Sunday, July 5, 2026
HomeGeneralડિજિટલ ઈંડિયામાં સટ્ટો પણ ડિજિટલ, અમદાવાદમા સરખેજ અને બોપલ પોલીસે પકડ્યા 2...

ડિજિટલ ઈંડિયામાં સટ્ટો પણ ડિજિટલ, અમદાવાદમા સરખેજ અને બોપલ પોલીસે પકડ્યા 2 વ્યક્તિઓ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ક્રિકેટના રસિકો માટે અત્યારે IPL ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ સમય ક્રિકેટનો સટ્ટો રમતા અને રમાડતા લોકો માટે પણ કમાણી માટે તહેવાર જેવુ હોય છે. હવે આ સટ્ટાનો કારોબાર પણ ડિજિટલ ઈંડિયામાં ડિજિટલ બની ગયો છે. આ ઓનલાઈન સટ્ટાનો ઓનલાઈન કારોબાર વિશાળ દરિયા જેવો છે, જેની સામે પોલીસની કાર્યવાહી લગભગ નહીં જેવી જ દેખાય છે. ગઇકાલે IPL મેચ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આવી રીતે ઓનલાઈન સટ્ટો રમતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.



અમદાવાદમા આવેલા સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ગઇકાલે IPL મેચ ઉપર સટ્ટો રમતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ સરખેજ વિસ્તારમાં આવેલી બેસ્ટ રેસિડેન્સીના પાર્કિંગમાં બેસીને આરોપી સલિમ શેખ ઓનલિન આઇડી દ્વારા IPL મેચ ઉપર સટ્ટો રમી રહ્યો હતો, જેની પોલીસ દ્વારા રેડ કરીને અટકાયત કરી હતી. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.પી.સોલંકીએ જણાવ્યુ હતું કે આરોપી સામે કલામ 12(અ) મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે, આરોપીએ આ આઇડી ક્યાથી મેળવ્યું હતુય તે અંગે આગળ તપાસ કરવામાં આવશે.

આવી જ રીતે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના બોપલ પોલીસ સ્ટેશન દ્વારા પણ ઓનલાઈન સટ્ટો રમતા એક આરોપીને પકડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ આરોપીને બોપલથી શેલા તરફ જવાના રસ્તા પર સ્કાયસીટી આર્કેડ શોપિંગ પાસેથી ઓનલાઈન આઇડી પર જુગાર રમતો પકડ્યો હતા. પોલીસ ફરિયાદ મુજબ આરોપી 100BET નામની આઇડી પર જુગાર રમતો હતો. આરોપી રાજેશ પંચાલે 50 હજાર રૂપિયા આપીને દિક્ષિત ઠક્કર નામના આરોપી પાસેથી આ આઇડી ખરીદી હતી. તેની સામે કલમ 12 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.



અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં સ્થાનિક પોલીસ અને મોનિટરિંગ સેલ દ્વારા વિવિધ સ્થળો પર દરોડા કરી સટ્ટોડિયાને ઝડપવામાં આવી રહ્યાં છે. છતાં ઓનલાઈન સટ્ટાના કારોબારની વિશાળતાની બાજુમાં પોલીસની કાર્યવાહી નહીં જેવી છે તેમ કહી શકાય છે. ઉપરાંત ઓનલાઈન સટ્ટામાં મોટા માથા કે જેઓ આ વિશાળ કારોબારના આકા કહેવાય તે ક્યારેય ઝડપાતા કેમ નથી તે સવાલ છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular