દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ. સુરત ગ્રામ્ય): દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના તમામ સંગઠનો એક મંચ થઈને આદિવાસીઓનું અહિત કરતાં પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટનો મજબૂત વિરોધ કરાયો. જ્યારે સરકારે નમતું જોખી સદર પ્રોજેક્ટને સ્થગિત કર્યો હોવાની જાહેરાત બાદ સરકાર સ્વેતપત્ર જાહેર કરે આવી માંગ સાથે હજુ વિરોધ પ્રદર્શન ચાલુ છે. ત્યારે પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટ બાબતે સૌ પ્રથમ આદિવાસી પટ્ટીના લોકોને માહિતગાર કરનાર તાપી જીલ્લામાં આદિવાસીઓના હક્કો માટે લડત ચલાવતા આવેલા આદિવાસી કિસાન મોર્ચા ના અધ્યક્ષ રોમિલ સુતરીયાએ નવજીવન સાથેની મુલાકાત માં પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટ સાથે દમણગંગા પિંજલ યોજના પાછળનું રાજકારણ અને પ્રોજેકટ સાથેની કેટલીક ચોકાવનારી હકીકત ધ્યાને લેવા જેવી છે.
રોમિલ સુતરીયાના કહેવા મુજબ પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટ અને તે બાબતે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે અર્ધસત્ય નહીં સત્ય ગુજરાતની પ્રજા સામે આવે તે જરુરી છે અને માટે ગુજરાત કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરી ગુજરાત સમક્ષ આવે એ પણ ખૂબ જરૂરી છે. આદિવાસીઓ માટેની લડત દરમિયાન હંમેશા ધ્યાને આવ્યું છે કે કોંગ્રેસ આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે જ ઉપયોગ કરતી આવી છે. ત્યારે એક તબક્કે હું માની લઊ છું કે ગુજરાત કોંગ્રેસ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટનો વિરોધ કરે છે અને ગુજરાત સરકાર આ લિંક પ્રોજેક્ટ આદિવાસીઓના દબાણવસ પરત ખેંચી લેશે પણ ગુજરાતના ખેડૂતોના હકનું પાણી દમણગંગા પિંજલ યોજના જેનો અને પાર તાપી નર્મદા લિંક યોજનાનો MOU સાથે કરવામાં આવ્યો તો માત્ર એક જ યોજનાનો વિરોધ શા માટે? શું મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સમર્થિત સરકાર છે અને ગુજરાતના ખેડૂતોના હકનું પાણી મુંબઈની ૨૦૬૦ સુધીની તરસ છીપાવવા માટે આપી દેવાની આ યોજના છે. માટે ગુજરાત કોંગ્રેસ MOU રદ્દ કરવા માટે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરવા પણ તૈયાર નથી? પાર તાપી નર્મદા લિંક યોજના રદ્દ થાય તો મુંબઈને ૨૦૬૦ સુધી જે યોજના દમણગંગા પિંજલ યોજનાથી પાણી મળશે તે પણ રદ્દ થઈ જશે અને તેનાથી મહારાષ્ટ્રની કોંગ્રેસ સમર્થિત સરકાર મહારાષ્ટ્ર ચૂંટણીઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી ચિંતા આપને થાય તે સ્વાભાવિક છે.

પરંતુ કોંગ્રેસ ગુજરાતના વિરોધ પક્ષ તરીકે વફાદારી પૂર્વક ગુજરાતના આદિવાસીઓ અને ગુજરાતના ખેડૂતોના હિતમાં પોતાના વિચારો સ્પષ્ટ કરે કે મહારાષ્ટ્રની કોંગ્રેસ સમર્થિત સરકાર આ પ્રોજેક્ટ જે આદિવાસીઓનો વિનાશ નોતરે છે તેમાંથી પોતાને દુર કરશે કે ગુજરાતના ખેડૂતોના હકનું પાણી મહારાષ્ટ્રને આપનારી આ યોજનાઓ કોંગ્રેસને મંજુર છે? જેને ગુજરાત કોંગ્રેસ મુહ મેં રામ બગલ મેં છુરીની કહેવત સમાન અમલ કરવા જઈ રહી છે. પાર તાપી નર્મદા લિંક યોજનાના વિરોધમાં દેખાતી કોંગ્રેસ શું દમણગંગા પિંજલ યોજના રદ્દ કરવા કોંગ્રેસ સમર્થિત મહારાષ્ટ્ર સરકાર પાસે જાહેરાત કરાવસે ?
રોમિલ સુતરીયાએ વધુ માહિતી આપતા ઉમેર્યું કે કોંગ્રેસ સમર્થિત મહારાષ્ટ્ર સરકારના મુંબઈ શહેરને પાણી પીવડાવવા દમણગંગા નદી ઉપર જે ભુગડ ડેમ બનાવી પાણી ખારગિહિલ ડેમમાં ડાયવર્ટ કરાશે તેનાથી વાપી વલસાડના ભુગર્ભ જળ ઉપર ભયંકર અસર પડશે. દમણગંગા નદીનું પાણી મહારાષ્ટ્રમાં ડાયવર્ટ કરવાથી અંડર વોટર રિચાર્જ સિસ્ટમ ખોરવાઈ જશે અને વાપી વલસાડ ભવિષ્યમાં મોટાપાયે પાણીની અછતનો ભોગ બની શકે છે. ગુજરાતમાં ૧૪.૫% વસ્તી ધરાવતો આદિવાસી સમાજ છેલ્લા ૭૫ વર્ષથી સતત વિકાસનો ભોગ બનતો રહ્યો છે અને માટે સરકાર દ્વારા આદિવાસીઓનો વિનાશ કરી કહેવાતા વિકાસની યોજનાઓથી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











