકયુ હશે તેવા વિચાર આવ્યો હતો.

પણ તરત તેમને ઝબકારો થયો કે તે પોતાના ફલેટની સીડી ચઢી રહ્યા હતા તે જ વખતે એક સ્ત્રી કદાચ તેમણે પહેલા પોતાના ફલેટમાં કયારેય જોઈ નથી, તે સ્ત્રી ઝડપભેર નીચે ઉતરી રહી હતી, મનિષાબહેનને શંકા ગઈ કે કદાચ આ સ્ત્રી જ બાળકને છોડીને જઈ રહી નથી, એટલે તેમણે પાછા ફરી બુમો પાડી સોસાયટીની બહાર જઈ રહેલી સ્ત્રીને પકડવાનું કહેતા સોસાયટીના ગૌરાંગભાઈ ત્યારે ત્યાં હતા તેમણે તરત તે યુવતીને પકડી લીધી હતી, થોડીક જ વારમાં ત્યાં સોસાયટીના લોકો એકત્રીત થઈ ગયા અને તેમણે આ યુવતીની પુછપરછ કરતા તેણે કબુલ્યુ કે આ બાળકની જનેતા તે પોતે જ છે અને અહિયા બાળક સલામત રહેશે તેવુ લાગતા તેણે બાળકને આ છોડી જતા રહેવાનો નિર્ણય કર્યો હતો.




આ બનાવની જાણ પોલીસને કરતા વેજલપુર પોલીસ દોડી આવી હતી અને બાળકને અને યુવતીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી જયાં યુવતીની પુછપરછ કરતા તેણે પોલીસને જાણકારી આપી હતી કે તેનું નામ લાલોમકોવી છે તે મીઝોરમની રહેવાસી છે, અને અમદાવાદ નોકરી કરવા માટે આવી હતી હાલમાં તે ચાંદલોડીયા વિસ્તારના એક સ્પામાં નોકરી કરે છે અને સત્તાઘાર વિસ્તારમાં રહે છે આ દરમિયાન તેનો સુનિલ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી, અને મિત્રતા પ્રેમમા પરિણમી હતી, જેના પરિણામ સ્વરૂપ તે ગર્ભવતી થઈ હતી, પરંતુ લાલોમકીવી ગર્ભવતી થઈ છે તેવી ખબર પડતા સુનિલ પાંચ મહિના અગાઉ તેને છોડી જતો રહ્યો હતો. પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે લાલોમકીવીના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું શુ કરવુ તેની તેને ચીંતા સતાવી રહી હતી.

- Advertisement -

બે દિવસ પહેલા તેણે આ બાળકને જન્મ આપ્યો હતો, નવ મહિના સુધી જેને પોતાના ગર્ભમાં ઉછેર્યુ તેને છોડતા પીડા પણ થઈ રહી હતી પણ કોઈ રસ્તો નહીં મળતા તેણે સલામત સ્થળ રૂપે શ્રીનંદનગરની પસંદગી કરી બાળક છોડી દીધુ હતું પરંતુ એક મહિના જાગૃત્તતાને કારણે તે પકડાઈ ગઈ હતી, પોલીસ હાલમાં માતા અને બાળક બંન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકરી આપ્યા છે,અત્રે ઉલ્લેખનિય છે કે ગાંધીનગરમાં બાળક છોડી દેવાની ઘટના પાછળ જ આ બીજી ઘટના ઘટી છે.જુઓ પોલીસ અધિકારી શુ કહે છે.




- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular