નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ઉત્તરાયણના તહેવાર નિમીતે ધ્યાને રાખી ઘાતક ચાઈનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. ચાઈનીઝ દોરીના કારણે નિર્દોષ લોકો અને અબોલ પશુ-પંખીઓ મોટી સંખ્યામાં ઘાયલ થતા હોય આ પગલું લેવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ ચાઈનીઝ દોરીના વિક્રેતા અને વપરાશકર્તા લોકો વિરૂધ્ધ કાર્યવાહીનું ઝુંબેશ શરૂ કર્યું છે. જેમાં અમદાવાદનો સૌથી પ્રથમ કેસ વટવા પોલીસ સ્ટેશન દ્વારા નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
ઉત્તરાયણનો તહેવાર શહેરીજનો અને પર્યાવરણ માટે સુરક્ષિત રહે તેને ધ્યાને રાખી અમદાવાદ પોલીસ કમિશનરે ચાઈનીઝ દોરી પ્રતિબંધીત જાહેર કરી છે. ત્યારે અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ. ગઢવી સહિતના સ્ટાફે પોતાના વિસ્તારમાં ચાઈનીઝ દોરનો પગપેસારો ન થાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ સ્કવૉડના પીએસઆઈ એચ.પી. પટેલને પેટ્રોલિંગ કરતા સમયે ચાઈનીઝ દોરીની ખેચ ઉતરી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ એચ.પી. પટેલ અને કોન્સ્ટેબલ અર્જૂનસિંહ તેમજ રણછોડભાઈ માહિતીના સ્થળે નિકળવા રવાના થયા હતા.
આજરોજ તારીખ 21 ના રોજ પોલીસ સ્ટાફે વટવાના સદભાવના નગર ચાર માળીયા ક્વાર્ટરના બ્લોક નંબર 40માં દરોડો કર્યો હતો. જે દરોડામાં આરોપી રમઝાની મોહમદ હનિફભાઈ શેખ ઉંમર વર્ષ 26ના કબ્જામાંથી વસંત ગજેન્દ્ર ગડકરનો ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો માલ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે કુલ 60 નંગ ચાઈનીઝ દોરી કિંમત રૂપિયા 18 હજાર કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








