Sunday, June 21, 2026
HomeGeneralસોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપનો મેસેજ વાયરલ, ઇન્ટરનેટ એલાઉન્સ મળશે તો...

સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપનો મેસેજ વાયરલ, ઇન્ટરનેટ એલાઉન્સ મળશે તો જ તરકસ એપ્લિકેશનમાં કામ કરીશું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી તરકસ નામની એક એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લીકેશન અંતર્ગત દરેક વિસ્તારના વાહન ચાલકોનું રજીસ્ટ્રેશન આ એપ્લિકેશનમાં કરવામાં આવે છે. અમદાવાદનાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં અત્યારે પીઆઇનો ચાર્જ સાંભળતા યુવરાજસિંહ વાઘેલાએ પોલીસના વોટ્સએપ ગ્રુપમાં આ એપ્લિકેશન દ્વારા દરેક કર્મચારીને વાહન ચેક કરવાની સૂચના આપી હતી જેના જવાબમાં એક કર્મચારી ઇન્ટરનેટ એલાઉન્સ માગ્યું હતું જેના સ્ક્રિનશોટ અત્યારે ઈંટર્નેટમાં વાયરલ થઈ રહ્યા છે.



સોલા હાઇકોર્ટના પીઆઇની થોડા સમય અગાઉ બદલી કરવામાં આવી હતી, ત્યાર બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં પીઆઇનો ચાર્જ યુવરાજસિંહ વાઘેલાને આપવામાં આવ્યો છે. પીઆઇ યુવરાજ સિંહ વાઘેલાએ સોલા પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો કે, “નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવતા દરેક કર્મચારીએ રાતના સમય દરમિયાન તરકસ એપ્લીકેશન દ્વારા 25-25 વાહનો ચેક કરવા. સવારે 5 વહે PSO તમામની હાજરી લેશે, 200 વાહનો ચેક થવા જોઈએ” જેના જવાબમાં એક કર્મચારીએ લખ્યું હતું કે, “ઇન્ટરનેટ એલાઉન્સ મળશે તે દિવસે કરીશું. સરકારમાં રજૂઆત કરો સાહેબ.”

અત્રે ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગમાં ગ્રેડ પેને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મચારીઓ પોતાને મળતા પગાર અને ભથ્થાથી ખુસ નથી. કર્મચારીઓના પગાર વધારાને લઈને સરકાર કામ કરી રહી છે તેવામાં જો કર્મચારીઓના આવા મેસેજ વાયરલ થાય તો તેની શું અસર થશે તે જોવું રહ્યું.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular