Friday, May 1, 2026
HomeGujaratઅમદાવાદમાં SBIના ATMમાં UPના ભેજાબાજે ચીપ મૂકી, પૈસા ખાતામાંથી કપાઈ જાય પણ...

અમદાવાદમાં SBIના ATMમાં UPના ભેજાબાજે ચીપ મૂકી, પૈસા ખાતામાંથી કપાઈ જાય પણ મશીનમાંથી નીકળે નહીં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ATM મશીનમાં છેડછાડ કરી લોકોના મહેનતના પૈસા સેરવી લેતી ઠગ ડોળકીને સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. સામાન્ય રીતે કોઈ પણ માણસ ATMમાં પૈસા ઉપાડવા જાય અને ખાતામાંથી પૈસા કપાઈ જવા છતાં મશીનમાંથી પૈસા બહાર ન આવે તો એવું સમજયે છે કે ટેક્નિકલ એરર હશે.! અને આવા બનાવ મોટા ભાગના લોકો સાથે બન્યો હશે. પણ અમદાવાદમાં UPની ટોળકીએ જે રીતે ATM મશીનમાં ચીપની ગોઠવણ એવી રીતે કરી કે કોઈપણ વ્યક્તિ પૈસા ઉપાડવા માટે જાય તો ખાતામાંથી કપાય જાય પણ ચીપના કારણે પૈસા બહાર આવે જ નહીં.

અમદાવાદમાં SBIના ATMને લઈને કુલ 19 ફરિયાદ બેંકને મળી હતી. જેમાં ગ્રાહકોના 92 હજાર વિડ્રો થયાનો મેસેજ આવ્યો હોવા છતાં ATM મશીનમાંથી પૈસા આવ્યા ન હતા. બેંકને ફરિયાદ મળતા બેંકના મશિન ચેક કરતાં તેમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી ATM મશીનના CCTV ચેક કરતા અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મશીનમાં ચેડા કરતા હોવાના દ્રશ્ય સામે આવ્યા હતા. જેના કારણે ATM મશીનના 2,28,934નું નુકશાન થયું હતું. સમગ્ર બાબતે ફરિયાદ સાયબર ક્રાઈમમાં આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

સાયબર ક્રાઈમએ ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ કરતા આરોપીઓ અમદાવાદમાં જ હોવાનું સામે આવ્યુ હતું. જેથી પોલીસે રાયપુર મિલ સર્કલ પાસે તપાસ કરતા રોહિતસિંગ વિજય બહાદુરસિંહ, વિમલ પાલ, ધીરેન્દ્રકુમાર ઉર્ફે નાનુ મળી આવ્યા હતા. પકડાયેલા આરોપીની પુછપરછ કરતા જણાવ્યું હતું કે, તેઓ ઉત્તરપ્રદેશના રહેવાશી છે. રોહીતસિંગ અને ધીરેન્દ્રકુમાર ATM મશીનમાં ડિવાઈઝ લગાવીને સર્વર ડાઉન કરી પૈસા ઉપાડવાનું કામ કરતા હતા. જ્યારે વિમલ પૈસા ઉપાડવાનું અને રેકી કરવાનું કામ કરતો હતો. આરોપીઓ એવી પ્રકારનું ડિવાઈઝ લગાવતા હતા કે ગ્રાહક ATMમાં પૈસા ઉપાડવા જાય તો ડિવાઈઝમાં પૈસા ફસાય જાય અને બહાર આવે નહીં. ગ્રાહક જ્યારે ATMથી બહાર નીકળી જાય ત્યાર બાદ આરોપીઓ નાણાની ચોરી કરી લેતા હતા. જોકે SBIના જ ATM મશીનને ટાર્ગેટ કરવા પાછળનું કારણ આરોપીઓએ જણાવ્યું હતું કે, SBIના ATMની બહાર કોઈ ગાર્ડ ન હોવાથી તેઓએ અનેક એટીએમ સેન્ટરને ટાર્ગેટ કર્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular