નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ 31 ડિસેમ્બર પાર્ટીઓમાં ડ્રગ્સનું સેવન ન થાય તેની પૂર્વ તૈયારીમાં અમદાવાદ પોલીસ અને એજન્સી કામે લાગી ગઈ છે. હાલ શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં નાના-નાના ડ્રગ્સ પેડલરોનો રાફડો ફાટી રહ્યા છે. જોકે ડ્રગ્સની લતના કારણે પેડલરોની જાળમાં ફસાયીને યુવાનો ખુદ પેડલરો બની રહ્યા છે, ત્યારે અમદાવાદ SOG દ્વારા 31 ડિસેમ્બરની ઉજ્જવણી પહેલા નાના પેડલરો પર સતત નજર રાખીને કાર્યવાહી કરી રહી છે. જોકે આજે SOG દ્વારા વધુ એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડવામાં આવ્યો છે.
અમદાવાદના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.બી.ચાવડાની ટીમને મળેલી બાતમીના આધારે મિરજાપુર વિસ્તારની આઝાદ ગલીના નાકે જાહેરમાં ઈરફાન શેખ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો હતો. SOGની ટીમે તેની અટકાયત કરીને અંગ જડતી કરતા વ્હાઈટ પાઉડર મળી આવ્યો હતો. જેના કારણે SOGની ટીમે FSLની મદદ વ્હાઈટ પાઉડરની ચકાસણી કરતા એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ઈરફાનની ધરપકડ કરીને SOGની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.
ઈરફાનની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, જુહાપુરામાં રહેતા તૌશીફ બાપુ પાસેથી તે ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. SOGની ટીમે ઈરફાન અને તૌશીફ વિરૂદ્ધ ગુનો દાખાલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી હતી. SOGની ટીમે ઈરફાન પાસેથી 5.490 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની અંદાજીત બજાર કિંમત 54,900 જેટલી માનવામાં આવે છે. એમડી ડ્રગ્સ પાન મસાલામાં ભેળીને ખાવામાં આવે છે. 31 ડિસેમ્બર નજીક હોવાના કારણે ડ્રગ્સ પેડલરો અને નશેડીઓ સુધી પહોંચવા પોલીસ ફ્રી ડ્રેસમાં પાનપાર્લરની આસપાસ રહીને યુવાનો પર નજર રાખશે. જો કોઈ શંકાસ્પદ લાગશે તો તેની અટકાયત કરીને અંગ જડતી કરવામાં આવશે. જો કોઈને પણ પાસેથી ડ્રગ્સ મળશે તો પેડલર્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








